________________ ગુજરાતના સુલતાને 289 આશ્રય આપે. શાહી સેનાએ આરંભડા ઘેર્યું અને મુઝફફરને સેંપી દેવા કહેણ મોકલ્યું. પરંતુ શિવરાણાએ વીરચિત ઉત્તર આપે અને યુદ્ધ આપ્યું. તેમાં તે મરાયે. ઓખા મુસલમાનોના હાથમાં પડયું. શિવરાણાને કુંવર સાંગણ સિંધમાં નાસી ગયે. મુસલમાને દ્વારકા ઉપર આવશે એ ભયે દ્વારકાના રાજ્યકર્તા વાઘેર શામળ માણેક તથા મલ માણેકે મુસ્લિમ સામે ગુરીલા પદ્ધતિએ લડાઈઓ શરૂ કરી અને શામળ સિંધમાં સાંગણને શોધવા ગયે. મુઝફફર કચ્છમાં : મુઝફફર માટે હવે કઈ માર્ગ રહ્યો નહિ. એખાના કિનારેથી તે વહાણમાં બેસી કરછમાં ગયે કચ્છમાં રાહુ ભારમલ નામે રાજકર્તા હતા. તેણે આશ્રય તે આપ્યો, પણ તેના કારણે જામનું જબરજસ્ત રાજ્ય રગદે ળાયેલું તેણે જોયું હતું, તેથી તે જોખમ ન ખેડતાં મુઝફફરને શાહી સેનાપતિ અબ્દલાખાનને સોંપી દીધે. મુઝફફરનું મૃત્યુ : ઈ. સ. 1593: સેનાપતિ અબ્દલાએ તેને કેદ કરી દીલ્હી તરફ રવાના કર્યો, પણ માર્ગમાં ધ્રોળ પાસે કુદરતી હાજતે જવાના બહાને તેણે અસ્ત્રાથી પિતાનું ગળું કાપી ઈ. સ. ૧૫૯૩માં આપઘાત કર્યો. . ગુજરાતની સલતનતનો અંત : ઈ. સ. 1407 માં તઘલગ વંશનું પતન થતાં ગુજરાતના સૂબા મુઝફફરે ગુજરાતના સુલતાનનું રાજપદ ધારણ કર્યું અને ઈ. સ. ૧૫૮૩માં તે જ નામના અંતિમ સુલતાને ગુજરાતનું રાજ્ય ખાયું અને એક નાના ગામમાં કેદીની હાલતમાં ઈ. સ. 1593 માં આપઘાત કરી જીવનને અંત આણ્યો. રજપૂત વંશમાંથી ઉતરી આવેલા આ રાજ્યકુટુંબમાં અહમદશાહ ૧લ તથા મહમદ બેગડા જેવા મહાન રાજક્તઓ પણ થયા; પરંતુ તેઓની ધર્માધતા અને ક્રૂર રીજ નીતિના પરિણામે તેમણે શત્રુઓની સંખ્યા ઘણી વધારી દીધી. હિંદુઓ પ્રત્યેના તેઓના નિર્દય અને પૈશાચિક વર્તાવના કારણે તેઓએ તેમના તરફથી મળતી સહાય ઈ. તેમના વિષયી અને એશઆરામી જીવનને પરિણામે તેમના પૂર્વજોએ જે તાકાતથી સલ્તનત મેળવી હતી તે ગુમાવી. અન્યાય અનીતિ અને અધર્મ ઉપર કઈ પણ રાજ્ય લાંબે વખત ચાલી શકયું નથી. જે હિંદુ રાજાઓ ઉપર સુલતાનેએ જુલમ કર્યા હતા, જેમની કુંવરીઓને જબરદસ્તીથી જમાનામાં બેસાડી હતી, જેમને 1. આ માટે એમ કહેવાય છે કે શામળાને સાત વર્ષની મહેનત પછી સાંગણ મળે અને તેને ગાદીએ બેસાડો. મુસલમાને તેબા પોકારી ગયા. તેનું કારણ વાઘેરોની ગુરીલા પદ્ધતિ હતી. સાંગણ માટે દુહે છે કે - સાંગણ સિંધ સિધાવિયે, મહીપત છાંડી માન, સાતે વર્ષે શામળે, ઓખે ફેરવી આણ.