________________ સુગલ સામ્રાજ્ય 37 આજ્ઞાને માન્ય કરી રાહ ચંદ્રસિંહ વાંકાનેર ગયા.' જામનગર : તમાચી તથા ફલજી જામનગરમાં ઈ. સ. 1673 : જામ રાયસિંહ ઈ. સ. ૧૬૬૪માં શેખપાટમાં મરાયા, અને સતાજી ગાદીએ બેઠા. જામનગર ઈરલામનગર થયું ત્યારે રાયસિંહના પુત્રે તમાચી તથા ફલજી કચ્છમાં આશ્રય લઈ રહેલા. ત્યાંથી વખત આવતાં તેમણે જામનગરના પ્રદેશ ઉપર બહારવટું શરૂ કર્યું, અને અંતે એક દિવસ તેઓએ જામનગર કબજે કરી સતાજીને ફરીથી કાઢી મૂક્યું. આ વખતે તેને અમદાવાદથી મદદ મળી નહીં, અને ઈ. સ. ૧૬૭૩માં મહારાજા જસવંતસિંહની સહાયથી તમાચીને જામનગરની ગાદી મળી, મુસ્લિમ સૂબાને પાછા બોલાવી લેવામાં આવ્યું, અને જામનગર ફરીથી બાદશાહી સામ્રાજ્યમાં સ્વતંત્ર થયું. જામ તમાચીએ સતાજીને તગડે, માટે તે તમાચી “તગડ’ કહેવાય છે. તેમના ભાઈ ફલજીને ભાણવડનાં પાંચ ગામ ગિરાસમાં મળ્યાં. જામ તમાચી તરત પિતાનું પરાક્રમ બતાવવા તેના ભાયાત અખેરાજજીના વંશજોની વિનંતી ઉપરથી જેઠવાના રાજ ઉપર ચડયા, ને રાવળ લીધું અને રિબંદર પાસે આવેલી બોખીરાની ખાડી સુધી પ્રદેશ જીતી લીધું. પણ રાણાએ 1. ઇ. સ. ૧૭૧૫માં અજીતસિંહ સૂબો થઈને આવ્યો અને તેણે પણ જસવંતસિંહને હરાવી ખંડણી લીધી અને દ્વારકા ગયા. ત્યાંથી વળતાં હળવદ ઉપર પાછી તેપ ચલાવી. જ્યારે તેનું કાંઈ પરિણામ ન આવ્યું ત્યારે ઈ. સ. ૧૭૧૮માં પાંચ મારાઓને સાધુના વેશમાં મોકલી રાહ જસવંતસિંહનું દગાથી ખૂન કરાવ્યું. 2. આગળ જોયું તેમ આ હકીકત માટે મતભેદ છે, જામનગરના ઈતિહાસમાં બીજા પણ તમાચી ઈ. સ. ૧૭૧૨માં થયા. તે કચ્છમાં ગયા હતા. યદુવંશપ્રકાશમાં શ્રી. માવદાનજી બે દુહાઓ આપે છે. તે પ્રમાણે તેઓ ઓખાના ગામ વસઈમાં પણ રહેતા હોય. 3. વર્તમાન મહારાજા જામસાહેબ આ ફલજીના વંશના છે. 4. આ માટે એવી વાત છે કે રાવળના દરબાર ખેંગારજીનાં બહેન પોરબંદરના રાણુને પરણાવેલાં. ખેંગારજી તથા રાણુ બને ચોપાટ ખેલતાં હતાં. તેમાં બોલચાલ થતાં, ખેંગારજીએ રાણાનું ખૂન કર્યું અને રાવળ આવતા રહ્યા. તેની બહેને પોતાના પતિનું ખૂન કરનારને મારવાની પ્રતિજ્ઞા લીધી, અને રાવળ ઉપર ચડાઈ કરી. રાણાનું સિન્ય આવ્યું, ત્યારે ખેંગારજી સૂતા હતા. તેને કોઈ ઉઠાડે તે મારી નાખે એવી તેણે પ્રતિજ્ઞા લીધેલી, તેથી કાણુ ઉઠાડે? છેવટ તેને ગોર પોતાના ગળામાં કટાર બેસી ઉઠાડવા ગયે. ખેંગારે ઊઠતાં જ બ્રાહ્મણને મારી ઉતાવળમાં બારીએથી પડતું મેલ્યું; તેથી ત્યાં જ તે મરી ગયા. રાણાના સિન્ય રાવળ લીધું. ખેંગારજીનું નામ અખેરાજ હતું. રાવળને વર્તમાન કિલ્લે જામ તમાચીએ બાંધે છે.