________________ 300 સૌરાષ્ટ્રને ઇતિહાસ આવે છે. જામસાહેબે પ્રચલિત કરેલી મહમ્મદી “કેરી” તરીકે જાણીતી છે. વેપાર-હુન્નર-ઉદ્યોગ : સુલતાનના સમયમાં સૌરાષ્ટ્રને વેપાર ભાંગીને ભૂકો થઈ ગયે હતે. યુદ્ધો અને ચડાઈઓના પરિણામે સોરાષ્ટ્રની ધરતી ઉપર લેહીની નદીઓ ચાલી હતી અને પ્રજાના જાનમાલની સલામતી રહી ન હતી. તેમાં મુક્ત વ્યાપારને સ્થાન ન હતું. તેમ છતાં સૈન્યને દાણ તથા રોજની જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવાનો માટે વેપાર ચાલત. વણઝારાઓ પેઠે ભરી વરાડ, માળવા અને હિંદુસ્તાનના બીજા ભાગોમાંથી અનાજ લઈ આવતા. તેઓ માર્ગમાં લૂંટાઈ જતા અથવા તેઓને મોટા મોટા દંડ દેવા પડતા. તેથી અનાજ બહુ મેંવું હતું. સ્થાનિક માણસે પિતાનું અનાજ પકવી પણ લેતા. બાજર, મઠ, કેદ, કાંગ અને બંટી જેવાં ધાન્ય લોકોને રાક હતે. ખેતરમાં થયેલ પાક લણાશે કે નહિ તેની પણ ખેડૂતને ખાતરી ન હતી. તેમ છતાં તેઓ જીવતા હતા અને રાજાઓ કે સુલતાનના સેનાપતિઓ ખેડૂતોના મેલને ખાસ કારણ સિવાય હરકત કરતા નહિ. બંદરો : સાગરકાંઠાનાં બંદરમાં દ્વારકા, મિયાંણી, વેરાવળ, પાટણ, મહુવા તથા ઘંઘા મુખ્ય હતાં. ત્યાં આરબો અરબસ્તાનની પેદાશ ખજૂર વગેરે લઈ આવતા અને અહીંનાં વહાણે પરદેશમાં માલ લઈ જતાં. સમુદ્રમાર્ગે આ દેશને વ્યાપાર ચાલતે પણ ચાંચિયા લોકોએ તેને પણ ભયમાં મૂકી દીધા હતા. સુલાતાનોએ તેમજ પિોર્ટુગીઝેએ ચાંચિયાઓને નાશ કરવા ઘણા પ્રયત્ન પણ કરેલા. ઘણાખરા સોદાગરે પિતાનાં વહાણે રાખતા અને ઇમારતી લાકડું, શ્રીફળ, મેવા અને તેજાના પરદેશથી લાવતા. સૌરાષ્ટ્રમાંથી ઘેડા, ગાય, બકરાં વગેરે પ્રાણીઓ તેમજ ઘી, કઠોળ અને કપાસની નિકાસ થતી. મત્સ્યઉદ્યોગ ઘણા જ મોટા પ્રમાણમાં થતું. કઈ યાંત્રિક ઉન્નતિ કે હુન્નર માટે તે સ્થાન જ હતું નહિ; પણ તે બંદૂકો અને તલવારે આ દેશમાં બનાવી હતી તે ઉલ્લેખ છે. 1. જામસાહેબે તેની ટંકશાળમાં છાપેલે રૂપિયો સુલતાનને નહિ ધરતાં કહ્યું કે “રાજાઓ પોતાની કુંવરીઓ સુલતાનને પરણાવી પોતાની પ્રતિષ્ઠા વધારે છે. તેમ હું મારી “કુંવરી” આપના રૂપિઆ સાથે તેનું માન વધે તે આશાથી પરણાવું છું.” તેથી સુલતાન ખુશ થયો અને ત્યારથી જામસાહેબની “મહમુદી કુંવરી” કહેવાણી અને તેનું અપભ્રંશ કેરી થઈ ગયું. (દીવાન રણછોડજી : તારીખે સેર–પ્રો. હેડીવાળા આ વાતને માત્ર લેકવાર્તા કહી માન્ય રાખતા નથી.) ' પાછળથી પોરબંદર રાણુશાહી અને જૂનાગઢ દીવાનશાહી કેરી પાડેલી, જેનું ચલણ . સ. 1908 લગભગ બંધ કરવામાં આવ્યું. 2. સિન્યનાં ઊટે ખેતરોમાં ચરતાં હતાં, તે જોઈ મલેક અયાઝે સૈનિકોને ઠપ આપ્યો હતો.