________________ 324 સોરાષ્ટ્રને ઈતિહાસ કર્યું; પણ મહેરામણજીએ તેની વીરતા અને શક્તિનો પરિચય દીલ્હીના સૈન્યને આપે, ભયંકર રણસંગ્રામ છે. તેમાં મહેરામણજી મરાયા, અને માસુમખાન છે. તેણે રાજકોટ નીચેનાં ભાડલા, સરધાર, આણંદપર, જસદણ વગેરે પરગણાં પિતાના વહીવટમાં લીધાં. રાજકોટમાં માસુમખાન : તેણે રાજકેટનો કિલ્લો બાંધ્યું તથા તેનું નામ માસુમાબાદ રાખ્યું. પશ્ચિમ દિશામાં તેણે ખાઈ ખોદાવી, કિલ્લેબંધી પાકી કરી, રાજ્યવ્યવસ્થા સ્થાપી, રાજકોટમાં સ્વતંત્ર રાજા થઈ, રાજ અમલ શરૂ કર્યો. રાજકોટ પડયું : ઈ. સ. 1732 : મહેરામણજીને સાત કુંવરો હતા. આ સાતે તેના પિતા જેવા જ બહાદુર હતા. તેમણે બહારવટું શરૂ કર્યું અને માસુમખાનના આનંદભવ અને મજશેખ કરી રાજ્ય કરવાનાં સ્વપ્નો સિદ્ધ થવા દીધાં નહિ, બાર વર્ષો સુધી તેમણે બહારવટું ખેડી માસુમખાનને તેબા કિરાવી દીધી અને પિતાનું તમામ બળ એકત્ર કરી ઈ. સ. ૧૭૩૨માં તેઓએ રાજકોટને ઘેરે ઘાલ્યો. માસુમખાનને પિતાના બળ ઉપર વિશ્વાસ હતો. જૂનાગઢમાં ફેજદાર થયેલા શેરખાનની મહત્ત્વાકાંક્ષાઓ અપાર હતી. તેને માસુમખાન એક શૂળ રૂપે હતો. તેથી તેણે કાંઈ સહાય કરી નહીં. ગઢમાં દાણુ ખૂટયા અને બચાવ કરવાનું અને ટકી શકવાનું અશકય જણાતાં માસુમખાને દરવાજા બેલી, મહેરામણજીના પાટવી રણમ. લજીનું શરણ માગ્યું. રણમલજીએ બિનશરતી સમાધાન કરવા વાત કરી; તેથી સમાધાન ભાંગી પડયું અને ખૂનખાર યુદ્ધ થયું. તેમાં રણમલજીએ પિતાને હાથે માસુમખાનને માર્યો. કંઈક મુસલમાને તથા રજપૂતે મરાયા અને ઈ. સ. ૧૭૩૨માં રણમલજી તેના પિતાની ગાદીએ બેઠા. સરધાર : રાજકેટ કબજે થયું પણ સરધારમાં બાકરખાન નામને બળવાન અને જુલ્મી થાણદાર હતા. રણમલજીએ તેને શરણ થવા હુકમ કર્યો, પણ બાકરના મનમાં હજી દીલ્હીની શાહી સત્તાની હવા હતી. તેણે શરણે આવવા ઈન્કાર કર્યો તેથી રણમલજી તેના ઉપર ચડયા. આ કામમાં તેમણે ગંડલના ઠાકર હાલાજીની મદદ માગી. પણ બળવાન થતા જતા રણમલજીને મદદ કરવામાં તેણે પિતાની * સલામતી જોઈ નહીં, તેથી સહાય આપી નહીં. તેથી કેટલા ઠાકર તેજમલની મદદ માગતાં તે મદદે ગયા. સરધારના યુદ્ધમાં બાકરખાનના પરાક્રમ આગળ બને ઠોકે હારીને પાછા ફર્યા, પરંતુ રણમલજીને પિતાનું રાજ્ય નિષ્કટક બનાવવું હતું અને બાકરખાનને પૂરો જ કર હતા. તેથી તેણે કૃતનિશ્ચયી બની ફરી હુમલો કર્યો. બાકરખાન આ મરણિયા હલા સામે ટકી શકે નહિ. રણમલજીએ તેનાં સૈન્યને