________________ સૌરાષ્ટ્રના દતિહાસ પરાણે ધર્માતર કરાવ્યું હતું, તે સુલતાનના અંતિમ વંશજને તેના જ ધર્મભાઈના દબાણના કારણે એ જ હિંદુ રાજાઓના શરણે જવા ફરજ પડી અને તેમના જુલ્મોના ઈતિહાસથી જ્ઞાત હોવા છતાં તેઓએ તેમના ધર્મ પ્રમાણે તેને આશ્રય આપ્યો અને તે માટે મહાન બલિદાન આપ્યાં. પ્રખ્યાત ઇતિહાસકાર જેમ્સ ફેબ્સને શબ્દોમાં કહીએ તે “અભિમાનને પિકાર કરનાર પઠાણ અને મોગલેના છોકરા હિંદુના દેવળમાં આરસપહાણ ગોઠવવાની મજૂરી કરે છે અથવા છેક હલકે રેજ લઈને જે દેવની મૂર્તિઓને નાશ તેઓના પૂર્વજોએ કર્યો હતે તેઓની ફરી સ્થાપના થતી વેળાના વરઘોડામાં મશાલે ધરે છે અને નગારાં વગાડે છે.” જૂનાગઢને ઘેરે: મુઝફફર આરંભડામાં હતું ત્યારે એવી એક વાત ફેલાઈ કે તે જૂનાગઢમાં છે. મુઝફફર પ્રથમ વખતે ગુંડળમાં રહેતે; પણ આ વખતે તે હતે નહિ, છતાં તેના ઉપર શાહી ફેજ નવરંગખાનની સરદારી નીચે જૂનાગઢ ઉપર ગઈ અને ઘેરો ઘાલ્યો. દેલતખાન ઘેરી તે બીકને માર્યો તે જ દિવસે મરી ગયે. મુઝફફર ત્યાંથી બરડા તરફ નાસી ગયે. કિલ્લામાં જામ સતાજી પણ હતા અને તે યુદ્ધનું સંચાલન કરતા હતા. તેથી બાદશાહી ફેજે મુઝફફરને પકડવા માટે પ્રથમ જામ સતાજીને જેર કરવા અથવા મિત્ર કરવા વિચાર કર્યો. તેથી મીરઝાં અઝીઝ કેકા પાસે આવ્યો. મુઝફફર જેતે રહેલે અને દોલતખાન ગુજરી ગયો હતે. - જામસાહેબ પુન: જામનગરમાં: ઇ. સ. 1593 : એટલે જામસાહેબને વધારે વખત વેર જારી રાખવાનું ચગ્ય જણાયું નહિ. તેમણે વાટાઘાટ શરૂ કરી. પરિણામે સમાધાન થયું. તે પ્રમાણે આ ઘેરે આઠ માસ ચાલ્યું તેને ખર્ચ જામસાહેબે દેવ તથા પાદશાહને ખંડણું ભરવી એ શર્તે કબૂલ કરી જામ સતાજીએ સં. ૧૬૪ના મહા સુદ ૬ના રોજ જામનગરમાં પુન: પ્રવેશ કર્યો. (ઈ. સ. 1593). જેઠવા : સૌરાષ્ટ્રમાં ચાલેલાં યુદ્ધોના સમયમાં તથા જામનગરના પરાજ્યના પરિણામે જામની સત્તા નબળી પડી અને તે તકનો લાભ લઈ જેઠવા રાણું રામદેવજીના ખૂન પછી તુરતમાં જ તેના કુંવર ભાણજી અકસ્માત મૃત્યુ પામેલા. તેમનાં રાણી કલાંબાઈએ મહેર તથા રબારીઓની સહાયથી છાંયામાં ગાદી સ્થાપી, કુંવર ખીમાજીને જેઠવાની ગાદીએ બેસાડી, ઘણેખરે ગુમાવેલે પ્રદેશ પાછો મેળવી લીધે. ખેંગાર : અહીં ગુજરાતના અંતિમ સુલતાને બાયેલી સ્વાધીનતા પુનઃ પ્રાપ્ત કરવા જેમ પ્રયત્ન કર્યો તેમ એકાએકવીસ વર્ષ પહેલાં પિતાના પૂર્વજો પાસેથી 1. ખરી રીતે જૂનાગઢના બે ઘેરા થયા. પહેલા ઘેરા વખતે તે કિલ્લામાં જામ સતાજી, મકર તથા દલિતખાન હતા. નવરંગખાને આઠ માસ વૃથા પ્રયત્ન કર્યો, પણ કિલ્લો પડયો નહિ. પછી બીજ ઘેરામાં મીરઝાં અઝીઝે આવી જામ સતાજી સાથે સમાધાન કરી કિલ્લે લીધે.