________________ 305 મુગલ સામ્રાજ્ય ગયા. તેના પાટવી અજોજી ભુચરમોરીના યુદ્ધમાં કામ આવી ગયેલા અને તેને લાખાજી તથા વિભાજી નામના કુંવરો હતા. તેના હકકનો અનાદર કરી સતાજીના બીજા પુત્ર જસાજી ગાદીએ બેઠા. જસાજીના નાના ભાઈ વિભાજી હતા. તેને કાલાવડ પરગણું આપ્યું. સરધારનું પતન : સરધારમાં વાઘેલા ઠાકરનું રાજ્ય હતું. તે પિતાના દેશની આબાદી કરવા કરતાં પાડોશના પ્રદેશો લંટી પોતાની આવક વધારવા તરફ વિશેષ લક્ષ આપતા. પરિણામે સરધારની આજુબાજુના પ્રદેશની પ્રજા કંટાળી ગઈ હતી. તેથી કાલાવડમાં વિભાજીએ સ્થિર થઈ જામ જસાજીની સહાયથી સરધાર ઉપર ચડાઈ કરી. સરધાર તાબે ચીભડા ગામે તેનું મોસાળ હતું. તેથી પ્રદેશથી તેમજ પ્રજાથી તે પરિચિત હતાં. વળી, પ્રજા ત્રાસી ગઈ હતી એટલે વિભાજને સરળ વિજયની આશા હતી; પણ વાઘેલાએ ઘણું પ્રબળ હતા. તેઓએ ચુડાસમા પાસેથી મેંડળ અને વીરપુર સુધીને પ્રદેશ જીતી લીધું હતું. સરધારના રાજ્યમાં સાતસો જેટલાં ગામ હતાં અને ભરપૂર ઘનમેષ હતો. તેથી વિભાજીએ સરધાર જીતવાનું કામ તે માનતા હતા તેટલું સરળ ન જણવાથી જામ જસાજી દ્વારા પાદશાહી સૂબાની સહાય માગી. સૂબાને સ્થાને તે સમયે શાહજાદે ખુર્રમ હતું. તેણે સહાય ન આપતાં સરધાર ઉપર ચડાઈ કરવા સનંદ આપી. તેથી વિભાજીની વિટંબણુ વધી, તેની હિમ્મત આ યુદ્ધ ખેલવાની થઈ નહીં; તેથી સરધારના ઠાકોર અને અન્ય સરદારને પિતાને ત્યાં જમવા નોતરી, દગાથી મારી, સરધારને કબજે કરી લીધો - શાહજાદા ખુરમે જ્યારે આ વાત જાણી ત્યારે તેણે સરધારમાં પિતાને થાણદાર મૂકી વિભાજીના અધિકારનો ઈન્કાર કર્યો. પિતાની કરેલી મહેનત ધૂળમાં જતી જોઈ વિભાજીની વિમાસણ વધી; પણ આ અંધાધૂંધીને લાભ લઈ કાઠીઓનાં ધાડાં વાઘેલાના પ્રદેશમાં લૂંટફાટ માટે ફરી વળ્યાં. સરધારના થાણદારનાં સને તેણે પજવવા માંડયાં અને આખરે વિભાજીની સહાયથી મુગલોએ કાઠીઓને જેર કર્યા. આ કરીને બદલામાં પાદશાહે તેને રીબડા, અરડેઈ, રીબ, કાલીપાટ વગેરે જેવીસ ગામે ઈનામમાં આવ્યાં અને વિભાજીને સરધાર ઉપર અધિકાર કબૂલ કર્યો પણ થાણદાર તે ચાલુ જ રહ્યો. પિતાને મેટું રાજ્ય મળ્યું તેમાં જામ જસાજીની સહાય હતી, તેથી તેના બદલામાં વિભાજીએ કાલાવડ પરગણું પાછું આપી દીધું.