________________ 288 સૌરાષ્ટ્રને ઈતિહાસ થવા સત ચડવાથી રણમાં આવ્યાં અને ધ્રોળઠાકરની દરમ્યાનગીરીથી શત્રુસેનાપતિએ તેને અજોજી સાથે સતી થવા દીધાં. જામસાહેબે અન્ય રાણીઓને વહાણમાં બેસાડીને કહ્યું કે “મુસલમાનોના હાથમાં પડવા કરતાં પ્રાણ દેજે.” અને પતે રહ્યાસહ્યા સૈનિકેને લઈ જંગલના પહાડોમાં ભરાઈ ગયા. આમ, ભુચર મેરીના ભયંકર રણસંગ્રામમાં પશ્ચિમના પાદશાહનું બિરુદ મેળવનાર જામની નહિ પણ હિંદુઓની ધજા ધૂળમાં ગળાઈ અને હિંદુ મહારાજ્ય ફરી સ્થાપવાનાં સ્વને કાઠીએાના દગાને કારણે ધૂળમાં મળ્યાં. જામ સતાજીનું જામણું મિરઝના કજામાં આવ્યું. જામનગર પડયું: જામનગર ઉપર પાદશાહી લીલે દેવજ લહેરા. જામ સતાજી માત્ર ક્ષાત્ર ધર્મના પાલન માટે પોતાનું રાજ્ય ઈ બેઠા. શત્રુ સામે ટકવાનું શક્ય ન જણાતાં તે ગીર તરફ ઊતરી ગયા અને મુગલ સેના નવરંગખાન તથા સૈયદ કાસમની સરદારી નીચે પાછળ પડી. તેમ છતાં જામ સતાજીએ મુઝફફરને બરડામાં સુરક્ષિત રાખે અને જામ જૂનાગઢમાં છે એમ ધારી મેગલેએ તેને ઘેરે ઘા . મુઝફફર : મુઝફફર મૂંઝાયે. તેના કમનસીબે ઘણા નિર્દોષનાં બલિદાને દૈવાયાં હતાં અને જામ સતાજી જેવા રાજવીને સર્વસ્વનું બલિદાન આપવું પડ્યું હતું. મુઝફફર દ્વારકામાં : તેથી તેને છોડીને મુઝફફરે આરંભડા તરફ પ્રયાણ કર્યું. દ્વારકામાં મહમદ બેગડા સામે બાથ ભીડી હતી તે રાજા ભીમ અને પૌત્ર શિવરાણે રાજ્ય કરતા હતા. તેને તથા વાઘેર લોકોને વેર ચાલતું. તેનું સમાધાન કરી તે શાંતિથી ત્યાં રહેતું. તેણે પણ ક્ષાત્ર ધર્મને અનુકરી ગુજરાતના ભાગેડુ સુલતાનને 1. ભુચરમોરીના મેદાનમાં આજે પણ અજાજીની ડેરી છે તથા પાળિયો છે. અને સતીને પાળિય પણ છે. જામ વિભજીએ તે ડેરીને જીર્ણોદ્ધાર કરાવ્યો તેને લેખ પણ છે. સંવત સોળ અડતાલમે શ્રાવણ માસ ઉદાર જામ અજે સુરપુર ગયાં વદ સાતમ બુધવાર ..1 ઓગણીસે ચૌદસ પરા વિભો જામ વિભાર મહા માસ સુદ પંચમ કીને જીર્ણોદ્ધાર......૨ જેસો, ડાબો, નાગડ, મહેરામણ દલ ભાણ અજમલ ભેળા આવરે પાંચે જોદ્ધ પ્રમાણ......૩ આજમ કોકો મારીયા, સુબે પતભાઈ દળ કેતા ગાહત કરે રણ ધણ જંગ રચાઈ... ...4 અહીં એક કૂવે છે. તેમાં મુસ્લિમોની લાશે દફનાવી ઉપર આઠ કબરે કરેલી છે. તે સિવાય અનેક પાળિયા અને અતીતોની સમાધો છે.