________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ ભરવાનું વચન આપે અને તે જાય પછી ફોજદારને જવાબ ન આપે તેવી રસમ થઈ ગઈ મહમદ બેગખાન નામને ફોજદાર ઘણી આશાઓ લઈને આવ્યું. પણ તેને પણ સફળતા મળી નહિ. તેને ઈ. સ. ૧૯૯૮માં બોલાવી લેવામાં આવ્યું અને કાઠીઓ પાછળ મોકલવામાં આવ્યું. આમ ઉત્તરોત્તર ફેજદારો બદલતા ગયા. ઈ. સ. ૧૭૦૪માં આવેલ ફેજદાર સરદારખાન તે સાવ નિર્બળ હતે. ગુજરાતના સૂબા અહમદખાનને મરાઠાઓના હાથે પરાજય થયો. ઓરંગઝેબનું મૃત્યુ થયું અને સેરઠને ફેજદાર સૈયદ અહમદ ગીલાની ધર્મભાવનામાં તત્પર રહેતા તેથી તેની સ્થિતિમાં મુગલાઈના પાયા ડોલવા લાગ્યા અને શહેનશાહ અકબરનું જીતેલું સૌરાષ્ટ્ર દીલ્હીના સમ્રાટના હાથમાંથી સરી પડે એવી પરિસ્થિતિ સરજાઈ પણું સૌરાષ્ટ્રના રાજાઓમાં માત્ર કૌટુંબિક અદાવતે, શબ્દોથી થયેલી ગેરસમજે, આગલાં વેરઝેર અને કલેશના પરિણામે આ તકને કઈ પૂરો લાભ લઈ શક્યા નહીં અને રાવળ ભાવસિંહ, જામ લાખાજી વગેરે દૂરંદેશી રાજ્યકર્તાઓની ઈચ્છા છતાં તેઓ પિતાનું ધ્યેય પ્રાપ્ત કરી શક્યા નહીં. - ઈ. સ. 1707 પછી : આ વર્ષ પછીને ઈતિહાસ લખ ઘણું કઠિન છે. સૌરાષ્ટ્ર આંતરિક યુદ્ધોથી પાયમાલ થઈ ગયેલું જોવામાં આવે છે. એક તરફથી નાના જાગીરદારે રાજ્યપતિ થવા પ્રયત્ન કરે છે; રાજાઓ પિતાનો વિકાસ કરવા માગે છે; મુસ્લિમે તેમનું વર્ચસ્વ ટકાવી રાખવા માગે છે; કાઠીએ પિતાના પાળ કે નાનાં લશ્કરે જમાવી લૂંટફાટ કરે છે અને મરાઠાઓ આ દેશ ઉપર ચઢી આવી પિતાની ધનલાલસા તૃપ્ત કરવા પ્રયત્ન કરે છે. ઈ. સ. ૧૭૦૭થી ઈ. સ. 1806 સુધી આ દેશમાં કઈ સ્થાપિત સત્તા | હતી નહીં. કેઈ રાજાનું સાર્વભોમ શાસન ન હતું, એટલું જ નહીં પણ તેનું નૈતિક વર્ચસ્વ પણ હતું નહીં. પ્રજા પાયમાલીને પંથે પ્રયાણ કરી રહી હતી; દેશ નિર્ધન અને કંગાળ થતો જતો હતો. એવા સમયમાં પિતાની સત્તા ટકાવવા, વેરઝેર વસૂલ કરવાના અને ધન પ્રાપ્ત કરવાના જે પ્રયત્નો થયા તેનું આલેખન તે હવે પછીને અઢારમી સદીને ઈતિહાસ છે. વઢવાણની ગાદીએ ઠાકર ભગવતસિંહજીને મારી અર્જુનસિંહ બેઠા. 1. વઢવાણ ઇ. સ. ૧૭૦૬માં : વઢવાણના ઠાકોર ભગવતસિંહજીના પિતા ઉદયસિહ . સ. ૧૬૬૬માં તેમના મોટા ભાઈ સબળસિંહજીને દગાથી મારી. ગાદી પચાવી પાડી હતી. ત્યારે સબળસિંહજીના નાના ભાઈ ભાવસિંહજી પોતાના સસરા સાવર-ઠાકરને ત્યાં જઈ રહ્યા હતા. તેના કુંવર માધવસિંહજી બહુ શરવીર હતા. તે સાવર છોડી કોટા ગયા. તેના વડીલ પુત્ર મદનસિંહ ઝાલરા-પાટણનું રાજ્ય સ્થાપ્યું અને બીજા ત્રણ પુત્રો સૌરાષ્ટ્રમાં આવ્યા. તેમણે ભગ