________________ ગુજરાતના સુલતાને કે કેરીને મહમુદી કહેવી અને સુલતાનનું નામ છાપવું; પણ જામે આ શર્તને અમલ કર્યો નહિ. તેથી તેને ખુલાસે પૂછતાં જામે જવાબ આપે કે “આ કેરીનું નામ કુંવારી છે અને તેને પાદશાહના રૂપીઆ સાથે પરણાવું છું.' એમ કહી જામસાહેબે બાદશાહને આપેલી. તેથી તેનું નામ કુંવારી અને તેમાંથી કેરી થયું તેવી વાર્તા પ્રચલિત છે.' જૂનાગઢ : ઈ. સ. 1581-82, જુનાગઢ ઉપર તાતારખાનના પુત્ર અમીનખાન ઘોરીનો અધિકાર ચાલુ રહ્યો હતો. તેના સૈન્યને અધિપતિ ફત્તેહખાન સરવાણું એ સમયે વૃદ્ધ હતો અને અમીનખાન યુવાન હતું. એટલે બન્ને વચ્ચે મતભેદ પડયા કરતે. ફત્તેહખાન સરવાણું એક દિવસ જૂનાગઢથી રિસાઈ અમદાવાદ ચાલ્યા ગયે અને ત્યાં તેણે શાહબુદ્દીન અહમદખાનને જૂનાગઢ લેવા લલચાવ્યા. અહમદખાને તેના ભત્રીજા મીરઝાંખાનને ચાર હજારનું હયદળ આપી સરવાણુ સાથે મોકલ્યું. આ સિન્ય જૂનાગઢ ઉપર ઘેરો ઘાલ્ય; પણ આ ઘેરે ચાલતું હતું ત્યાં જ સરવાણું ગુજરી ગયે. જામનું સન્મ જૂનાગઢમાં: આ દરમ્યાન અમીનખાને જામ સતાજીની સહાય માગી. તેથી જામે ત્રીસ હજાર રજપૂત અને ઘેડેસ્વારોને જસા વજીર, ભાણજી દલ તથા ભારમલજીના આધિપત્ય નીચે જૂનાગઢ મેલ્યા. અમીનખાનના પુત્ર દોલતખાનને જામની ફેજને આવતી જોઈને એવી બીક લાગી કે તે પ્રથમ મદદ કરશે અને પછી જૂનાગઢ લઈ લેશે; તેથી તેણે મજેવડી પાસે જામનગરની ફેજને કહેવરાવ્યું કે અમારે સુલેહ થઈ જાય છે તેમજ કિલ્લામાં સંકડાશ છે, તેથી કાં તો છે ત્યાં જ મુકામ રાખો અને કાં તો સ્વદેશ પધારે. જામનગરના શુરવીર સેનાપતિઓને આ સંદેશે રૂચિકર લાગે નહિ. તેમણે પણ મુસલમાનોને પિતાનું પાણી બતાવવા નિશ્ચય કરી બાદશાહી ફેજથી બે ગાઉ ઉપર જ મુકામ રાખે અને રાત્રે મીરઝાંખાન દગાથી હુમલો કરવાનું છે તેવા ખબર મળતાં પોતે જ પહેલે ઘા કરે એ વિચારે મુગલાઈ પેજ ઉપર હલ્લે કરી તલ ચલાવવી એવું નક્કી કર્યું. મુગલાઈ સૈન્યમાં ભંગાણ પડ્યું. મિરઝાંખાન ભાગી છૂટ. જસા વજીરે મુગલેની છાવણીમાંથી પર હાથીઓ, 3530 ઘેડા, 70 પાલખી, તેપે, તંબૂઓ હથિયારે આદિ કજે કર્યા. મિરઝાંખાન ત્યાંથી માંગરોળ ગયે જામનગરની ફેજે તેને ત્યાંથી પણ હાંકી કાઢયે તેથી મિરઝાંખાન કેડીનાર જઈ ભરાયે. ત્યાં પણ જામનગરનાં વિજયી સૈન્યએ તેને ઘેરીને હરાવ્યું. મિરઝાંખાન અમદાવાદ નાસી દીલ્હી ગયેલા. ત્યાં દરબારમાં મલે મશ્કરી કરતાં તેણે એક હથેળીથી તેનું માથું ખભામાં બેસાડી દીધું. તેને હાથ દીવાલને વાગ્યો અને તેમાંથી પથ્થર તૂટી પડયો. તેથી કહેવાયું કે, કટારી અમરેશરી, તેગારી તલવાર, હથેરી રાયાસંગરી, દીલ્હી કે દરબાર. 1. કોરી અંગે ચર્ચા આ યુગના અંતે “ચલણ શીર્ષક નીચે કરવામાં આવી છે.