________________ ગુજરાતના સુલતાને રાહ માંડલિક, પતાઈ રાવળ તથા અન્ય હિંદુ રાજાઓને હરાવી મહમદ બેગડાએ હિંદુઓનાં ધર્મસ્થાનને ધરાશાયી કરવા, રજપૂતોના ગૌરવને હણવા અને આર્ય સંસ્કૃતિને ભૂંસી નાખવા કમર કસી. હિંદુઓનું વ્યક્તિત્વ અને વાણી સ્વાતંત્ર્ય છીનવી લેવાયું. હિંદુએ પિતાના દેવતાની પૂજા ખાનગી રીતે કેઈને ખબર ન પડે તેમ ઘર બંધ કરી કરવા માંડયા. નવાં મંદિર બાંધવાને તે પ્રશ્ન જ હતું નહિ. આર્ય સંસ્કૃતિનાં પ્રતીક સમાં સુંદર મંદિરને વ્યવસ્થિત વંસ કરવામાં આવે અને સંસ્કૃતિને રાજસત્તાએ નાશ કર્યો. હિંદુઓ ઉપર જજ્યિારે નાખવામાં આવ્યું અને જે મૂર્તિપૂજકે ઇસ્લામ અંગીકાર ન કરે તેમની કતલ કરવાનાં ફરમાન આપવામાં આવ્યાં. હિંદુઓ સામે જેહાદ જાહેર કરવામાં આવી અને ઇસ્લામના સ્થાપન સારુ જાસુસ મોકલી જ્યાં જ્યાં મૂર્તિપૂજા થતી હતી તેની ખબર મંગાવી ત્યાંની મૂર્તિઓને તથા દેવળોને નાશ કર્યો. સુલતાનેએ કુળવાન રજપૂત રાજાઓની કન્યાઓને પિતાના જનાનખાનામાં બેસાડી પૂજતેનાં કુળગોરવ અને અભિમાન હણી નાખ્યાં અને તેમાં જેઓ અડગ રહ્યા તેમને સંપૂર્ણ વિનાશ કર્યો. હિંદુ જમીનદારની જમીને આંચકી લેવામાં આવી, વાંટાઓ ખાલસા કરવામાં આવ્યા અને રાજાઓ ઉપર એ સકંજે કર્યો કે કોઈનામાં સુલતાને સામે થવાની હિમ્મત રહી નહિ. સુલતાનેમાં ધાર્મિક અસહિષ્ણુતા હતી. તદુપરાંત તેમના ધનભને પણ પાર હતું નહિ. જૂનાગઢ, પાવાગઢ, આબુ, દ્વારિકા, વગેરે અનેક સ્થળેથી રાજાઓને, 1. સોમનાથ, દ્વારકા આદિ અનેક મંદિરે તેણે તયાં અને તેડાવ્યાં. પાટણના મહાલયે તેડી તેના પથ્થરોથી અમદાવાદ ચણાયું હતું (અહમદશાહ) “મિરાતે સિકંદરી.' 2. “શહેર વચ્ચે ઘોડા ઉપર બેસીને જવાની કે હિંદુને છૂટ ન હતી અને જેઓ પગે ચાલીને જતાં તેઓને પણ જમણે ખભે લાલ પટી લગાવ્યા વિના લૂગડાં પહેરવા દેતા નહિ. હોળી-દિવાળીના તહેવારનું પૂજન આદિક પ્રસિદ્ધ પાખંડીપણું કરવા દેવાની મને કરી હતી.” (મિરાતે અહમદી.) 3. સુલતાન અહમદશાહે “સિદ્ધપુરનું જવાહર ને ચિત્રોથી રાણગારાયેલું દેવળ જડમૂળથી ખેાદી નંખાવ્યું અને મલિક તુફાનને તાજુ-ઉલ-મુકેના ખિતાબ આપી ગુજરાતનાં તમામ મૂર્તિમંદિરને નાશ કરવા નિમણુંક કરી. (મિરાતે સિકંદરી.) - 4 ફરિસ્તા 5. રાણાજી ગોહિલ, સામંતસિંહ બેહુલ, ભીમજી વાટેલ વગેરે. 6. ફરિસ્તા.