________________ મુગલ સામ્રાજ્ય 311 ગયા. કચ્છના રાહ ભારમલનાં રાણું લીલાબા તેનાં ફઈ થતાં હતાં. તેની સહાય મેળવી, જૂનાગઢના શાહી સૂબાને ઘેઘા ઉપરને હક્ક લખી આપી ગોવિંદજી સામે ઈ. સ. 1632 માં લડાઈ શરૂ કરી; પણ ગોવિંદજી એ જ વર્ષે મરણ પામે અને તેના પુત્ર છત્રસાલે રાજ્યપદ ધારણ કર્યું. તક શોધતા કાઠી સામત ખુમાણે આ કોટુંબિક ઝઘડામાં ઝંપલાવી છત્રસાલને ઊંઘતા ઉપાડી જઈ અખેરાજજીને સેંપી આપે. તેણે છત્રસાલને માફી આપી તથા ભવિષ્યમાં શાન્તિ રહે તે માટે તેને કુકડ તથા દીહાર એ બે ગામો આપ્યાં. કાઠીઓએ ગારિયાધાર પાછું સર કર્યું અને મેંઘણજી નિરાધાર બન્યા. પણ સિહોરના નાગર દીવાન રામજી દેસાઈએ અખેરાજજીની આજ્ઞાથી કાઠીઓને હરાવ્યા અને નોંઘણજીને ગારિયાધાર ઍપ્યું. ઘોઘાની ચાથ : રામજી દેસાઈએ દીલ્હી જઈ ઘોઘા બંદર ઉપર જગતમાંથી ચોથ લેવાની સનદ મેળવી અને ભાવી ભાવનગર રાજ્યના પાયા નાખ્યા. જહાંગીરનું મૃત્યુ: સર્વ સત્તા હસ્તગત કરવા ખુર્રમે બંડ કર્યું, પણ તેમાં તેને નિષ્ફળતા મળી. પરંતુ તેને દીલ્હી બહુ દૂર ન હતું. ઈ. સ. ૧૯૨૮માં જહાંગીર મૃત્યુ પામ્યો અને ખુર્રમ શાહજહાં એવું નામ ધારણ કરીને ગાદીએ આવ્યું. સત્યાસીઓ દુકાળ : સંવત 1687 એટલે ઈ. સ. ૧૬૩૧માં ભયંકર દુકાળ પડશે. ઈતિહાસકાર નોંધે છે કે “માણસે પિતાનાં જ છોકરાં રોટલા સારૂ વેંચ્યાં અને ' કૂતરાં અને બિલાડાં મારીને માણસોએ ખાધાં. લડાઈઓમાં પાયમાલ થયેલી પ્રજાને નિભાવવાનું સાધન ન હતું અને હતું તે મદદ પહોંચાડવા સાધન ન હતું. તેમાં લાખ માણસ મરી ગયા અને લાખ માણસોએ ધર્મ પરિવર્તન કર્યું. દેશમાં અંધાધૂધી લૂંટફાટ વધી ગયાં. ધંધૂકા-ધોળકા અને સરખેજ સુધી કાઠીઓનાં પાળ ધાડ પાડવા લાગ્યાં. દેશમાં અશાંતિ વ્યાપી ગઈ. આઝમખાન : આવા સંજોગોમાં ગુજરાતમાં પ્રસિદ્ધ થયેલો આઝમખાન સૂબે અમદાવાદ નિમાઈને આવ્યા તેણે, રાણપુરને ગઢ સમરાવ્યું અને લૂંટફાટ ઉપર કડક અંકુશ મૂક્યું. જામ લાખાજી : જામ લાખાજીએ તેના કાકાની પ્રણાલિકા પકડી રાખી, પિતાનું સૈન્ય મજબૂત બનાવી, સ્વતંત્રતા જાહેર કરી. તેણે પાદશાહને ખંડણી ભરવી બંધ કરી, એટલું જ નહીં પણ નાનાં રાજા પાસેથી ખંડણી વસૂલ કરી પિતાનું ચલણ તેણે સૌરાષ્ટ્રમાં ચાલુ કર્યું. સૌરાષ્ટ્રમાં દિલ્હીની સત્તાને ઉઘાડે છેગે અનાદર થ અને જામ લાખાજીએ એક સ્વતંત્ર રાજા તરીકે રાજ્ય કરવા માંડયું. તેથી