________________ 278 સૌરાષ્ટ્રને ઇતિહાસ સત્તા સ્વીકારી નહિ. ગોહિલેની ગાદી ઉપર એ વખતે રામદાસજી હતા. આ રામદાસજીનાં રાણું ચિત્તોડના રાણા સંગની કુંવરી હતાં. તેથી તે પણ સુલતાનને શિર નમાવતાં નહિ. આ રામદાસજી ગોહિલ રણ સંગ ઉપર માળવાના સુલતાન મહમદ ખીલજીએ ચડાઈ કરી ત્યારે ત્યાં ઘેરાઈ ગયા હતા અને ઈ. સ. ૧૫૩૫માં મરાઈ ગયા. એટલે સુલતાન મહમદ ૩જાના વખતમાં મહમદ બેગડાએ સ્થાપેલી લેખંડી સલ્તનત સૌરાષ્ટ્રમાંથી લગભગ મૃતપ્રાય થઈ ગઈ અને એ સમય આવી ચૂક્યું કે તેના વારસોને તે જ સૌરાષ્ટ્રના રાજાઓના આશ્રયે રહેવાની જરૂર પડી. ગુજરાતના છેલ્લા સુલતાન સુલતાન અહમદશાહ ત્રીજે ઈ. સ. 1554 થી ઈ. સ. 1561 તથા સુલતાન મુઝફફર ઈ. સ. 1561 થી ઈ. સ. 1575. સુલતાન અહમદશાહ 3 : મહમદ ૩જે સગીર હતા ત્યારે માત્ર તેર વર્ષની વયે જ ગાદીએ આવેલો અને એગણત્રીસ વર્ષને થયે ત્યાં તો તેનું ખૂન થયું. એટલે તેણે ખરું રાજ્ય માંડ આઠ નવ વર્ષ ભગવ્યું. તે સ્થિતિનો લાભ લઈ ઉમરા બળવાન થઈ ગયા હતા. ત્યાં એક રસ્તામાં રખડતા છોકરાને ઉમરાએ પિતાના સ્વાર્થ ખાતર ગાદીએ બેસાડી અને તેની સગીર અવસ્થાના કારણે ગુજરાજનું રાજ્ય પિતે ચલાવવા માંડયું. અહમદશાહ સુજાનું મૃત્યુ : પણ આ અહમદશાહે ઓગણીસ વર્ષને થતાં માથું ઊંચકયું અને તેના વહીવટકર્તાઓને તે મારી નાખે તે પહેલાં ઇતમાદખાન નામના ઉમરાવે તેને ઈ. સ. ૧૫૬૧માં કાપી, તેના શરીરના ટુકડા નદીની રેતીમાં નાખી દીધા. 9 ‘આ સુલતાન પણ સગીર હતો. એટલે તેના રાજ્યનાં વર્ષોમાં પણ અમુક સ્વાર્થી તરએ જ તેના નામે રાજ્ય કર્યું. રાજ્યસત્તા ક્ષીણ થઈ ગઈ. ખજાને ખાલી થઈ ગયે અને ગુજરાતની પ્રતિષ્ઠા ઘટી ગઈ. નથુ અથવા હલીમ, અથવા મુઝફફર શાહ : ગુજરાતની ગાદીએ ઇતમાદખાનથી બેસાય એમ હતું નહિ, કારણ કે તેના જેવા બીજા શકિતશાળી ઉમર જેઠવા પણ ત્યાં પરણેલા. બન્ને રાણીએ કે લગ્ન પ્રસંગે ભેળાં મળ્યાં ત્યારે વાતચીતમાં ચડઊતર થતાં રાણુએ જસાજીને ધ્રાળથી બોલાવ્યા અને તેણે આવી ભાણ જેઠવાને બાપનું વેર લેવા મારી નાખ્યા. તું ગરીયો કેમ ગમાણ, નાઠે નીસરી નહિ, ભવ લગ મેણું ભાણ, બેઠું બરડાના ધણી.