________________ 304 સૌરાષ્ટ્રને ઇતિહાસ યાત્રાળુઓ ઉપરના કરવેરા : મીરઝાં ત્યાંથી ઉના તરફ ગયું હોવાનું જણાય છે. ત્યાં પણ તેણે દેસાઈઓની નિમણુક કરી. ત્યાંથી તે પાલીતાણા તરફ ગયે. ત્યાં તેણે પાદશાહ અકબરની આજ્ઞાથી શેત્રુજય આવતા યાત્રાળુઓ પાસેથી લેવાતે કર જજી તથા બીજા વેરા માફ કર્યા. એ રીતે સૌરાષ્ટ્રમાં મુગલ સેનાપતિએ ચારે તરફ ઉદાર નીતિ, ધાર્મિક સહિષ્ણુતા તેમજ ઉમદા વર્તનથી પ્રજા તેમજ હિંદુ રાજાઓ ઉપર સારી છાપ પાડી અને મુગલ સામ્રાજ્યનાં સિન્યની શક્તિને પણ પરિચય આપ્યો. ભુજ વસ્યું : ઈ. સ. 1594 : સૌરાષ્ટ્રના ઈતિહાસમાં અગત્યનું સ્થાન પ્રાપ્ત કરનાર જામ રાવળને કચ્છમાંથી મહમદ બેગડાની સહાયથી કાઢી, રાહ ખેંગારજી પિતાના જ્યેષ્ઠ ભ્રાતા અલીમેજીના હક્કની અવગણના કરી, કચ્છની ગાદી ઉપર બેઠે. આ રાહ ખેંગારજીએ સં. ૧૯૫૦ના માગસર સુદ ૬ના (ઈ. સ. 1594) રેજ ભુજ નામનું શહેર વસાવી, ત્યાં નિવાસ કર્યો અને તેની જૂની રાજધાની લાખિયાર વિયારે ચારણેને દાનમાં આપી દીધી. શહેનશાહ અકબરનું મૃત્યુ : ઈ. સ. 1605 : સૌરાષ્ટ્ર તથા ગુજરાત ઉપર પિતાનું આધિપત્ય સ્થાપી અકબરે ગુજરાતની મુલાકાત લીધી. સુરત અને અમદાવાદમાં રોકાઈ તે દીલ્હી પાછો ફર્યો. અકબરને સૌરાષ્ટ્રમાં આવવાનું સરજાયું ન હતું. તે દીલ્હીમાં ૧૬૦૫માં ગુજરી ગયે અને શાહઝાદ સલીમ જહાંગીર નામ ધારણ કરી હિન્દુસ્તાનને શહેનશાહ થયે. સોરઠ : સોરઠને ફોજદાર નવરંગખાન એક કાબેલ રાજનીતિજ્ઞ અને કુશળ સેનાની હતા. તેણે અકબરની રાજનીતિ પ્રમાણે પ્રાંતમાં સારે બંદેબસ્ત રાખે અને પરિણામે સૌરાષ્ટ્રમાં ઈ. સ. ૧૫૯૧થી ઈ. સ. 1605 સુધી, એટલે લગભગ - 15 વર્ષના ગાળામાં શાન્તિસુલેહ જળવાઈ રહ્યાં. યુદ્ધો, અવ્યવસ્થા અને અંધાદૂધીને સમય જાણે પૂરો થયો હોય તેમ જણાયું. જામનગર : પાદશાહ અકબરનું મરણ થતાં જામે ફરીથી સ્વતંત્ર થવા પ્રવૃત્તિ શરૂ કરી. જહાંગીરને રાજઅમલ અકબર જે સચેત નહતો. એટલે તેને આ કામ બહુ મુશ્કેલ ન જણાયું; પણ તે માટે હજુ અનુકૂળ સમય આવ્યો ન હતા. જામ સતાજી કોઈ પણ પ્રગતિ કરે તે પહેલાં ઈ. સ. 1608 માં તે ગુજરી 1. ઉનાના શાહબાગને સં. 16 52 (ઈ. સ. ૧૫૯૬)ને લેખ. આ વેરાઓ જૈનાચાર્ય શ્રી. હિરવિજય સુરીશ્વરના પ્રયાસથી માફ થયા હતા. અકબર તેમને પૂજ્ય ભાવથી વંદતા.