________________ 322 સૌરાષ્ટ્રને ઇતિહાસ જામનગર ઉપર ચડાઈ : ઈ. સ. 1714: શાહી સિન્ય જામનગર ઉપર આવ્યું. તોપખાના તથા હયદળ સાથે આવતું સૈન્ય જોઈ હરધ્રોળજી નાસી ગયા અને જામનગર સૂબાના હાથમાં પડયું. કચ્છના રાહ દેશળજીએ તમાચીને ઘેર રાખ્યા હતા તથા ખર્ચ ભોગવ્યું હતું. તેના બદલામાં બાલંભા ગામ લઈ તમાચીને ભુજથી આવવા દીધા અને રાજ જસવંતસિંહે તેની મહેનતના બદલામાં હડિયાણું લીધું ને ઝાલાની જે દીકરીઓ મુસલમાનને પરણી તેને પણ દાયજામાં જામ તમાચીએ ત્રણ ગામ આવ્યાં. બીજી ચડાઈ: ઈ. સ. 1716 : જામ તમાચી માટે ઝાલાઓએ આટલે ભેગ આપે, છતાં તે વર્ષમાં મુબારીઝ ઉલ મુલ્ક મોટી ચડાઈ લઈને આવ્યું. લશ્કર નિર્બળ હતું, ખજાને ખાલી હતો અને જામ તમાચીની શક્તિ સામા થવાની ન હતી. તેમ છતાં તેણે મુબારીઝને ત્રણ લાખ રૂપિયાની ખંડણી આપી પાછા કાઢો. ત્રીજી ચડાઈ : ઈ. સ. 1717: મુબારીઝ-ઉલ-મુક વળતે વરસે પાછો આવ્યા; પણ આ વખતે રાજ પ્રતાપસિંહના કહેવાથી સલાબત મહમદખાન વચમાં પડયે અને એક લાખ રૂપિયાની ખંડણી આપી તેને પાછો કાઢ. ચેથી ચડાઈ : ઈ. સ. ૧૭૪ર : મીરઝાં ઝાફર ઉર્ફે સનખાન ચડાઈ લઈને આવ્યા. પ્રથમની ત્રણ ચડાઈ વખતે જામ તમાચીની બેસતી સત્તા હતી, પણ પચીસ વર્ષના ગાળામાં જામ તમાચીએ પૂરતી શક્તિ પ્રાપ્ત કરી લીધી હતી, તેથી તેણે સનખાન સામે યુદ્ધ ખેલી લેવા તૈયારી કરી. મરાઠાઓ સામે વારંવાર હારતા મુસ્લિમોના પરાજયની વાર્તાઓ સર્વત્ર પ્રચલિત થઈ ગઈ હતી અને જામે પણ સદાને માટે આ ધનપિપાસુના ત્રાસને મિટાવી દેવા નિશ્ચય કર્યો. મેસનખાને પણ જામની તૈયારી જોઈ વિષ્ટિ ચલાવી; પરિણામે જામને હરકત ન કરવાની શરતે પચાસ હજાર રૂપિયા લઈ મેસનખાન પાછું વળી ગયે. હાલાજી પડધરી : જામ તમાચીને રાજ અપાવનાર પડધરીના હાલાજી હતા. આ હાલેજી અતિ ક્રૂર અને ખૂની પ્રકૃતિના હતા. તેથી જામ તમાચીને તેની બીક 1. ચરખડી, ત્રાકુડા, ડેયા. (યદુવંશપ્રકાશ'). 2. જામનગર ઉપર જોધપુરના મહારાજ અજીતસિંહે પણ સૂબા તરીકે ચડાઈ કરેલી. છે તે વર્ષ માટે સ્પષ્ટતા થતી નથી. અજીતસિંહ ગુજરાતના સૂબા હતા તે સમયમાં અજીતસિંહ સામે જામે યુદ્ધ ખેલ્યું, અને તેમાં તેને પરાજ્ય થયો હતો. આ ચડાઈ હરધ્રોળજ મોરબીઠાકોરની ભલામણથી અજીતસિંહ લઈ આવેલા. 3. તેણે જેઠવા રાણાને માર્યો હતો; મોરબીના અલીએજી ઠાકોરને દગાથી પડધરી આગળ મારી નાખ્યા હતા તે ઉપરાંત તેના હાથે અનેક ખૂન થયાં હતાં.