________________ 36 સૌરાષ્ટ્રનો ઇતિહાસ છાયા : છાયાની ગાદી ઉપર રાણા વિકમાતજી હતા. તે ઈ. સ. ૧૬૭૧માં ગુજરી જતાં સુલતાનજી વા સરતાનજી ગાદીએ આવ્યા. જામની સદા વધતી રહેતી ભીંસથી જેઠવાનું રાજ્ય એક જમીનદારની કક્ષામાં આવી ગયેલું. પણ સરતાનજી નિર્ધન, નિર્બળ, નિ:સહાય હોવા છતાં હિમ્મત અને સાહસથી પિતાની ઉન્નતિના પ્રયાસ કરવા તૈયાર થયા. છાયામાં મુસ્લિમ થાણદાર રહે. રાણે તે જામ સતાજીની જેમ નામને - રાજા હતું, તેમ છતાં, તેણે મહારાજા જસવંતસિંહ અમદાવાદમાં સૂબા છે અને ક્ષત્રિય છે, તે જેરે દરિયાકાંઠે ઈ. સ. ૧૯૭૧માં એક કિલ્લો બાંગે, અને તેનું નામ પિર અર્થાત્ પુર એવું આપ્યું પરંતુ કિલ્લે બંધાવી તેમાં રહેવા જવાની હિંમત ચાલી નહીં. ઈ. સ. ૧૭૦૦માં ઔરંગઝેબ દક્ષિણના યુદ્ધમાં રોકાયે હતું અને સર્વત્ર અંધાધૂંધી હતી, તે તક ઝડપી તેણે પોરબંદરમાં રાજગાદી સ્થાપી, મુસ્લિમ થાણદારને કાઢી મૂક, અને સ્વતંત્રપણે રાજ્ય કરવા માંડ્યું. હળવદ : હળવદના રાજ અમરસિંહજી ઈ. સ. ૧૯૪૫માં મરણ પામ્યા. તેમની ગાદીએ ચોથી પેઢીએ રાજ ગજસિંહ આવ્યા. તેના પાટવી ચંદ્રસિંહ હતા. તેને તેમજ તેના કુંવર આસકરણજીને વિઠ્ઠા ગઢવી નામના ચારણે મારી નાખ્યા. તેથી જ્યારે ગજસિંહજીનું મૃત્યુ થયું ત્યારે નાના કુંવર જસવંતસિંહજી ઈ. સ. ૧૬૭૩માં ગાદીએ બેઠા. ચંદ્રસિંહનાં કુંવરી ઝીંઝુબા જોધપુર મહારાજ જસવંતસિંહના કુંવર અજીતસિંહ વેરે પરણાવેલાં. તેણે તેના સસરા જસવંતસિંહ કે જે ત્યારે ગુજરાતના સૂબા હતા, તેને અરજ કરી કે ગાદી ઉપર જસવંતસિંહને હક્ક નથી. મહારાજા જસવંતસિંહે તેથી હળવદ ઉપર ચડાઈ કરી અને હળવદ લીધું. હળવદના રાજ જસવંતસિંહ ભાગીને વારાહી ગયા, અને મહારાજાએ નજરઅલીખાન નામના અમીરને હળવદ જાગીરમાં આપ્યું પણ નજરઅલીખાનને પિતાને પ્રદેશ સુખેથી ખાવી દે તેવા ઝાલાએ નિર્બળ ન હતા. વાંકાનેરના રાજ ચંદ્રસિંહે હળવદમાંથી નજરઅલીને કાઢી મૂકી પિતાના પૂર્વજોની ખેાયેલી હળવદની ગાદી પુનઃપ્રાપ્ત કરી. પરંતુ ઈ. સ. ૧૯૮૨માં કે હળવદરાજ જસવંતસિંહે દીલ્હી જઈ પિતાનું રાજ પાછું મેળવ્યું, અને શાહી 1. આ પ્રસંગે સૈયદ મહમદ નામના એક સરદારે પોરબંદર ઉપર ચડાઈ કરી તેની પાસેથી ખંડણી લીધી. તેનો ઉલ્લેખ કોઈ ઇતિહાસમાં નથી. પણ પ્રભાસપાટણ પાસે સવની ગામ સૈયદને મળેલું. તેના રૂક્કામાં “છાયામાં જમીનદાર જેઠવા ભાણજીએ કરેલો બળવો બેસાડી ખંડણી લેવા બદલ” નામ આપવામાં આવેલું તેવો ઉલ્લેખ છે.