________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ જામ રણમલજી આ તક જવા દે તેમ હતા નહીં. પણ આ યુવાન રાજા વિલાસને પંથે ચડે. પરિણામે તેણે પિતાનાં યૌવન અને ધનનું બલિદાન આપ્યું, અને તેમનાં રાઠોડ રાણી અને તેમના ભાઈ ગોવર્ધનસિંહજી રાઠોડના કેદી જેવા બની ગયા.' જામ રણમલજીનું મૃત્યુ: જામ રણમલજી અશક્ત હોવા છતાં રાણી તથા તેના ભાઈએ એક પુત્રને ઊભે કર્યો અને તેને સતાજી એવું નામ આપ્યું. પણ જામ રમણલજી તે વસ્તુ જાણતા. તેથી તેણે તેના ભાઈ રાયસિંહને બોલાવી પિતાને વારસ ની. ઈ. સ. 1661 માં જામ રણમલજી ગુજરી જતાં તેને અગ્નિદાહ દઈ લેકે પાછા આવ્યા ત્યારે ગોવર્ધને દરવાજા બંધ કર્યા અને જાડેજા ભાયાતે તથા લૌકિક માટે આવતા રાજાઓને અંદર ન આવવા દીધા. તેથી ધ્રોલના ઠાકર જુણાજી તથા જમાદાર ગોપાલસિંહે ગોવર્ધનને મારી, જામનગર કબજે કરી, રાયસિંહજીને ગાદી આપી. કુતુબુદ્દીનની જામનગર ઉપર ચઢાઈ : ઈ. સ. 1670 : આ સમયે ઔરંગઝેબની પ્રીતિ સંપાદન કરીને કુતુબુદ્દીન પેશગી, અમદાવાદના સૂબા મહારાજા જસવંતસિંહ મહારાષ્ટ્રમાં સ્વારી લઈ ગયા હતા તેથી તેમની ગેરહાજરીમાં, સૂબે થયે હતું. તેથી સતાજીએ તેમની પાસે ફરિયાદ કરી દાદ માગી. મુસ્લિમ સત્તા સામે ટકી શકે તેવું સૌરાષ્ટ્રમાં એક જ રાજ્ય જામનગર હતું, અને તેથી તે કબજે લેવાને આ સુગ હતું. તેથી કુતુબુદ્દીને આ તક ઝડપી લીધી અને ઈ. સ. ૧૬૭૦માં પ્રબળ સૈન્ય લઈ જામનગર ઉપર તે ચડી આવ્યું. શેખપર પાસે તુમુલ યુદ્ધ થયું. તેમાં જામના 20,000 માણસે અને સૂબાના 30,000 માણસો કામ આવ્યા. જામ તથા ધ્રોલઠાકર સંગરામજી વગેરે મરાયા. કુતુબુદ્દીને જામનગર રાજ્ય ખાલસા કર્યું. 1. જામ રણમલ શક્તિશાળી પુરુષ હતા, પણ એક સાધુને મારી તેની પત્નીનું કાલાવડમાંથી હરણ કરેલું, જેનાથી તેને દાહક રોગ થયે અને નપુંસક થવું પડેલું. તેથી સૂનમૂન અને શાન્ત બેસી રહેતા, કોઈ રાજકાજમાં કે પ્રજાપાલનમાં દયાન આપતા નહીં; દરેક કામ ગોવર્ધન રાઠોડ કરતે. (યદુવંશપ્રકાશ) 2. સતાજી ગોવર્ધનને પુત્ર હતો તેમ પણ મનાય છે. 3. વાર્તા એમ છે કે જુણાજીએ પોતાની રાણીઓ તથા બીજી સ્ત્રીઓને ગઢમાં આવવા દેવા રજા માગી. ગોવધને એકસે રથ મોકલ્યા. તેમાં હથિયાર બાંધી દ્ધાઓ બેઠા અને ર ગઢમાં ગયા ત્યારે યોદ્ધાઓએ ઊતરી સિપાઈઓને કાપવા માંડ્યા. ગોવર્ધન પણ તલવાર ખેંચી સામો આવ્યા; પણ જુણોજીએ તેને માર્યો. સતાજીને ઇસા મલેકને ત્યાં સંતાડ હતો. તેણે સતાજીને સેંપી આપવાં ના પાડી; તેથી રાયસિંહે કહ્યું કે, તમે તેને કાઢી મૂકે, નહીં તે માર્યા જશે. પરિણામે ઇસાએ સતાજીને કાઢી મૂક્યો.