________________ ગુજરાતના સુલતાને 97 થઈ ગયા હતા. તેમ છતાં હિંદુઓ ઈસ્લામ અંગીકાર કરતા તે તેમને સેનામાં સ્થાન મળતું. સૈનિકનાં હથિયામાં બાણ, કમાન, તલવાર, ભાલાં તથા બંદૂક હતાં. પિોર્ટુગીઝનું પ્રાબલ્ય વધ્યું અને મોગલની ચડાઈઓ આવવા માંડી ત્યારથી સુલતાનેએ તેપખાનું મજબૂત બનાવ્યું અને તોપખાનામાં ઈટાલી અને ઈજીપ્તના નિષ્ણાતેને બોલાવી રાખ્યા. તે પણ બનાવવા માટે તે પ્રકારનું કામ જાણનાર કારીગરોને બોલાવ્યા. નૌકાસૈન્યઃ ગુજરાતનું નૌકાસૈન્ય તે અપ્રતિમ હતું. પોર્ટુગીનો સામને કરવા માટે સુલતાને તેની આમદાનીને ભેટે ભાગ મચી એક અદ્યતન નીકાન્ય ઊભું કર્યું અને ઇજીપ્તના નૌકાનિષ્ણાતેએ સહાય, સૂચના અને સલાહથી તેને વિશેષ સમૃદ્ધ બનાવ્યું. ઘેરે ઘાલવામાં અને મેદાનની લડાઈ લડવામાં જૂની પદ્ધતિ જ ચાલુ હતી. કિલ્લે તેડવા ઊંટને તેમજ પથ્થર ફેંકવાના યંત્રને ઉપયોગ થતું. સુરંગથી કિલા તેડવાના પ્રયેાગ પણ થતા. લશ્કરીઓને ગણવેશ હતો નહિ, એક જ પ્રકારનાં હથિયાર પણ ન હતાં. જેને જે ફાવતું હોય તે હથિયાર ધારણ કરે અને ફાવે તે ઘોડા ઉપર બેસે. લશ્કરો રાજધાનીથી દૂર રહી લડતાં હોય, છતાં માસામાં રાજધાનીમાં આવતાં અને સુલતાન તથા તેના સેનાપતિએ તેની તપાસ લેતા. યુદ્ધોમાં મરાઈ ગયેલા સૈનિકોનાં કુટુંબોને સહાય આપવામાં આવતી. સૈનિકે ને પગાર મળતું નહિ, પણ લૂંટફાટમાંથી ઈસ્લામી સરાહ મુજબ ભાગ મળતા; પણ પાછળના સમયમાં લૂંટમાંથી ભાગ આપવાનું બંધ કરી પગાર પણ કરવામાં આવ્યા હતા. આ પગારની રકમ વરસમાં એક દિવસ સિન્ય રાજધા- નીમાં પાછું આવે ત્યારે ચૂકવાતી. સૈનિકના ઝઘડા “કાઝીએ લશ્કર” પતાવતા. ગૃહખાતું : વર્તમાન સમયમાં જેને ગૃહખાતું કહેવામાં આવે છે તેવું દફતરે ઈન્શા નામનું ખાતું હતું. તેમાં સુલતાન પાસે લેકેની અરજે પહોંચાડવાનું તથા સુલતાનની આજ્ઞાઓ પ્રજાને તેમજ તાબાના માણસોને પાઠવવાનું કામ થતું.. 1. ફીરંગખાન, લંગરખાન, મલેક અયાઝ, રૂમખાન વગેરે. 78