________________ મુગલ સામ્રાજ્ય 300 લખતર, વઢવાણ, વાંકાનેર રાજ્યની સ્થાપના : ઈ. સ. 1628-1630 રાજ ચંદ્રસિંહજી ઈ. સ. ૧૬૨૮માં ગુજરી ગયા ત્યારે પૃથ્વીરાજજી અમદાવાદમાં કેદ હતા. તેથી તેમના તથા કુંવરે સુલતાનજી તથા રાજીના હક્કની અવગણના કરી ચંદ્રસિંહજીના ત્રીજા કુંવર આશકરણજી હળવદની ગાદીએ બેઠા, પણ તેમના ભાઈ અમરસિંહજીએ તેમને ઇ. સ. ૧૬૩૪માં મારી હળવદની ગાદી સ્વાધીન કરી. અને તેના બીજા ભાઈ અભયસિંહજીને લખતર, રામસિંહજીને માથક અને રાણાજીને કુડા આપ્યાં. લખતર રાજ્યની સ્થાપના ત્યારથી થઈ. આ વિષયમાં એવી પણ કથા છે કે બાદશાહી ફેજે શિયાણી લીધું. તેને ગિરાસિયે અદેજી હળવદ આવ્યું અને ચંદ્રસિંહજીને આશ્રયે રહ્યો. અજી પણ શૂરવીર પુરુષ હતા. ચંદ્રસિંહ તેને માનપાનથી રાખતા. તેમાં તેને તથા પૃથ્વીરાજજીને બેલચાલમાં તકરાર થઈ અને પૃથ્વીરાજજીએ તેને લૂંટી લેવા આજ્ઞા આપી. રાજ ચન્દ્રસિંહજીએ તેને શરણે આવનારને રક્ષણ આપવાના ક્ષાત્રધર્મની યાદ આપી તેથી પૃથ્વીરાજજી રીસાઈને ચાલ્યા ગયા, એટલું જ નહીં, પણ વઢવાણ જઈ તેમણે જૂનાગઢથી શાહી ખજાને દીલ્હી જતો હતો તે લૂંટી લીધે. તેથી અમદાવાદના સૂબાએ એક સૈન્ય મેકહ્યું; પણ પૃથ્વીરાજજી હાથમાં આવ્યા નહીં; તેથી તેણે ઈનામ જાહેર કર્યું. આખરે તે પકડાયા અને તેમને અમદાવાદ લઈ જવામાં આવ્યા અને ત્યાં નજરકેદ રાખવામાં આવ્યા. પૃથ્વીરાજજી અમદાવાદથી પાછા આવ્યા જ નહીં. તેમનું મૃત્યુ કેદખાનામાં જ થયું. તેમના કુંવરે સુલતાનજી તથા રાજે છે તેમનું મોસાળ ભડલી હતું ત્યાં ગયા અને જામ લાખાજીની એથે બહારવટું ખેડયું તથા વાંકાનેર મહિયા તથા બાબરિયા પાસેથી જીતી લઈ ત્યાં પોતાની ગાદી સ્થાપી. તેણે હળવદનાં ઘણાં ગામો ઉજ્જડ કર્યા અને હળવદની ગાદી પિતાને પાછી ન મળે ત્યાં સુધી જંપીને ન બેસવાનો નિશ્ચય કર્યો. રાજીને પ્રથમ દેવડી મળ્યું, પણ રાજી પરાકમી પુરુષ હતા. તેણે વઢવાણ જીતી લીધું તથા ત્યાં ઈ. સ. ૧૯૩૦માં ગાદી સ્થાપી. ભીમગુડાની લડાઇ : સુલતાનજીને પરાજિત કરવા રાજ અમરસિંહજીએ મોટું લશ્કર લડાઈમાં ઉતાર્યું અને મૂળીના પરમારની સહાયથી તેણે વાંકાનેરનાં ગામ બાળ્યાં. પણ સુલતાનજી સાથે ચડયા અને મૂળીના પરમારને મેદાનમાં મારી, તેમની 1. વઢવાણ, લખતર તથા વાંકાનેર રાજયની સ્થાપના સજ ચંદ્રસિંહજીના મૃત્યુ પછી થઈ તે નિર્વિવાદ છે. તેમનું મૃત્યુ ઇ. સ. ૧૬૨૮માં થયું. એટલે વઢવાણ તથા વાંકાનેર રાજ્ય . સ. 1630 લગભગ સ્થપાયાં અને લખતરનું રાજ્ય પણ તે જ અરસામાં સ્થપાયું. વાંકાનેરનું રાજય ઈ. સ. ૧૯૪૫માં સ્થપાયાનું કેટલેક સ્થળે લખાયું છે; પણ તે બંધબેસતું નથી.