________________ 284 સૌરાષ્ટ્રનો ઇતિહાસ ગયે. મદદે બોલાવીને પાછળથી દો કરનાર દેલતખાનને શિક્ષા કરવા જામનગરની ફે જ તેના ઉપર ચડી, પણ દેલતખાને સયદે અને ચારને મોકલી વિષ્ટિ કરી અને ચુર, જોધપુર, ભેદનાં પરગણાં જામસાહેબને આપી માફી માગી. તમાચણનું યુદ્ધ : ઈ. સ. 1582 : મિરઝાંખાનના પરાજ્યના સમાચારથી ગુજરાતભરમાં ખળભળાટ મચી ગયા. બાદશાહી ફેજના હાલહવાલ થાય તે માની જ શકાય નહિ, મુસ્લિમ ફજેને પરાજય ઘણું વરસે થયો હતો. અકબરશાહને આ ખબર આપવામાં પણ બીક લાગી. તેથી સૂબા શાહબુદ્દીન અહમદે ખુર્રમ નામના સરદારને એક પ્રબળ સૈન્ય આપી જામસાહેબને પ્રદેશ જીતી લાવવા મોકલ્યો. જસા વજીર તથા પાટવી કુંવર અજોજી વગેરે સરદારને લઈ જામ સત્રસાલ તેની સામે ચડ્યા અને તમાચણ અને ગલીટા ગામ વચ્ચે મુકામ કર્યો. ખુર્રમ આ ભવ્ય સેનાને જોઈ ડરી ગયો. તેણે પત્ર લખી પાછા જવા માટે જામની આજ્ઞા માગી. જામસાહેબે રજપૂતની રીતિ પ્રમાણે જવાબ આપ્યો કે “એમ જ હોય તે એક મુકામ પાછા હઠી જાઓ તે અમે તમને પહેરામણી કરી જવા દઈશું?” ખુરમ પડધરી ગયે. જામસાહેબે પહેરામણ આપી તેને વિદાય આપી. પોતે જામનગર ગયા અને સૈન્યને અમુક ભાગ સાથે રાખી પાટવી તથા બીજા સરદારે આનંદ કરવા રોકાયા. તે તકને લાભ લઈ ખુમે હલ્લે કર્યો; ભયંકર રણસંગ્રામ ખેલાયો. મુગલ ફિજ હારી. ખુર્રમ ભાગી છૂટ અને ફેજને ઘણે કીમતી માલ જામસાહેબની કે જે હાથ કર્યો. જેઠવા: જેઠવાની ગાદીએ રાણા રામદેવજી ઈ. સ. ૧૫૫૦માં બેઠા. તે જામ વિભાજીની કુંવરીના કુંવર હતા. તેના મામા જામ સતાજી નગરની ગાદીએ બેઠા પછી જેઠવાના સીમાડાઓ દબાવતા ગયા. બહાદુર રાણાનાં સૈન્ય આગળ નવાનગરને ઘણી વખત પરાજય પામ પડે. તેથી તેણે તેની બહેનને રાણાને જામનગર મોકલવા લખ્યું. રાણી જાણતાં હતાં કે તેના ભાઈના પેટમાં દગો છે અને રાણા સગીર છે. તેથી મેકલ્યા નહિ; પણ અતિઆગ્રહને વશ થઈ, કવિદાસ લાંગા નામના ચારણ જામીન પડતાં, તેની સાથે મોકલ્યા. જામ સતાજીએ રાણાને રણવાસમાં મોકલી 1. આ પત્ર યદુવંશપ્રકાશ' નામના રસિક તેમજ વિદ્વત્તાયુક્ત ગ્રંથમાં શ્રા. માવદાનજી કવિ આપે છે. “સાહેબ આપ અનમી છે. આપના ભાઈઓ, કુંવરો અને અમીર-ઉમરાવો પણ યુદ્ધમાં ન હઠે એવા છે. અમે તે બાદશાહી નોકર હોવાથી જ્યાં બાદશાહ હુકમ કરે ત્યાં ગયા વિના અમારે æકે નહિ. તેથી અંજળને લીધે આ મુલ્કમાં આવ્યા છીએ. પણ અમારી ઇજતા રાખવી તે આપના હાથમાં છે. " 2. રાણું રામદેવજી આ સમયે સગીર હવા સંભવ નથી; કારણ કે તે વખતે તેના કુંવર ભાણજી પરણેલા હતા તથા તેને ખીમજી પુત્ર હતા. એટલે રામદેવજી સગીર હોવાની દંતકથાની માન્યતા બરાબર જણાતી નથી.