________________ મુગલ સામ્રાજ્ય 323 રહેતી. વળી જામને કુંવર ન હતું, તેથી તેનાં રાણી હરધ્રોળજીના કુંવરને દત્તક લેવા માગતાં હતાં; કારણ કે હરધ્રોળજીનાં પત્ની રાણજીનાં સગાં બહેન થતાં. આ કાર્ય કરવામાં હાલાજીની હાજરી તેને સાલવા માંડી; કારણ કે હાલેજીએ એ અભિપ્રાય છે આપે કે શત્રુના કુંવરને વારસ કરે એ ઈષ્ટ નથી. તેથી હાલાજી તથા અન્ય ભાયાતને કચેરીમાંથી રજા આપવામાં આવી. હાલાજીને જામના મૃત્યુ પછી ગાદીએ બેસવાના કેડ હતા. તેથી પિતાનું જમાવેલું વર્ચસ્વ હાથમાંથી જતું જોઈ તેના સાળા કિસનસિંહ ઝાલાને વઢવાણથી બેલાવી, તેની મદદથી જામ તમાચીનું તેના જ રાજમહેલમાં ખૂન કર્યું; પણ જામનાં કુંવરી રાજકુંવરબાએ મૃત્યુ પામેલા જામનાં લેહીવાળાં કપડાં બદલી, નવાં કપડાં પહેરાવી, બારીએ બેસાડી, સૈનિકને હાકલ કરી કે જામ જીવતા છે તથા હાલાજીએ ગાદી પચાવી પાડવાના લેભે તેના ઉપર ખૂની હુમલો કર્યો હતે, માટે તેને પકડે માણસો હાલાજી ઉપર ધસ્યા, પણ હાલાજી તથા કિસનસિંહ નાસી છુટયા, અને મેડપરને કિલ્લે કજે કરી ત્યાંથી બહારવટું ખેડ્યું. દરમ્યાન રાજકુંવરબાની સલાહથી રાણીઓએ લાખાજી તથા અજાજી નામના કુંવરેને દત્તક લઈ લાખાજીને ગાદી ઉપર અભિષેક કર્યો. હાલાજીએ મોડપરના કિલ્લાને કબજે છોડે નહીં અને અડખેપડખેના પ્રદેશમાં લૂંટફાટ કરવા માંડી. રાજકોટ : ઈ. સ. ૧૯૯૪માં સાહેબજી પછી સરધારની ગાદી ઉપર આવેલા તેના કુંવર બામણિજી કાલીપાટનાં ઢેર વાળી ભાગતા મિંયાણાઓને આંતરી ધીંગાણું કરતાં નકલંક વીડીની લડાઈમાં કામ આવ્યા અને મહેરામણજી ગાદીએ આવ્યા. આ મહેરામણજી એક બળવાન દ્ધા હતા. દીર્ધદષ્ટિ અને મુત્સદ્દીગીરીથી તેનાં અંગત શૌર્ય અને શક્તિને તેણે લાભ લીધે. દીલ્હીમાં બાદશાહ ફરૂખશિયરનું ખૂન થયું અને મુગલાઈની પડતી જતી શહેનશાહતમાં મહેરામણજીએ પિતાની નાની ઠકરાતને વિસ્તાર વધારવા પ્રયત્ન કર્યો. તેણે જૂનાગઢના સૂબા અબ્દલ હામીદખાનના નબળા રાજ્યઅમલમાં જૂનાગઢના ખાલસા મુલકનાં ઘણાં ગામે જીતી લીધાં અને તેના ઉપર નિરંકુશ વહીવટ કરે શરૂ કર્યો. અબદુલ હામીદખાન તેને પહોંચી શકે તેમ હતું નહીં; તેથી બીજા હિન્દુ રાજાઓને તેણે મદદ આપવા યાચના કરી પણ તેને મળી નહીં; તેથી દીલ્હી લખી મેકહ્યું અને ત્યાંથી માસુમખાન ઉર્ફે સુજાઅતખાન નામના અમીરને સેરઠને નાયબ કેજદાર નીમી, મહેરામણજીએ જીતેલાં ગામે જાગીરમાં આપી, રવાના કર્યો. ઈ. સ. ૧૭૨૦માં આ સૈન્ય રાજકેટ ઉપર આક્રમણ 1. કિશનસિંહનું નામ શ્રી. માવદાનજી યદુવંશપ્રકાશ' માં કરશનસિંહ કહે છે, તથા તેનું નામ કરણર્સિહ પણ હતું તેમ જણાવે છે. 2. રાજકુંવરબા જોધપુરનાં રાણુ હતાં. તે જામ તમાચીનાં કુંવરી હતાં તથા મોટીબા નામે જાણીતાં હતાં.