________________ 328 સારા ઇતિહાસ હાર્યો અને શેરખાને વચમાં પડી રંગાજી પાસેથી બેરસદ અને વીરમગામ પાછ છોડાવ્યાં. શેરખાનની મદદથી રંગેજી દામાજી ગાયકવાડ પાસે પહોંચી ગયે અને શેરખાનને પિતાની સલામતી ન જણાતાં તે વાડાસિનોર નાસી ગયે. દરમ્યાન, તકનો લાભ લઈ જવાંમર્દખાને બનાવટી ફરમાન રજૂ કરી ગુજરાતની સૂબાગીરી પચાવી પાડી અને શેરખાનને ઉન્નતિના દિવસે સમીપ દેખાવા લાગ્યા. પણ શેરખાનની સલાહથી ગાયકવાડે ઈ. સ. ૧૭૪૭માં બોરસદ પાછું લીધું. તેથી જવાંમર્દખાન સામે તેને વેર થયું. એ તે કારણે ગુજરાત તજી પાછો જૂનાગઢ આવ્યું. છે મરાઠા ચડાઈ : ઈ. સ. 1747 : આ અરસામાં સેરઠ ઉપર કાનાજી તાકપર ખંડણી લેવા ચડી આવ્યું. તેની સહાયમાં અમદાવાદવાળા અમીર ફકરૂદ્દોલાએ પિતાનું સૈન્ય પણ આપ્યું. આ સૈન્ય વંથલીને ઘેરે ઘા અને જૂનાગઢ લેવા પ્રયત્ન કર્યો, પણ શેરખાને તેને હરાવી પાછા કાઢયા. શેરખાનને પિતાના બળને કયાસ મળી ગયે અને તેણે ગુજરાતની રાજ્યખટપટમાંથી નિવૃત્ત થઈ જૂનાગઢમાં ગુજરાતના સૂબાથી સ્વતંત્ર રાજ્ય કરવાનું શરૂ કર્યું. પિતે દીવાનને ઈલ્કાબ અને બહાદુરખાન એવું નામ ધારણ કર્યું. શેરખાનને સેરઠમાં પિતાનું વર્ચસ્વ જમાવવા ખાસ પ્રયત્ન કરવાનું આવશ્યક ન હતું. તેની ભૂતકાળની કારકિર્દી, તેની શકિત અને મુત્સદ્દીગીરી તેમજ મરાઠાઓના પીઠબળની સૌરાષ્ટ્રના રાજાઓને જાણ હતી. પણ શેરખાનને દામાજી ગાયકવાડ અને જવાંમર્દખાન બાબી જેવા પ્રબળ સેનાપતિઓ સાથે બોરસદના ઘેરામાંથી વેર બંધાયું હતું અને તેનો મિત્ર રંગજી નિર્બળ થઈ ગયે હતો. એટલે તેઓની બીક હતી. તેથી તેણે ગુજરાતની બાબતમાં માથું મારવાનું છોડી દઈ જૂનાગઢના રાજયને સબળ બનાવવા પ્રયત્ન કરવા શરૂ કર્યા. 1 જૂનાગઢના બાબી વંશની સ્થાપના શેરખાન બાબીએ કરી. તેણે બહાદુરખાન એવું નામ ધારણ કર્યું અને નવાબ તરીકે પિતાને સંબોધવાનું શરૂ કર્યું” તેમ વિદ્વાન કર્નલ વોટર્સન માને છે. પણ તે સમયના અને પછીના જુનાગઢ રાજ્યના રૂકકાઓ, ફરમાન વગેરે જોતાં તેના બાદશાહ મહમદશાહ ગાઝી ફીદવી દીવાન બહાદુરખાન બાબી બહાદુર' વગેરે શબ્દો જોવામાં આવે છે. એટલે દિલ્હીનું સાર્વભૌમત્વ નામનું રડેલું, છતાં તેણે તે સ્વીકારેલું અને દીવાન તરીકે રાજ્ય કરવા માંડયું. વળી, પોતાના સિકકાને દીવાન હી કેરી તરીકે ઓળખાવેલી, એટલે “નવાબ” Fશબ્દને ઉપયોગ પાછળથી કરવામાં આવ્યો છે. 2. સૌરાષ્ટ્રમાં બાબીઓએ જૂનાગઢ, માણાવદર, બાંટવા અને સરદારગઢનાં રાજ્ય સ્થાપ્યાં તથા રાણપુરની એક મોટી જાગીર સ્થાપી; ગુજરાતમાં વાડાસિનોર તથા રાધનપુરનાં રાજ્યો સ્થાપ્યાં. તેમના સ્થાપને ઇતિહાસ જાણવા જરૂરી છે. બાબીઓને મૂળપુરુષ બહાદુરખાન હતો.