________________ 281 ગુજરાતના સુલતાન ઈસ્લામના ઉદયને કાળ હતે. આર્ય સંસ્કૃતિ નષ્ટભ્રષ્ટ થઈ ગઈ હતી અને હિંદુઓ ફરીથી માથું ઊંચકી નહિ શકે તેવાં સ્પષ્ટ ચિહ્નો જણાતાં હતાં. ત્યારે આ પ્રતાપી પુરુષે સ્વપરાક્રમે અને દીર્ધદષ્ટિ વડે હાલારનું રાજ્ય સ્થાપ્યું. કાયર હિંદુઓને વિશેષ સમય માટે ભૂમિના પાલક ન રહેવા દેતાં તેઓ પાસેથી સત્તા ખૂંચવી લીધી અને એક બળવાન રાજ્ય સ્થાપવાનો પ્રયાસ કર્યો. જયાં મંદિરના સ્થળે મજીદ બની રહી હતી અને બાંગના અવાજ સંભળાતા હતા, ત્યાં એ સમયમાં ઘંટારવ અને આરતીના નાદે ગુંજવા લાગ્યા અને જામનગરમાં “છોટી કાશી”ના પાયા નંખાયા. જામ રાવળ એક કુશળ સેનાની, કૂટ મુત્સદી અને વિરલ રાજપુરુષ હતા. તેણે હમીરજી સાથે કરેલ દો, તમાચી સામે કરેલી લડાઈ વગેરે પ્રસંગે તે તે સમયની રાજ્યનીતિને સર્વાશે અનુરૂપ હતા. જે તેમ ન કરે તે મુસલમાને સામે એકત્ર થવાનું શક્ય ન હતું. નાનાં નાનાં રાજ્યમાં વહેંચાઈ ગયેલી હિંદુ પ્રજાના રક્ષકે મુસ્લિમોની લોખંડી એડી નીચે કચડાઈ ગયા હતા. સંસ્કૃતિ, સભ્યતા અને ધર્મને અંત સમીપ દેખાતે હતે. દીલહી કે અમદાવાદના મુસ્લિમ શાસકો સામે ઊંચી આંખ કરવા કેઈની શક્તિ રહી ન હતી; પિતાની બહેન-દીકરી સુલતાનને પરણાવીને તેમની મહેરબાની યાચતા રાજાએ પૂર્વજોની કીર્તિના કનકકળશને કાજળના ઓપ આપી રહ્યા હતા; ત્યારે જામ રાવળે તેઓના નિક્ષેતન અને નિર્માલ્ય જીવનને ફરીથી ચેતનવંતુ બનાવ્યું તેમના મૃતદેહમાં પ્રાણ ફૂંકયા અને ઈશુની સેળમી સદીના મધ્યમાં તેણે પિતાના બાહુબળે એક મોટું હિંદુ રાજ્ય સ્થાપ્યું, એટલું જ નહિ પણ પાડોશી રાજ્યો અને પરદેશી સત્તાઓ ઉપર પિતાની લાગવગ અને અગત્ય વધારી. જામ વિભાજી ઈ. સ. 152 થી 1569 જામ વિભાજી માત્ર સાત "વર્ષ ગાદી ઉપર રહ્યા. આ સમયમાં ગુજરાતની સલ્તનત અંધાધૂંધીના આવરણમાં ફસી હતી. અમીરે પિતાને સ્વાર્થ સાધવામાં પડયા હતા; સૈ વીખરાઈ ગયાં હતાં. એટલે તેમનું રાજ્ય નિષ્કટક રહ્યું. હળવદ-ધ્રોળ યુદ્ધ : આ સમયે હળવદના રાજા રાયસિંહજી તથા ધ્રોલઠાકર જસાજી વચ્ચે યુદ્ધ થયું. તેમાં જસાજી ભરાઈ ગયા અને રાયસિંહજીએ બાદશાહની 1. કાલાવડના કાઠીઓ પીરના પૂજક હતા, ઇસ્લામ ધર્મ પ્રત્યે પ્રીતિ રાખતા હતા, માટે તેને કાઢી મૂકયા. જેઠવા તથા દેદાઓ પણ નિર્બળ થઈ ગયા હતા. 2. જામ વિભાજીને ચાર કુંવર હતા 1. રણમલજી: તેને શીશાંગ, ચાંદલી વગેરે બાર ગામો આપ્યાં. 2. ભાણજી: તેને ખરેડી વગેરે બાર ગામ આપ્યાં. 3. વેરાજીઃ તેને હડિયાણું આપ્યું; અને 4. પાટવી છત્રસાલ ગાદીએ બેઠા. 36