________________ 298 સૌરાષ્ટ્રને ઇતિહાસ આ ઉપરાંત રાજ્યના અમલદારની ફેરબદલી, નિમણક તથા બરતરફીને પત્રવ્ય વહાર પણ તે ખાતા દ્વારા થતો. કાયદો અને વ્યવસ્થા : કાયદે તે સરાહ-મુહમ્મદીને જ હતું. કુરાનના ફરમાન તેમજ હદીસ અનુસાર ન્યાય તે; પણ વારસા, હિસ્સા, લગ્ન, ભાગીદારી વગેરેમાં હિંદુઓને હિંદુ શાસ્ત્ર પ્રમાણે વર્તવાની છૂટ હતી. કાયદાનો અમલ કાજીઓ કરતા અને “ખાદીમે સરાહ”નું બિરુદ પિતાના નામ આગળ લખતા અને હિંદુઓને ગમે તેવી છૂટ હોવા છતાં જ્યાં એક પક્ષકાર મુસ્લિમ હોય ત્યાં સરાહ પ્રમાણે ન્યાય આપતા. અપીલ થતી નહિ. હુકમને અમલ સત્વર થતો. વગદાર માણસને ન્યાય વ્યવસ્થા : પોલીસનું કામ કોટવાળ કરતા. તેઓ ગુન્હ પકડતા અને ગુન્હો ન બનવા પામે તેનું ધ્યાન રાખતા. શહેર બહારના માર્ગો ઉપર તેમજ વનવગડામાં બનતા ગુન્હાની તપાસ રાખવા બદલ ખાસ અમલદારે રહેતા. બીજા ખાતાંઓ : આ ઉપરાંત “દીવાને રયાસત એટલે બજારભાવ, તેલ-માપ, હરીફાઈ વગેરે માટે એક ખાતું હતું. જળમાર્ગ અને સમુદ્રમાર્ગ માટે ધ્યાન રાખવા અમીર-ઉલ-મુલ્ક નામ અમલદાર રહેતા અને ખેતીવાડી અને બાગબગીચાનું ખાતું “અમીરે કોઈ નીચે હતું. આ તમામ ખાતાઓમાં ઊંચા પદ ઉપર માત્ર મુસ્લિમોની નિમણુક થતી. નાની જગ્યાઓ ઉપર હિન્દુઓ હતા કે નહિ તે ખાસ જણાતું નથી, પણ તેમ કર્યા સિવાય તંત્ર ચાલે તેમ હતું નહિ. નોકરને પગાર મળત. તેઓને ડાયરી લખવી પડતી, રેજેરોજનો રિપોર્ટ સુલતાનને આપવો પડે અને તેઓની કસૂર માટે તેમને સજા કરવામાં આવતી. ચલણ: સુલતાનના રાજ અમલના આરંભકાળમાં આ દેશમાં જૂના સિક્કા ચલણમાં હતા. ગધેયા, દિલ્હીના રૂપિયા અને ત્રાબિયા કે દેકડા ચાલતા. ટંકા કે ટકા નામને ચાંદીના સિક્કો પણ ચાલતે. અહમદશાહ અમદાવાદની સ્થાપના કરી, ત્યાં એક ટંકશાળ સ્થાપી, તેમાં ટકા તથા ત્રાંબિયા પાડયા. અને તે પછી ઈ. સ. ૧૪ર૭માં ઈડર પાસે અહમદનગર વસાવી, ત્યાં ટંકશાળ સ્થાપી, ત્યાંથી સિક્કાઓ પાડવા માંડયા. પરંતુ આ સિકકાઓનું ખાસ નામ કે એકધારું વજન હતું નહિ. તેથી મહમદ બેગડાએ જૂનાગઢ તથા ચાંપાનેર જતી, ત્યાં ટંકશાળ રથાપી, “મહમુદી” નામને