________________ ગુજરાતના સુલતાને 25 હતી તેના સંસ્કાર તેનામાં આવ્યા. દિલ્હીના સુલતાને પવિત્ર કુરાનના કાયદા પ્રમાણે રાજ ચલાવવાનો દાવો કરતા અને તેઓ ખલકાના પ્રતિનિધિઓ છે તેમ માનતા. પણ ખરી વસ્તુસ્થિતિ જુદી જ હતી. ભારતમાં આવેલા મુસ્લિમે અરબ, ઈરાની અને અફગાન લેહીના હતા. ખિલાફતમાં ઘણા ફેરફાર થઈ ગયા હતા. મધ્ય એશિ- - યાની જંગલી રાજ્યવ્યવસ્થાની આંગતુક ઉપર પૂરતી અસર હતી. અને હિંદુસ્તાનના રિવાજે, ધર્મ અને કાયદાઓને ભૂંસી નાખવાનું સહેલું ન હતું. આ બધાં તેમાંથી સુલતાનની વ્યવસ્થા જન્મ પામી; અને એક અનિયમિત, અવ્યવસ્થિત અને અનિશ્ચિત પદ્ધતિ તેમાંથી આકાર પામી આ પદ્ધતિમાં કઈ લિખિત કાયદો હતો નહિ. “મારે તેની તલવાર” એ સૂત્રાનુસાર જે વિશેષ શક્તિશાળી હોય તે ગાદીપતિ થાય અને જે ગાદીપતિ હોય તેની મરજી તે કાયદે ગણાય તેવી સર્વસામાન્ય માન્યતા થઈ ગઈ. એક જ સરખા ગુન્હા માટે એકને દેહાંત દંડની સજા થતી ત્યારે બીજાને માત્ર ઠપકો જ મળત. પ્રજાની આબાદી ધર્મપ્રચાર પાસે ગૌણ બની; પરંતુ સ્વશાસનના અને સત્તા ટકાવી રાખવાના પ્રયત્ન પાસે ધર્મપ્રચારની ભાવના પણ ગૌણ બની ગઈ. સુલતાનની પરિસ્થિતિ તે રીતે વિકટ બની. જો તેઓ ધર્મપ્રચાર માટે માત્ર મુસ્લિમ ઉપર વિશ્વાસ રાખી ગેરમુસ્લિમ ઉપર માત્ર તલવાર ચલાવે તે પ્રજાને મોટે ભાગ હિંદુઓનો હોઈ તેમની સ્થિતિ જોખમાય. જે તેઓ માત્ર ધાર્મિક નીતિ જ અખત્યાર કરે તે રાજતંત્ર ચાલે નહિ. એટલે તેઓએ એક માનસિક સમાધાન કર્યું. “વિજેતાઓ અને પરાજિત થયેલી પ્રજા કદી ભળી શક્યા નહિ, પણ તેઓ એકબીજાને સારી રીતે સમજવા લાગ્યા. વિજેતાઓ પરાજિતેને તેમને સર્વથા નાશ કરવાનું શકય હોય તે પણ તેઓ બહુ ઉપયોગી છે, તેમ જાણી શક્યા.” પરિણામે રાજા અને પ્રજા વચ્ચે એક પ્રકારની સમજણ થઈ ગઈ. સુલતાની મરજી ઉપર ચાલતે કાયદે અને તેની કઠિનાઈ પ્રજા સહન કરવા તૈયાર થઈ ગઈ અને ખિલાફત તથા ધર્મની આજ્ઞાનું પાલન કરવાને દંભ કરતા સુલતાને એક અનિ- * વાર્ય અનિષ્ટ તરીકે પ્રજા ઉપર રાજ ચલાવતા રહ્યા. | મહેસૂલ : સુલતાનની મહેસૂલપદ્ધતિ દીલ્હીમાં પૂર્વકાળના સુલતાનને પગલે સ્થાપવામાં આવેલી. રૈયત અને રાજાની વચમાં જાગીરદાર હતા. આ જાગીર 1. ધ. પ્રવીશ્યલ ગવર્મેન્ટ ઓફ મુગલ્સ : શ્રી. પી. શરણુ. 2. જે દીવાન કે વઝીર હોય તે તેને ગમે તે માણસને વસૂલાત કરવા મોકલી આપો અને કોઈ પણ વ્યવસ્થિત જનાના અભાવે તેની મરજી મુજબ રકમ વસૂલ કરવામાં આવતી. જેમ વધુ રકમ ઉઘરાવે તેમ તેની શક્તિ અને બુદ્ધિ વધુ છે તેમ માનવામાં આવતું.