________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ મંદિર, મઠે અને વ્યાપારીઓને દ્રવ્યોષ તેમણે અમદાવાદના રાજમહેલમાં ઠાલવ્યે. કેઈ ગામ, શહેર, રાજા કે પ્રજાને લુંટી લેવાનું કર્તવ્ય તે તેમને મન, સર્વસાધારણ હતું. આમ સુલતાનની રાજનીતિ ધાર્મિક અને આર્થિક દૃષ્ટિબિંદુને મધ્યવતી રાખીને ઘડાઈ હતી. પરિણામે તેઓએ આ દેશમાં અનેક હિંદુઓને ઈસ્લામના અનુયાયીઓ બનાવ્યા, અનેક મંદિરે તેડયાં, અનેક મંદિરમાં મજીદ બનાવી અને આખા દેશને લૂંટી તેમને ખજાને સમૃદ્ધ કરી તેમની જેહાદ અને યુદ્ધોમાં તેને વ્યય કર્યો. આ સમયમાં યુદ્ધો, ખૂને, ખટપટે, લૂટે, પ્રજા ઉપર ત્રાસ અને જુલ્મ સિવાય બીજું કાંઈ જોવામાં આવતું નથી. આવી ઝનૂની, અસહિષ્ણુ અને દૂરંદેશી દષ્ટિરહિત રાજનીતિના પરિણામે ગુજરાતનું નંદનવન ઉજજડ બન્યું જાનમાલની સલામતી રહી નહિ, પ્રજાની નીતિનું ધોરણ પણ તેથી ઘણું નીચું ઊતરી ગયું ગુજરાતમાં મુસ્લિમ સિવાય અન્ય પ્રજાનું જીવન જાનવરના જેવું બની ગયું. રાજની આવક : જૂનાં રજપૂત રાજ્યમાં જમીન મહેસૂલ પદ્ધતિ ભાગામી હોવાનું જણાય છે. ખેડૂત દર વર્ષે જે ઉત્પન્ન કરે તેને ચે કે છઠ્ઠો ભાગ રાજભાગ માટે નીકળતા, પણ રાજ્ય અને ખેડૂત વચ્ચે સીધે સંબંધ ન હતો; વચમાં ઈજારદાર જેવી એક સંસ્થા રાજભાગ ઉઘરાવી આપતી. સુલતાનને જમીન મહેસૂલની આ દેશમાં ચાલતી પદ્ધતિને કાંઈ અનુભવ ન હતા. તેઓએ મુલ્કી, ન્યાય કે વ્યવસ્થાના નિયમે જ કરેલા નહિ. તેઓ મહેસૂલ પણ તલવારના બળે ઉઘરાવતા અને ન્યાય પણ તલવારની ધારથી જ આપતા. એટલે તેમણે ખાસ કઈ પદ્ધતિ વિચારી નહિ. જમીન મહેસૂલ જેવી કાયદેસરની લેતરી કરતાં લૂંટફાટ અને ખંડણીમાંથી તેમને વિશેષ આવક હતી. પૂર્વ ઇતિહાસ : ગુજરાતની સતનતને સ્થાપક મુઝફફર દિલ્હીમાં રેઝ તઘલગના દરબારમાં મોટે થયે હતું. એટલે ફરાઝના સમયમાં જે રાજ્યવ્યવસ્થા, 1. મુરિલમ ઇતિહાસકારોના આધારે આ ધનતેષની ત્રીસ પેટીઓ બહાદુરશાહે તેમના નાસી જતા કુટુંબ સાથે મદીના મેકલી. ત્યાં માગમાં ઈજીપ્તના સુલેમાન પાશાએ તે લૂંટી લીધી. - 2. આ સમયમાં માર્ગે એટલા ભયગ્રસ્ત હતા કે લોકે એકલા મુસાફરી કરી શકતા નહિ અને લુંટાયા સિવાય કઈ વટેમાર્ગુ સહીસલામત રીતે પંથ કાપી શકતે નહિ. (કુરિસ્તા) 3. મુઝફફરનાં માતા-પિતા હિંદુ હતાં. તેને પિતા સહારન પંજાબને ટાંક શાખાને ક્ષત્રિય હતા. તેની બહેન ફિરોઝને પરણાવી તેણે ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. તેને વાછ ઉલ મુશ્કનો ખિતાબ આપ્યો હતે.