________________ મુગલ સામ્રાજ્ય વતી શાહી કચેરીમાં રહેતા બહાદુરખાન બાબીને પુત્ર શેરખાન કરતે હતે. કુતુબુદ્દીન પેશગી : આ સમયે જૂનાગઢનો ફેજદાર કુતુબુદ્દીન પેશગી. હતું. આ મહત્ત્વાકાંક્ષી અમીરે પાદશાહની સત્તા સૌરાષ્ટ્રમાં મજબૂત કરવા માટે, રાજાઓને દબાવવા માંડ્યા અને પિતાના સ્વાર્થ માં અંધ બનેલા રાજાઓએ તેમના ભાઈઓને કપાવી નાખવા તેનું શરણ શેડ્યું. ગોંડલમાં પિતાના મામાને મારી રાજ્ય પ્રાપ્ત કરનાર કુંભાજને હજી સરધાર ઉપર આંખ હતી. તેથી તેણે કુતુબુદ્દીનની સહાય માગી. કુતુબુદ્દીને સરધાર ઉપર ચડાઈ કરી. સરધારનું સમાધાન: કુતુબુદ્દીનના સૈન્ય પાસે સરધાર ટકી નહીં શકે અને એક રજપૂત રાજ્યને નાશ થશે એમ વિચારી જામ રણમલજીએ તેની મદદે પિતાનું સૈિન્ય મેકહ્યું પણ બન્ને પક્ષોને વિના કારણે મોટી ખુવારી કરવાનું ગ્ય ન જણાતાં, જામ રણમલજીની દરમ્યાનગીરીથી સમાધાન થયું. અને તે પ્રમાણે સરધારની દક્ષિણ તરફને ભાગ કુંભાજીને આપવાનું સાહેબજીએ કબુલ કર્યું. તે પછીના વર્ષમાં મુગલાઈ રાજ્યમાં અંધાધૂંધી શરૂ થઈ. શાહઝાદા મુરાદે ઈ. સ. ૧૮૫૭માં બંડ કર્યું અને ઈ. સ. ૧૬૫૮માં ઓરંગઝેબે શાહજહાંને પકડી કેદ કર્યો અને તેના ભાઈઓને મારી દીલ્હીની શહેનશાહતને તાજ પિતાના શિરે મૂક. આ સમયમાં સૌરાષ્ટ્રના રાજાઓને સ્વતંત્રતા પ્રાપ્ત કરવા સુયોગ્ય તક મળી. મુસ્લિમેના વધતા જતા પૂરને ખાળવાનું તેમનામાં સામર્થ્ય અને શક્તિ તેમજ સુગ્ય સમય હોવા છતાં કુસંપ અને સ્વાર્થમાં અંધ બનેલા આ રાજાઓ પરસ્પરના વિખવાદમાંથી બહાર આવી શકયા નહિ. 1. આ શેરખાન તે જુનાગઢના નવાબોના બાબી વંશને સ્થાપક. તેઓ મૂળ અફઘાનિ. સ્તાનના વતની હતા. હુમાયુ શેરશાહથી નાસી ઈરાનમાં ગયો અને ત્યાંથી કાબુલ આવ્યો ત્યારે * તેઓએ તેને મદદ કરેલી અને તેની સહાયથી ભારતના બાબ-દરવાજા-ખુલ્લા થયા તેથી તેણે બાબી એવું ઉપનામ આપ્યું. તે ઉપનામ પ્રથમ પ્રાપ્ત કરનાર બહાદુરખાનના બાપ ઉસ્માનખાન હતા. (વિશેષ વિગતો આગળ આપવામાં આવી છે.) 2. ગાંડલ તો કુંભાજીએ ઇ. સ. ૧૬પ૦માં લઈ લીધું હતું, પણ તે અરડાઈ રહેતા અને સરધાર લેવા માટે પ્રયત્નો કર્યા કરતા. ગાંડલ પ્રાપ્ત કર્યાના વર્ષ માટે થડ તફાવત છે. કુતુબુદ્દીન આવ્યું તે પહેલાં ગોંડલ લઈ લીધું હતું. 3. આ માટે એક દુહે છે કે : મદ છક મેરામણ તણું, કરમી દઉ કુમાર, કુંભે ગઢ ગોંડલ કિયા, સાહેબ ગઢ સરધાર. - 40.