________________ 299 ગુજરાતના સુલતાને સિકકો પાડ., તે પછી મુઝફફર બીજાએ “મુઝફ્ફરી” નામને ચાંદીનો સિકકો શરૂ કર્યો અને મુઝફફર ત્રીજાના રાજ્યમાં ચંગીઝખાન નામના ઉમરાવે “મહમ્મદી” નામને સિક્કો શરૂ કર્યો. કેરી: સૌરાષ્ટ્રમાં મહમ્મદીનું ચલણ હતું અને સુલતાનના ત્રાંબાના સિક્કા ! પણ ચાલતા. તેને લેકે “કડા”ના નામથી ઓળખતા. તે ઉપરાંત જૂના સિક્કાઓ પણ ચલણમાં ફરતા રહ્યા હોવાનું જણાય છે. કમનસીબે જૂનાગઢના રાહના સમયને એક પણ સિક્કો મળ્યો નથી. પણ તેમના સિકકાઓનું ચલણ પણ પ્રચલિત હેવા સંભવ છે. સુલતાનની મહમૂદી ચાલતી ત્યારે ઈ. સ. 1568 લગભગ જામ છત્રસાલા ઉર્ફે સતાજીને “મહમ્મદી” નામ રાખવાની તથા સુલતાનનું નામ છાપવાની શતે સુલતાને સિક્કા પાડવા રજા આપી. આ પહેલાં કચ્છના રાવે પણ પિતાનું ચલણ ચાલુ રાખેલું. કચ્છી ચલણમાં દોકડા વિશેષ પ્રમાણમાં હતા. તેના ઉપર “મહમદ બિન લતીફનું ફારસીમાં અને રાવનું નામ નાગરી અક્ષરેમાં ઉપસાવેલું જોવામાં 1. સંભવ છે કે જૂનાગઢ તથા ચાંપાનેરની ટંકશાળ પણ તેના હાથમાં પડતાં તેણે તેને ઉપયોગ કર્યો; નહિતર રાજધાનીથી આટલે દૂર ટંકશાળ સ્થાપવાનું તે સમયમાં ઉચિત ન હતું. આ સુલતાને જે જે શહેરમાં સિક્કા પાડતા તેનું ઉપનામ સિક્કા ઉપર લખતા. અમદાવાદને “શહેરે મુઆઝમ” અર્થાત મહાન શહેર તથા પાછળથી “દાલ-ઉલ-દરબ” અર્થાત “ટંકશાળનું સ્થળ” તરીકે ઉલ્લેખ છે. તેને પાછળથી “દાર-ઉલ-ખિલાફત” અને “દારઉલ-સલ્તનત” એટલે ખિલાફતનું સ્થળ અને “સલ્તનતનું સ્થળ” પણ કહ્યું છે. મેગલ સમય (ઈ. સ. ૧૭૧૯)ને એક સિક્કામાં તેને “ઝિન્નત-ઉલ-બીરાદ” અર્થાત “શહેરનું રૂ૫” તરીકે વર્ણ વેલું છે. (“ઓન સમ કેઈન્સ ઇલસ્ટ્રેટીંગ ધી હિસ્ટ્રી ઓફ ગુજરાત” ડો. જી. વી. ટેલર.) 2. મહમ્મદીનું વજન નિશ્ચિત ન હતું તેમજ તેનું કદ પણ ફરતું રહેતું. મહમદ બેગડાની મહમુદીનું વજન 88 ગ્રેન હતું અને તેની કીંમત અકબરી રૂપીઆના 3 ભાગ જેટલી હતી. “મુઝફફરી”નું વજન 111 ગ્રેન હતું. તેની કીમત અકબરી રૂપિયાના { ભાગ જેટલી હતી. પાછળથી મુઝફફર ત્રીજાને સમયમાં તેનું વજન 118 ગ્રેન થયું. આ સિક્કાને “ચંગીઝખાની મહમુદી” પણ કહેવામાં આવે છે. (અનપબ્લીડ કેઇન્સ ઓફ ધી ગુજરાત સલ્તનત : બે. બ્રા.સે. એ. સે. જનલ; પ્રો. હેડીવાળા તથા “ધ ગુજરાત મહમુદી” અ. કરીમ માસ્તર તથા ઉં. ટેલર.”