________________ સૌરાષ્ટ્રને દતિહાસ આઝમખાને તેના ઉપર ચડાઈ કરી. જામ લાખાજી સામે જવા માટે પૂરતી તૈયારી કરી હતી અને જામ પણ તે માટે તૈયાર જ હતું, પણ તેણે તેના દાદા જામ સતાજીએ કરી હતી તે ભૂલ ન કરતાં અર્ધમાગે આઝમખાનને મળી પાદશાહના સાર્વભૌમત્વને સ્વીકાર કરી, કેરી છાપવાનું બંધ કરવાનું કબુલ્યું અને આઝમખાનને પોષાક આપી પાછો વાળે. જામ લાખાજી ઈ. સ. ૧૯૪૫માં ગુજરી ગયા. સરધાર: આઝમખાને ત્યાંથી કાઠીઓ પાછળ પડવાનું ધારી સરધારમાં મુકામ કર્યો. ત્યાં વિભાજીના કુંવર મહેરામણજી ગાદી ઉપર હતા. તેણે તેને કાઠીએનું કાસળ કાઢવામાં સહાય કરી. તેથી આઝમખાને તેને કેટલાંક ગામે આપ્યાં. મહેરામણજીને બે રાણીઓ હતી. તેનાં પહેલાં રાણીથી સાહેબજી તથા બીજાં રાણીથી કુંભેજી નામે કુંવરે હતા. સાહેબજીનાં મા વહેલાં ગુજરી ગયેલાં. તેથી તે જામનગર ચાલ્યા ગયેલા અને મહેરામણજી ઈ. સ. ૧૯૫૦માં ગુજરી ગયા ત્યારે - પાછા આવ્યા. તેમને શાહી થાણદારની મદદથી સરધારની ગાદી મળી. ગોંડલ રાજ્યની સ્થાપના : ઈ. સ. 1650 : કુજી ચુડાસમા ઠાકરના ભાણેજ હતા. તેથી તે ત્યાં ગયા અને તેના મામાને મારી ત્યાં ગેંડળ રાજધાની કરી પોતાનું રાજ્ય સ્થાપ્યું. ઔરંગઝેબ : આલમગીરના નામથી પ્રસિદ્ધ થયેલે ઔરંગઝેબ અમદાવાદને સૂબે થયે. તેણે તેની કમી રાજનીતિ અમલમાં મૂકી સોમનાથ અને દ્વારકાનાં દેવળે તેડયાં અને સૌરાષ્ટ્રનાં તીર્થસ્થાનોમાં મૂર્તિપૂજા બંધ કરાવી. સોમનાથ મંદિરમાં મજીદ બનાવી તેને “કૌવતુલ ઈસ્લામ (ઇસ્લામની શક્તિ) એવું નામ આપ્યું. મુરાદ સૂબાપદે : ઈ. સ. 1654 : પાદશાહ શાહજહાંને શાહજાદે મુરાદ થોડા જ સમયમાં પ્રજાપ્રિય થઈ ગયે. તે આળસુ હતો; તેથી તેનું કામકાજ તેના 1. આઝમખાન ગયા પછી કોરી પાછી ચાલુ કરવામાં આવી હતી. 2. જામ લાખાજી અજાજીના કુંવર હતા. તેથી ગાદીના વારસ તે હતા, છતાં તેના કાકા જસાજી ગાદીએ ચડી બેઠા હતા. એક સમયે કચેરીમાં લાખાજી પણ હાજર હતા, ત્યારે અલી વજીરે લાખાજીને “જીયે જામ” કહી જસાજીનો ક્રોધ વહેરી લીધેલ તથા લાખાજી સાચા હકદાર છે તેમ બહાદુરીપૂર્વક કહેલું. પણ લાખાજીએ ગાદીએ આવી અલી વછરને દગાથી કરપીણ રીતે મરાવી નાખેલ.