________________ મુગલ સામ્રાજ્ય : 307 જામ જસાજીનું મૃત્યુ : ઈ. સ. 1624 : સૌરાષ્ટ્રમાં એક મહાન રાજ્ય સ્થાપી શકે તેવી શકિત ધરાવતા જામ જસાજી જેવા સાહસિક દૂરંદેશી રાજ્યનીતિજ્ઞ પુરુષનું ઈ. સ. ૧૯૨૪માં ઝેર દેવાયાના કારણે મૃત્યુ થયું અને મુગલ શહેનશાહ જહાંગીર અને તેના શાહઝાદા ખુમના કલેશના કારણે આવી મળેલી તક ઝડપી છે લેવાની જામ જસાજીની મુરાદ બર ન આવી. જામ જસાજી અપુત્ર હતા; તેથી રાજગાદી ભૂચર મોરીના યુદ્ધમાં વીરગતિને પામેલ તેમના મોટાભાઈના કુંવર લાખાજીને મળી. સોરઠી તવારીખમાં દીવાન શ્રી રણછોડજી કહે છે કે: જામ સતાજીને જામનગર પાછું મળ્યું, પરંતુ ત્યાં પાદશાહી અમલદાર રહેતા અને જામ સતાજીને તેની આજ્ઞા પ્રમાણે ચાલવું પડતું. આ દુ:ખ દૂર કરવા જામ જસાજીને ગાદીએ બેસાડી દીલ્હી ગયા અને ત્યાં પોતાના વિલક્ષણ અને પ્રતિભાશાળી વ્યક્તિત્વથી જહાંગીર 1. આ વિષયમાં એવી વાર્તા કહેવાય છે કે જામ જસાજી તથા તેનાં રાણી શેતરંજ રમતાં હતાં. રાણું હળવદના રાજ ચન્દ્રસિહજીનાં બહેન થતાં હતાં. રમતાં રમતાં જામ જસાજીએ , તેને ઘોડે મારી આનંદમાં મશ્કરી રૂ૫ મગરૂબી બતાવી. તેથી રાણીજીએ કહ્યું કે “એક સ્ત્રીને શેતરંજને ઘડે મારી શું અભિમાન ન્યો છે? મારા ભાઈ રાજ ચન્દ્રસિંહને ઘોડો લઈ આવે તે માનું કે તમે શુરવીર છે?" વિનંદની વાતનું માઠું પરિણામ આવ્યું. અને જામ જસાજીએ મનમાં ચંદ્રસિંહને મારવા પણ લીધું. પણ રાજા ચન્દ્રસિંહ બળવાન હતા અને જામ પિતાની શક્તિ તેની સામે વેડફી નાખવા માગતા ન હતા. તેથી શંકરદાસ નામના નાગર અમલદારને ચન્દ્રસિંહજીના કુંવર ગુજરી જતાં ખરખરા નિમિત્તે મોકલ્યા અને તેણે આપેલી સુચના મુજબ દગાથી ચન્દ્રસિંહજીને કેદ કર્યા. રાજ ચંદ્રસિંહજીને જામે મારી નાખવા ઇરછા કરી, પણ શંકરદાસે તેને વચન આપેલું કે તેને સલામત પાછા લઈ આવશે. તેથી જસાજીને ક્રોધ વહેરી, તેને છોડાવી હળવદ મેકલ્યા. આ અપમાનને બદલે દગાથી લેવા ઝાલી રાણીએ જામ જસાજીને ઝેર આપ્યું. 2. ‘વિભાવિલાસ' નામના ગ્રંથમાં એમ જણવેલું છે કે જામ સતાજીએ જસાજીને તેના મામા જોધાજી સોઢા તથા ભાઈ રણમલજી સાથે દીલ્હી મોકલ્યા હતા. ત્યાં રૂસ્તમખાન નામના અમીર સાથે પિતાને મૈત્રી હતી તેથી તેના ઉપર ભલામણ લખી આપી. રૂસ્તમખાનના કહેવાથી જામે દાઢી રાખી હતી. બન્નેને ભાઈઓ જે સંબંધ હતો. તેથી દીલ્હીમાં રૂસ્તમખાને , તેને મદદ કરી. બેગમને શાહજાદ ગુજરી ગયો હતો, પણ જસાજીની અણસાર તેને મળતી આવતાં બેગમે તેની તરફ માતાને પ્રેમ દેખાડ; બને માતાપુત્રની જેમ સાથે રહેતાં. પણ બાદશાહ પાસે કોઈએ તેઓના સંબંધ બાબત ચાડી ખાતાં બાદશાહે જસાજીને મારી નાખવા બેલાવ્યા. જયારે બાદશાહને ખબર પડી કે તે વજકોટ પહેરે છે ત્યારે રાજી થઈ. તેણે રાજ્ય પાછું આપ્યું, જસાજીને ભેટ આપી અને બેગમે હળાહળ ઝેર ભરેલું માદળિયું સંકટ સમયે કામ આવે તે માટે આપ્યું, કે જે માદળિયાના ઝેરથી તેનું મૃત્યુ થયું. '