________________ મુગલ સામ્રાજ્ય 325 હરાવ્યાં તથા તેને રણમેદાનમાં ઠાર માર્યો ? ભાડલાની સરધાર ઉપર ચડાઈ: ઇ. સ. 1733 : બાકરખાનના મૃત્યુથી સૌરાષ્ટ્રમાં હાહાકાર વ્યાપી ગયે એક જ વર્ષમાં બે મુસ્લિમ સરદારોને મારી છે પિતાનું રાજ્ય પ્રાપ્ત કરવાની રણમલજીની અતુલ શક્તિની ઈર્ષા અને પિતાને સ્વાર્થ સાધવાના ઉદ્દેશે ભાડલાના લાખા ખાચરે સરધાર ઉપર બાકરના મૃત્યુનું વેર લેવાને બહાને ચડાઈ કરી; સરધાર કબજે કર્યું, મુસલમાને તેની સાથે ભળી ગયા, પણ તેજમલજીની સહાયથી તેણે સરધાર પાછું લીધું. લાખે ખાચર મરાયે. તેથી આણંદપુરના રામ ખાચરે ઓચિંતે હમલે કરી સરધાર કબજે લીધું. રણમલજીને ખબર પડતાં તે તરત જ સરધાર ઉપર ચડ્યા અને કાઠીઓને હરાવી કાઢી મૂક્યા. રામ ખાચર આણંદપુર બાળી, ઉજજડ કરી, બહારવટે ચડશે, પણ તેમાં તે ફાવ્યું નહીં અને માર્યો ગયે. આમ, રાજકોટ રાજ્યનો વિસ્તાર વધારી રણમલજીએ રાજકોટમાં ગાદી સ્થાપી, અને તેજમલજીએ કરેલી મદદના બદલામાં તેને કેટલાંક ગામે આપ્યાં. ઓખામંડળ: ઈ. સ. 1715 થી 1718 : આખાના વાઢેલ રાજાઓ પૈકી છેલ્લે રાજા ભેજરાજજી ઈ. સ. ૧૬૬૪માં ગાદીએ આવ્યું. તેના પાટવી કુમાર વજેરાજજી કેધી સ્વભાવના કારણે પિતા સાથે લડી પોશીત્રામાં રહ્યા. ઈ. સ. ૧૭૧૫માં તેણે પતરામલ વાઘેરની સહાયથી એક સન્ય ઊભું કરી સારાષ્ટ્રમાં ઠેકઠેકાણે ધાડ પાડવા માંડી. આ ધાડે મુખ્યત્વે જામનગર રિબંદર અને ગેંડલના વિસ્તારમાં પડતી. એટલે ત્રણે રાજ્યનાં સિન્યોએ એકત્ર થઈ પિોશીત્રા ઉપર ચડાઈ કરી તેઓને સખ્ત હાર આપી. વાઘેરે ઓખામંડળના પૂર્વ ભાગમાં - 1. બાકર માટે ઘણું દતકથાઓ છે. એક મત પ્રમાણે તે એકલે જ હતા, ત્યાં ઘોડે નદીમાં ખૂંચ્યો. રણમલજી પાછળ જ હતા. તેણે લાગ જોઈને બાકરને મારી નાખ્યો. જે સ્થળે બાકરને માર્યો તે સ્થળ હજી “બાકર ઘુનાને નામે ઓળખાય છે. બીજી વાત એમ છે કે * બાકરખાને એક ચારણ બાઇની લાજ લેવા પ્રયત્ન કર્યો. બાઇએ સિંહણનું સ્વરૂપ ધારણ કરી તેને ઊંધે નાખી માય. તેથી તે પીર તરીકે પૂજાયો. (બાકરના બુક્કા જમી ગઈ તું જીવણ-) 2. કાઠીઓ તથા મુસલમાનોએ મળી સરધારના લોકો ઉપર બહુ જુલમ કર્યો જે “કાળો કેર” કહેવાય. હજુ પણ સોગંદ ખવાય છે કે “જૂઠું બેલે તેને માથે સરધારના કેરનું પાપ. –યદુવંશપ્રકાશ, 3. રાજકોટ જ્યાં વસે છે તે સ્થળે રાજુ નામના સંધિને નેસ હતો. આ સ્થળે ઈ. સ. 1259 (સંવત ૧૩૧૫)ને દુષ્કાળ વખતે જગડુશાહે લોકોને આપવા ભંડાર રાખેલે. આ સ્થળે ઠાકોર વિભાજીએ ઇ. સ. 162 ૬માં રાજકોટ વસાવ્યું. રાજુના વંશજોના કબજામાં આ ગામ ઈ. સ. 1646 સુધી હg. (યદુવંશપ્રકાશ : શ્રી માવદાનજી).