________________ 318 સૌરાષ્ટ્રને ઇતિહાસ રાવળ સિવાયને મિયાણ સુધીને પ્રદેશ પુન: હસ્તગત કર્યો અને કુતિયાણ તરફના પ્રદેશ ઉપર મીટ માંડી. મોરબી રાજ્યની સ્થાપના : ઈ. સ 1698 : અત્યાર સુધી મોરબીને પ્રદેશ કચ્છ રાજ્યને એક ભાગ હતો. ઈ. સ. ૧૯૯૮માં કચ્છના રાહ રાયઘણજી ગુજરી ગયા, ત્યારે પિતાની આંખે દુઃખે છે, એમ કહી તેના નાના કુંવર પ્રાગમલજી અગ્નિસંસ્કાર માટે સ્મશાને ગયા નહીં. જ્યારે સ્મશાનમાંથી બીજા ભાઈઓ પાછા આવ્યા, ત્યારે પ્રાગમલજી તથા તેના કુંવર ગોડજીએ તેને શહેરમાં પેસવા દીધા નહીં, અને પ્રાગમલજીના નામની છડી પોકરાવી; તેથી તેના એક ભાઈ કાંયાજીએ મોરબી તથા કચ્છનું કટારિયા કબજે કરી ત્યાં પોતાની હકૂમત સ્થાપી અને મોરબીનું રાજ્ય કચ્છથી જુદું પડયું.' સમય: કાળ : ઈ. સ. ૧૬૮૦માં શિવાજી મહારાજ ગુજરી ગયા અને ઔરંગઝેબની કેમવાદી રાજનીતિ દેશને ભરડો લઈ ગઈ સૌરાષ્ટ્રના રાજાઓને મરાઠાઓની દેશભક્તિને ખ્યાલ થવા માંડે અને પિતાની પરિસ્થિતિની સાચી ઝાંખી થવા માંડી. તે સાથે દક્ષિણની લડાઈઓમાં શાહી સૈન્ય અને ચુનંદા નાયક રેકાઈ રહ્યા હતા. તેને લાભ લેવાને પણ તેઓને વિચાર આવ્યું હોવાનું જણાય છે. તેઓને દોરવણી આપવામાં જામનગર અગ્રીમ હતું. સિહોર, પોરબંદર, હળવદ, વગેરે રાજ્ય પિતાના વિસ્તાર વધારવાના કામમાં લાગી પડ્યાં હતાં. ઠેરઠેર મૂકેલાં મુસ્લિમ થાણુઓ ઊઠતાં જતાં હતાં. અને કેટલેક સ્થળે તે મુસ્લિમ થાણદાર પૈસાના લેભે કે પતે લાભ મેળવી લેવાના ઉદ્દેશથી તેમાં મદદ આપતા અથવા આંખ આડા કાન કરતા. એવા વખતે ઈ. સ. ૧૭૦૭માં ઔરંગઝેબના મૃત્યુના સમાચાર આવ્યા અને જામ લાખાજીએ જામનગરના મુસ્લિમ થાણદારને અને શાહી રસાલાના માણસેને કાઢી મૂક્યા. સિહેરના ગોહિલ ઠાકર ભાવસિંહજી બુદ્ધિમાન અને ચતુર હતા, તેમજ સમય વિચારીને ચાલનારા હતા. તેમણે કાઠીઓને પ્રદેશ પિતાની આણ નીચે લીધે અને મહુવા, કુંડલા, ધારી વગેરેનાં મુસ્લિમ થાણુઓ ઉઠાડી મૂકયાં. હળવદ તેના મીઠાના અગર ઉપરના ઝુંટવાઈ ગયેલા હક્કો પાછા મેળવ્યા, અને રિબંદરના રાણાએ પોરબંદર શહેરમાં નિવાસ કરી શાહી રાજસત્તાને ઉઘાડે અનાદર કર્યો. આ સમય એ હતું કે કર્નલ વેટ્સનના શબ્દોમાં કહીએ તે “જમીનદારો એવા બળવાન હતા કે તેઓમાં માહે માંહે વિખવાદ ન હોત તો તેઓએ આખા મુસલમાની રાજ્યને સમૂળગે નાશ કર્યો હેત.” 1. કાંયાજીએ શેર બુલંદખાનની મદદથી ભુજ ઉપર ઈ. સ. 1725 માં ચડાઈ કરેલી, પણ તેમાં નિષ્ફળતા મળેલી. 2, ભાવનગર શહેરના સ્થાપક.