________________ 326 સૌરાષ્ટ્રને ઈતિહાસ ભરાઈ ગયા. આ હારથી વજેરાજજી પિશિત્રાને માત્ર ગીરાસદાર થઈ ગયા અને આરંભડાથી જુદા પડયા, તેમ વાઘેરોમાં પણ દ્વારકા અને વસઈના બે ભાગ પડયા. વાલે અને વાઘેરે અંદર અંદર મિત્રભાવે રહેતા પરંતુ તેઓની શક્તિ વહેંચાઈ જવાથી નબળા પડી ગયા હતા અને નામના રાજા રહ્યા હતા. જૂનાગઢ : ઈ. સ. 1716: ફરૂખશિયર દીલ્હીની ગાદીએ આવ્યું ત્યારે તેને સહાયકર્તા સયદ ભાઈઓનું પરિબળ વધી ગયું. તેના માનીતા અમીરે મોટા મોટા હોદ્દાઓ ઉપર નિમાતા હતા. તેઓની શક્તિ કે લાયકાત લેવામાં આવતી નહીં. તેઓ પિકી હૈદર કુલીખાન સોરઠને ફોજદાર થઈને આવ્યું. પિતાની મર્યાદા તેને જાણવામાં હતી, તેથી તેણે ઘોઘાના નાયબ સલાબતખાં બાબીને સેરઠને નાયબ નીયે. પણ તેણે ભારે પગાર માગતાં તેમજ નાયબ હતો તે ફતેસિંહ કાયસ્થ તે જગા છોડવા તૈયાર ન હોવાથી ઘણું જ ગેરવ્યવસ્થા ઊભી થઈ. દરમ્યાન જોધપુર મહારાજા અજીતસિંહ હળવદ અને જામનગર ઉપર ચડી આવ્યા અને પરાજ્ય પામી પાછા ગયા. ઈ. સ. ૧૭૧૭માં હૈદરકુલીખાન ગુજરાતને નાયબ સૂબે થયે અને તેને બાબીઓ સાથે વાંધે પડતાં તેઓએ તેમને સામને કર્યો, પણ પાલનપુરના ગઝનીખાન ઝારીઓ વચ્ચે પડી બન્નેનું સમાધાન કરાવ્યું. ઈ. સ. ૧૭૨૨માં હૈદરકુલીખાન સૂબે છે અને સુજાતખાનને નાયબ નીમી, વિષેશ લાભ લેવા દિલ્હી ગયે. સુજાતખાન બાબીઓને કનડવા માંડયા તથા કુડાના જાગીરદાર મહમદખાન બાબી પાસેથી દસ હજાર રૂપિયાનો દંડ લીધે. તેથી તેઓ દિલ્હી ગયા અને હૈદરકુલીખાનને મળી સુજાતખાન ઉપર તેમને ન કનડવાને હુકમ લીધે. દરમ્યાન ગુજરાતના સૂબા તરીકે નિઝામ-ઉલ-મુલ્કની નિમણુક થઈ અને હૈદરકુલીખાને પિતાનું પદ જાળવી રાખવા આ નિમણુકને વિરોધ કરવા બાબીએને પોતાના પક્ષમાં લીધા; પરંતુ તેઓ નિઝામ-ઉલ-મુલકના પક્ષમાં ભળ્યા. હેકરકુલીખાન નિરાશ થઈ ચાલ્યું ગયું અને બાબીઓની સત્તા વધી. આ બાબીઓ પૈકી સલાવતમહમદખાન ઘણું જ બળવાન હતે ઈ. સ. ૧૭૨૮માં જૂનાગઢને ફેજદાર સૈયદ અલીખાન ગુજરી જતાં તેની જગ સલાવત મહમદખાનના પુત્ર શેરખાનને મળી. દીલ્હીથી મચ્છુદીન નામને 1. વિગતે આગળ આવી ગઈ છે. 2. બાબીને ઇતિહાસ આગળ ઉપર આવશે. 3. તેને હળવદના પ્રતાપસિંહ જામ તમાચીને ગાદી અપાવવા માટે પોતાની કુંવરી પરણાવી હતી.