________________ મુગલ સામ્રાજ્ય જામનગર : ઈ. સ. 1702-1705 : જામ લાખાજીના મૃત્યુ પછી તેના પુત્ર રાયસિંહજી જામની ગાદીએ બેઠા. ભોગવિલાસ અને મોજમજામાં રહેતા આ રાજવીએ અસાધારણ ખર્ચ કરવા માંડે અને તેના પૂર્વજોએ જે પરિશ્રમથી જામનગરનું રાજ્ય પ્રાપ્ત કરેલું તેને ખ્યાલ ન કરતાં મુગલાઈ પદ્ધતિએ એશઆરામમાં જ સમય વ્યતીત કરવા લાગ્યા. તેથી તેના ભાઈ હરધોળજી કે જે હડિયાણાના જાગીરદાર હતા તેણે આવી તેને પ્રાણ લીધે અને પિતે ગાદીએ બેઠા. હાલાજી : પડધરીના ભાયાત હાલાજી ઉર્ફે કાકાભાઈએ આ ખબર મળતાં હરધોળજીને મારવા પ્રતિજ્ઞા કરી; પણ જામનગરમાં હળધોળજીએ સત્તા જમાવી દીધી અને બીજી રીતે પહોંચાય તેમ ન હતું તેથી તેણે અમદાવાદનો માર્ગ લીધે. રાયસિંહના કુંવર તમાચી ભાગીને કચ્છમાં ગયા. કચ્છમાં રાહ દેશાજીનાં રાણું રતનબા તમાચીનાં માસી જતાં હતાં તથા હળવદના જસવંતસિંહ તેના માતામહ થતા હતા. તેથી રતનબાઈએ તેના પિતાને તમાચીને ગાદી આપવા માટે પ્રયત્ન કરવા આગ્રહ કર્યો. તેથી રાજ જસવંતસિંહના કુંવર પ્રતાપસિંહ અમદાવાદ ગયા. હાલાજી તથા પ્રતાપસિંહજી મળી સૂબા દાઉદખાન પત્નીને મળ્યા અને જામનગર ઉપર ચડાઈ લઈ આવી, હરધ્રોળજીને મારી, તમાચીને ગાદી આપવા મદદ માંગી. સૂબાએ તે પ્રમાણે મદદ આપવા કરાર કર્યો. તે અન્વયે પ્રતાપસિંહે પોતાની કુંવરી સૂબા મુબારીઝ–ઉલ-મુલકને આપવી તથા ભાયાત નારણુજીની બહેન સેનાપતિ સલાબત મહમદખાનને આપવી અને તેઓ જામનગર ઉપર ચડાઈ લઈ આવે તેમ નક્કી થયું. ' સિંહજીને મારી વઢવાણ લીધું. અર્જુનસિંહ વઢવાણની ગાદીએ બેઠા અભયસિંહજીએ ચુડાની ગાદી સ્થાપી અને માનસિહજીને ઝમેર વગેરે ગામો મળ્યાં. રાજજી સબળસિંહજી ઉદયસિંહજી ભાવસિંહજી ભગવતસિંહજી માધવસિંહજી મદનસિંહજી અજુનસિંહજી અભયસિંહજી માનસિંહજી (ઝાલરાપાટણ) (વઢવાણ) (ચુડા) (ઝમર) 1. આ કુંવરીઓ મુસ્લિમ રખાતેની હતી તેમ માનવામાં આવે છે. વિદુવંશપ્રકાશમાં શ્રી. માવદાનજીના સંશોધનમાં પણ તે રખાતની પુત્રીઓ હેવાનું જણાયું છે.