________________ ગુજરાતના સુલતાને 27 તેવી જ ઈચ્છા ધરાવતા હતા. વળી માળવા, ખાનદેશ અને દિલ્હીનાં રાજ્યને ઓળો ગુજરાત ઉપર હતો જ. તેથી તેણે મહમદ ૩જાના નથુ અથવા હલીમ નામના અનોરસ પુત્રને ઈ. સ. ૧૫૬૧માં ગાદી ઉપર બેસાડી અને તેણે મુઝફરશાહ નામ ધારણ કર્યું. ગુજરાતનું રાજ્ય : આ સુલતાન પણ સગીર હતું. ત્રીજે સગીર સુલતાન આ રીતે ગાદીએ આવતું હતું. તેથી નિરંકુશ ઉમરાએ ગુજરાતને પ્રદેશ વહેંચી લીધે. અમદાવાદ, ખંભાત, મહીવાસ અને સાબરકાંઠા ઇતમાદખાને રાખ્યા, પાટણ શેરખાન તથા મુસાખાન નામના ફૌલાદી સરદારને આપ્યું. ઈમાદ-ઉલ-મુલ્કના પુત્ર ચંગીઝખાને સુરત, ભરૂચ, વડોદરા અને ચાંપાનેર, સૈયદ મીરાને ધંધુકા, ધોળકા, અને તાતારખાન ઘેરીએ જૂનાગઢ લઈ લીધાં. , અમીરને બળ : ઈ. સ. ૧૫૬૭માં ભરૂચના ચંગીઝખાને અમદાવાદ લીધું, અને તે પોતાની સત્તા પ્રબળ કરે તે પહેલાં ઝુંઝારખાને ઉલુઘખાનની શિખવણીથી તેને મારી નાંખ્યું. તે સાથે દક્ષિણ તરફ મીરઝાંએાએ માથું ઊંચકયું, આખા ગુજરાતમાં અંધાધૂધી ફેલાઈ. આખરે ઈતમાદખાને ગુજરાત લેવા માટે શહેનશાહ અકબરને દીલ્હી આમંત્રણ મોકલ્યું. અકબરની ચડાઈ : અકબરે ઈ. સ. ૧૫૭૩માં ગુજરાતમાં આવી પાટણમાં છાવણી નાખી. તેની સામે કઈ થઈ શકે તેમ હતું નહિ. દરેક પક્ષે પિતાની તલવાર નમાવી અને જૂનાગઢના તાતારખાનના પુત્ર અમીનખાને આવી અકબરને કીમતી ભેટસોગાદે ધરી તેનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું. અકબરે અહમદાબાદ, ખંભાત અને મહીકાંઠાના પ્રદેશની હકૂમત તેના દૂધભાઈ અઝીઝ કેક ખાને આઝમને આપી. મુઝફફર કેદ : મુઝફફર કેદ પકડાય અને તેને દીલ્હી મોકલી દેવામાં આવ્યું. અમીર અકબરને જઈ મળ્યા અને મીરઝાંઓ પણ હારીને દક્ષિણ તરફ નાસી ગયા. અકબરે ગુજરાતમાં પોતાની સંપૂર્ણ હકૂમત સ્થાપી. ગુજરાત જે સુંદર દેશ તેના ખાલસા પ્રદેશમાં ઉમેરી, ઈ. સ. ૧૫૭૩ના જુન માસમાં તે દીલ્હી પહોંચે. મીરઝનું બંડ : પણ અકબરના જવાની રાહ જોઈ બેઠેલા મીરઝાં મહમદ હુશેને સુરત તથા ભરૂચ લીધાં; ખંભાત ઘેર્યું અને મીરઝાં અઝીઝ કેકા ઈડર તરફ હતું તેની સ્થિતિ ભયમાં મૂકી દીધી. મીરઝાંઓ તથા મુઝફફરના અમીર આ બધી ધમાલ ગુજરાતમાં કરતા હતા. તેને સીધી રીતે સૌરાષ્ટ્રના ઈતિહાસની સાથે સંબંધ નથી, પરંતુ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સોરઠ પાદશાહીને એક ભાગ