________________ સૌરાષ્ટ્રને ઈતિહાસ દારે કાં તે જૂના ઠાકર હતા, અથવા સૈન્યમાં મોટા હા ધરાવતા સરદારો અને સુલતાનની પાસે રહેતા અમીરે હતા. તેઓ રાજ્યને લશ્કરી સહાય આપતા અને ઉપરથી જમા આપતા અને બદલામાં ખેડૂત પાસેથી અને તે સિવાયના વર્ગ પાસેથી રાજભાગ લેતા અને તે ઉપરાંત વેરા વસૂલ કરતા. તેમ છતાં કેટલાક ખાલસા વિસ્તારમાં રાજ્ય તરફથી ખેડૂત પાસેથી પરબારે ભાગ લેવા અને તે માટે “દીવાન નામને સર્વોચ્ચ અમલદાર રાજધાનીમાં રહી દેખરેખ રાખતે. દીવાનની નીચે કોઈ પગારદાર અમલદાર રહેતા નહિ અને ઈજારાથી અથવા સમયે સમયે બદલાતા માણસે કરવેરા ઉઘરાવી લેતા. તે કામ માટે લશ્કરે પણ જતાં. કરવેરા ભરી ન શકનારને અપાર શારીરિક ત્રાસ આપવામાં આવતા. મણિસને મારી પણ નાખવામાં આવતા અને ગામનાં ગામ બાળી પણ દેવામાં આવતાં. અલાઉદ્દીન ખીલજીએ આ પદ્ધતિમાં સુધારો કરી “આમીલ નામને અમલદાર નીમે. તે તાલુકા જેટલા વિસ્તારમાં નિયમિત વસૂલાત કરતે. ગુજરાતમાં સુલતાનના રાજ અમલમાં દીવાન અને આમીલ હતા. રાજ્યનાં આવક–ખર્ચને હિસાબ રાખવામાં આવતે અને વસૂલાતમાંથી સ્થાનિક વહીવટી ખર્ચ કાપી વધારે રાજધાનીમાં મોકલી દેવામાં આવતે. સુલતાન અહમદ પહેલાએ વાંટા પદ્ધતિ દાખલ કરી, સ્થાનિક ઠાકરે તથા જમીનદારોને ચોથે ભાગ રાખી ગામો રહેવા દીધાં અને મહમુદ ત્રીજાએ તે ખાલસા કરી લીધા. સૈન્ય : રાજ્યનું મહત્ત્વનું અંગ સૈન્ય હતું. સેન્યાધિપતિ તરીકે સુલતાનની જેના ઉપર કૃપા હોય તે સરદાર રહેતે. ખરી રીતે સમસ્ત સૈન્યનો મુખ્ય સેનાપતિ કઈ હતે જ નહિ. સુલતાન તે કામ જાતે કરતા. સુલતાનના સૈન્યમાં હિંદુઓને સ્થાન ન હતું. ગુજરાતની સેનામાં તુકે, પઠાણ, આર, અને વાર્તર લેકે હતા. તે ઉપરાંત ઈટાલી, રશિયા, આમીનિયા વગેરે યુરોપના દેશમાંથી પકડાઈ આવેલા ગુલામે અને ભાગી આવેલા પરદેશીઓ ઈસ્લામ સ્વીકારી ગુજરાતના સૈન્યમાં દાખલ 1. ગામ ખાલસા થતાં રજપુત ઠાકરેએ બહારવટાં કર્યા. તેથી આવાં ગામો ખાલસા ન કરતાં ત્રણ ભાગ ખાલસા અને એક ભાગ ઠાકોરને આપ્યો. ખાલસા ભાગને તળપદ કહેતા. અને તે સિવાયના ભાગને વાંટ કહેતા. 2. જેણે સુલતાનની હકૂમત સ્વીકારી તે હિંદુ ઠાકોરો જમીનદાર કહેવામાં આવતા. (મિરાતે અહમદી.) 3. અસફઅલીની સલાહ ઉપરથી મહમુદ ત્રીજાએ ઈ. સ. ૧૫૪૫માં આ વાંટા પણ ખાલસા કરી લીધા અને તેથી પ્રજામાં ઘણે અસંતોષ ફેલાય. અકબરે તે વાંટા પાછા આપ્યા. 7 .