________________ ગુજરાતના સુલતાને પાસેના ભુચર મોરીના મેદાનમાં પિતાનાં સૈન્ય સામાં ઊભાં કરી દીલ્હીની ફેજની કૂચ થંભાવી દીધી. આ સમયે વષ તુ હતી તેથી ખાસ લડાઈ થઈ નહિ, પણ નાનાં નાનાં ' છમકલાં થતાં હતાં. તેમાં મેગલ ફેજની હાર જ થતી હતી. તેથી સમાધાન કરી પાછા જવા મીરઝાં અઝીઝ કેકાએ વિચાર્યું. પણ દરમ્યાન ચાલી આવતી પરંપરા પ્રમાણે દૈલતખાને પત્ર લખી મીરઝાં અઝીઝને ખાતરી આપી કે “અમે ખરે ટાણે તમારી સાથે ભળી જશું. તેઓએ મા ખુમાણને પણ લાલચ આપી ખૂટ. બીજે દિવસે જ મીરઝાએ હુમલો શરૂ કર્યો. જામ પક્ષે જેસા વજીર સેનાપતિ હતા. તેણે તથા જામ સતાજીએ ભયંકર સંગ્રામ ખેલે, પણ ખરે વખતે દૌલતખાન તથા લેમ ખુમાણ બાદશાહી ફેજમાં ભળી ગયા. ખેંગાર ફક્ત જામની સાથે રહ્યો. દળે થયો છે તેમ ખબર પડતાં જામ સતાજી નગરના બંદોબસ્ત માટે ઘોડા ઉપર બેસી નીકળી ગયા. જામનગરમાં પાટવી અજાજીનાં લગ્ન થતાં હતાં. તે ! મીંઢળબંધે યુવરાજ તેના પાંચ મિત્રને લઈ યુદ્ધભૂમિમાં પહોંચી ગયા. તેણે મુગલ સૈન્યને જીવનભર યાદ રહી જાય તેવું યુદ્ધ કર્યું. મુગલ પક્ષે જમણું તરફ સૈયદ કાસમ, નવરંગખાન અને ગુજરખાન હતા; ડાબી તરફ મહમદ રફી અને અન્ય અમીરે હતા તથા મધ્યમાં મીરઝાં મરહમ હત અગ્રભાગે મીરઝાં અનવર તથા આઝીમ હુમાયુ હતા જ્યારે જામનગર પક્ષે જેસા વજીર તથા મહેરામણજી ડુંગરાણી હતા. ડાબી બાજુ નાગડે વજીર, ડાહ્યો લાડક, ભાણજી દલ, વગેરે દ્ધાઓ હતા. એક અતીત બાવાની જમાત પણ દ્વારકાથી પાછી વળતાં જામ સૈન્ય સાથે મળી ગઈ હતી. આવું ભયંકર યુદ્ધ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર કદાચ છેલ્લું હતું કે જેમાં લાખની સંખ્યામાં માનવે સામસામા મેદાનમાં એકત્ર થઈ લડયા હતા. આ યુદ્ધમાં મીરઝાં અઝીઝ કેકલતાસ તથા જામપક્ષે કુમાર જસાજી બચ્યા; બીજા બધા મરાઈ ગયા. ખરી રીતે વિજય કેને વયે તે કહેવું અચેકસ હતું, છતાં જામને પરાજય થયે; કારણ કે મેદાન મીરઝાના કજામાં રહ્યું. મહાપરાક્રમી કુંવર અજાજીનાં રાણું સતી 1. ભુચર મોરીનું નામનું મેદાન ઘેલ પાસે આવેલું છે. કેટલેક સ્થળે “ધુ ચર’ કે બહુચર' લખ્યું છે. પણ તે ભૂયર મારી છે. શ્રી. માવદાનજીના મત પ્રમાણે ભુચર મોરી નામને રજપૂત માલધારી ત્યાં રહેતા, માટે તે ભુચર મોરી કહેવાયું. પણ તે કલ્પના છે. આ યુદ્ધ થયું તે પહેલાં તે ભુચર મોરી જ કહેવાતું. ભુચર એ માતાજીનું નામ છે. તેથી ત્યાં તેનું મંદિર હશે, જે મુસ્લિમ જમાનામાં તૂટી ગયું હશે. પણ સ્પષ્ટ પ્રમાણના અભાવે ભુચર મેરી કેમ કહેવાયું તે નિઃશંક કહી શકાય નહિ.