________________ પ્રકરણ આઠમું મુગલ સામ્રાજ્ય ભુચરમોરીના ભયંકર રણસંગ્રામમાં મુગલ સમ્રાટને જય થ અને સૌરાષ્ટ્રના હતભાગી હિન્દુ રાજાઓએ સદા માટે તેના સામે માથું ઊંચકવાની અને સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની કે પોતાની ગત પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરવાની આશા મૂકી દીધી. અકબરે જે રાજનીતિ અપનાવી હતી તેને અનુસરીને જામનગર જામ સતાઅને પાછું મળ્યું અને તેમણે પાદશાહનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું. ગોહિલને રાજવિસ્તાર જેમને તેમ હતું. ઝાલાઓએ પણ કાંઈ ગુમાવ્યું નહિ, પરંતુ રાહઝાદા ખેંગારે સ્વતંત્ર થવા પ્રયત્ન કરેલું. તેથી તેને શીલ, બગસરા, કેદ અને ચોરવાડ ગ્રેવીસી આપી અને તેને ત્યાં રહેવા માટે હુકમ કરવામાં આવ્યું. જૂનાગઢ ખાલસા કરવામાં આવ્યું. મુગલેની રાજ્યપદ્ધતિ પ્રમાણે સરહ “સરકાર બન્યું અને ત્યાં નવરંગખાન નામને ફેજદાર નિમાઈને આવ્યો. નવું બંધારણ : મુગલાઈ સ્થપાતાં જ રાજા ટેડરમલે મેજર્ણ કરી અને તેની મહેસૂલી પદ્ધતિ અમલમાં આવી. સેરઠમાં દેસાઈગીરીની સ્થાપના થઈ. મહેસૂલની વસૂલાત તથા તે અંગેની કામગીરી માટે અમલદારો નિયુક્ત કરવામાં આવ્યા. મીરઝાં અઝીઝ કોકલતાશ ઈ. સ. ૧૫૯૪માં પ્રભાસપાટણ ગયે અને મુસ્લિમ ઇતિહાસમાં પહેલી જ વાર વિજેતાઓએ સોમનાથના દેવાલયના ખંડિયેર ઉપર પ્રહાર ન કર્યો. 1. રાહઝાદા ખેંગાર ઇ. સ. ૧૬૦૮માં ચોરવાડમાં ગુજરી ગયો. તેના વંશજો હાલ , સેદરડા વગેરે ગામોમાં છે. 2. ફેજદાર ગવર્નર જેવો અધિકારી હતા. 3 મીરઝાં પ્રભાસ ગયો ત્યારે ત્યાંની પ્રજાએ એક સભા ભરી તેને સત્કાર કર્યો. તે સભામાં શહેરની કાઝીએ કાવ્યમાં ભાષણ કર્યું. તેમાં એવી માગણી કરી કે આ શહેરમાં સોમનાથનું મંદિર છે તે તોડી નાખવું તથા કાફર જઈ પહેરનારાઓ છે તેને કતલ કરવા. (દર ઇન શહેર બુતખાનએ સોમનાથ અસ્ત, હમે કાફરન્દો હમે બુતપરસ્ત– અદઝમકુનીમ ઇન કરે બેશિકન તબર બરદુરે ઝન્નારદાર બેઝન વગેરે) પણ અકબરની રાજનીતિ ધમસહિષ્ણુતાની હતી. મીરઝાંએ દેવળો તોડયાં નહિ. તેણે લેખકના પૂર્વજ રાઘવજીને દેસાઈગીરી આપી. આ પ્રસંગની રસિક વિગતે માટે જુઓ “પિતૃતર્પણ”,