________________ 286 સૌરાષ્ટ્રનો ઈતિહાસ ભરેલી હારના કલંકને ધોઈ નાખવા મીરઝાંખાને જૂનાગઢ ઉપર ચડાઈ કરી, પણ અમીનખાનમાં હવે કૌવત ન હતું. તેથી તેણે તે સામે માણસો મોકલી “ત્યાં મુઝફફર નથી” તેમ કહેવરાવી દીધું. તેથી મીરઝાંખાન ઉપલેટા અને ત્યાંથી બરડાના પર્વતમાં ધખેળ ચલાવી; પણ મુઝફફર ત્યાંથી નવાનગર ગયે અને ત્યાંથી ફરી રાજપીપળા તરફ નાસી ગયે. ઈ. સ. ૧૫૯૧માં મુઝફફર અને તેના પક્ષપાતીઓએ અમીનખાન ઘોરીના પુત્ર દૌલતખાનને મોટી લાલચે આપી પિતાના પક્ષમાં લીધું અને જામનગરના જામ સતાજીને તેમજ ખેરડીના લાખા ખુમાણને પણ પિતાને સહાય કરવા આજીજી કરી. રાયઝાદા ખેંગારને પણ તેણે સોરઠનું રાજ્ય આપવાનું પ્રલોભન આપ્યું અને પોતાના પક્ષમાં મજબુત સહાયક મેળવી તેણે ફરી દીલ્હીની સત્તાને પડકાર ફેંક. એ રીતે સૌરાષ્ટ્રમાં બે પ્રબળ પક્ષે બંધાઈ ગયા. એક તરફ દિલ્હીના પાદશાહ અકબરના સૂબા મીરઝાં અઝીઝ કેકા અને તેનું સાર્વભૌમત્વ સ્વીકારતા રાજાઓ અને બીજી તરફ દિલ્હીના અધિકાર સામે મુઝફફરના નામે પડકાર ફેંકનાર જામ સત્રસાલ ઉર્ફે સતાજી, લાખા ખુમાણ, રાયઝાદા ખેંગાર અને દોલતખાન ઘારી. ભુચર મોરીનું યુદ્ધ ઈ. સ. 1591 : મુઝફફરને હવે ઉઘાડી રીતે જામ સહાય આપવા વચન આપ્યું. મીરઝાં અઝીઝે વિરમગામમાં મુકામ રાખ્યું અને નવરેજખાન તથા સયદ કાસિમ નામના અમીને મુઝફફરની તપાસ માટે મોરબી મોકલ્યા. ત્યાં તેમને ખબર પડી કે મુઝફફર જામનગર છે, તેથી તેઓએ જામ સતાજીને મુઝફફરને જામનગરમાંથી કાઢી મૂકવા લખ્યું. પણ શરણાગતને સેંપાય નહિ એ ક્ષાત્ર ધર્મ પ્રમાણે જામ સતાજીએ તે આજ્ઞાનો અનાદર કર્યો. તેથી મેગલ સેના જામનગર ઉપર ચડી; પણ સતાજી તૈયાર જ હતા. તેમણે બાદશાહી ફેજ તથા તેના પુરવઠાકેન્દ્રને જુદા પાડી દીધાં અને શત્રુઓને તેબા પોકરાવી દીધા. મીરઝાં અઝીઝને આ ખબર પહોંચ્યા ત્યારે તેનું બળવાન સૈન્ય લઈ તેણે જામનગર ઉપર ચડાઈ કરી. નવરેજમાં અને કાસિમનાં સૈન્ય તેને મળી ગયાં. જામનગર ઉપર દિલ્હીનું પ્રચંડ સૈન્ય ચાલ્યું આવે છે તે સમાચાર જામ સતાજીને મળતાં તેણે * પૂર્ણ આનંદથી પિતાને ધર્મ બજાવવા તૈયારી કરી. સામાન્ય રીતે આવા પ્રસંગે કેઈની પણ છાતી બેસી જાય અને વિના કારણે બાદશાહ અકબર જેવા મહાન સમ્રાટ સામે શત્રુવટ કરવા અચકાય; પણ જામ સતાજી એક મહાન પુરુષ અને નીડર રાજા હતા. તેમણે નગર ઉપર બાદશાહી સૈન્ય આવે તે પહેલાં સામે ચાલી ધ્રોલ