________________ 306 સૌરાષ્ટ્રને ઇતિહાસ - કાઠીઓ : કાઠીઓનું પ્રાબલ્ય વધ્યું. તેઓ અત્યાર સુધી લૂંટફાટ કરતા અને સાદું જીવન જીવતા. પરંતુ હવે તેઓને પણ રાજ્ય પ્રાપ્ત કરવાની અભિલાષા ઉત્પન્ન થઈ. થાનમાં તેમનું મૂળ મથક હતું. તેમાંથી તેઓ બહાર નીકળ્યા અને સુદામડા, ગઢડા, ભડલી વગેરે ગામમાં નિવાસ કર્યો તથા કમશ: તેના માલિક થયા. બીજી ટેળીઓએ વસાવડ, બગસરા વગેરે ગામે પ્રાપ્ત કર્યા. તેઓની શક્તિને વિકાસ થતે ગયે અને પરિણામે મધ્ય સૌરાષ્ટ્રમાં તેમનું પરિબળ એટલું વધ્યું અને તેઓની બીક એટલી લાગવા માંડી કે સરધારના ઠાકોરે તેમને ભાડલા, જસદણ, ચેટીલા વગેરે ગામો આપ્યાં અને તેના બદલામાં સરધાર તાબાના પ્રદેશમાં તેઓએ ઉપદ્રવ ન કરવા કબૂલત આપી. તે પછી તેઓએ ઈ. સ. ૧૬૦૮માં આણંદપુર વસાવી સોરાષ્ટ્રના મધ્ય ભાગમાં પિતાની સત્તા ચારે તરફ જમાવી દીધી. કાઠીઓ આ પહેલાં જાગી કે તાલુકાઓ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. હવે તેઓએ રાજપતિ થવા મીટ માંડી. - મલીક અંબર : એક તરફથી શાહી સામ્રાજ્ય પ્રબળ અને કપ્રિય થતું જતું હતું અને પ્રજામાં તેની શક્તિ અને સત્તાની પ્રતિષ્ઠા વધતી જતી હતી, ત્યાં દોલતાબાદના વજીર મલેક અંબરે ગુજરાત ઉપર ચડાઈ કરી સુરત અને વડોદરા લૂંટયાં અને દિલ્હીની શહેનશાહતની આબરૂ ધૂળમાં મેળવી દીધી. આ સમયને લાભ રાજાઓએ લીધે. તેઓએ જૂનાગઢના ફેજદારના અધિકારની અવગણના કરી અને તેને ખંડણી આપવાનું બંધ કર્યું. જહાંગીર ગુજરાતમાં : ગુજરાતમાં વિલાઈ જતી પ્રતિષ્ઠાનું સ્થાપન કરવા ઈ. સ. ૧૯૧૬માં જહાંગીરે ગુજરાતની મુલાકાત લીધી. જૂનાગઢના ફેજદાર કાસિમખાને સૌરાષ્ટ્રના રાજાઓને દાહોદમાં જહાંગીરની છાવણીમાં જવા આજ્ઞા કરી. જામ સતાજી દાહોદ ગયા અને ત્યાં જહાંગીરને નમન કર્યું અને શહેનશાહનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું. તેમણે પાદશાહને 50 કચ્છી ઘડાઓ અને 100 સુર્વણમુદ્રાઓ ભેટ ધર્યા અને પાદશાહે તેમને બે હાથી, બે ઘડા અને હીરાજડિત ચાર વીંટીઓ આપી. શાહઝાદ ખુરમ : જહાંગીરે ગુજરાતમાં શાહજાદા ખુર્રમને સૂબા તરીકે ની. અમે ઈ. સ. ૧૯૨૨માં તેના પિતા સામે બંડ ઉઠાવી દીહી પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો. આ તકને લાભ લઈ જામ જસાજીએ સાર્વભૌમત્વના અંકુશે ફગાવી દઈ પિતાની ટંકશાળમાં કેરીઓ પાડવા માંડી, લશ્કરને રાજવિસ્તાર વધારવા માટે * ચારે દિશામાં રવાના કર્યા અને પાદશાહી સત્તાને ઉઘાડે છોગ અનાદર કર્યો. 1. સોરઠી તવારીખ': દીવાન રણછેડછે. 2. ખુરમ પાછળથી શાહળ હાં નામ ધારણ કરી શહેનશાહ થયો. 3. મુરિલમ ઇતિહાસકારે “મહમુદી' કહે છે. વિગતે પાછળ આપવામાં આવી છે.