________________ 282 સૌરાષ્ટ્રને ઇતિહાસ મદદથી રાજ્ય પાછું મેળવ્યું. રાયસિંહજી ઈ. સ. ૧૫૮૪માં ઘાંટીલા પાસે દેદા ગરાસિયા સાતે લડતા હતા ત્યારે શત્રુઓએ રાત્રે લડાઈ કરવી નથી તેવું વચન લીધું, પણ પછીથી દગાથી હુમલો કરતાં મરાઈ ગયા. સિહેર : આ સમયમાં જ સિહોરના બ્રાહ્મણ-દરબારે “જાની” તથા “રણા વચ્ચે તકરાર પડતાં બન્ને પક્ષે લડવા માંડયા. રણાઓએ ગારિયાધારના ઠાકર કાજીની મદદ માગી અને જાનીઓએ ઉમરાળેથી રાળ વિસાજીને બોલાવ્યા. વિસાજીએ કાંધજીને હરાવી કાઢી મૂકયો અને બ્રાહ્મણને પણ હાંકી મકી પિતાની રાજધાની સિહોરમાં કરી. જામશાહી કેરી : ઈ. સ. ૧૫૬૮-૬૯માં જામ છત્રસાલે ગાદીએ આવી ગુજરાતના સુલતાનની રજાથી કેરી છાપવા માંડી તે માટે સુલતાને એવી શર્ત કરી 1. માનસિંહને બહાદુરશાહે વીરમગામ, દસાડા સિવાય તેનું રાજ્ય પાછું સેપ્યું હતું. માનસિંહજીને ત્રણ કુંવરે હતા. પાટવી રાયસિંહ હતા; બીજા રામસિંહજી હતા. તેને જીવા અભાડ વગેરે તથા ત્રીજા ગોવિંદસિંહને આમરડી, સુંદર વગેરે મળ્યાં. - હળવદના રાજા માનસિંહજી ગુજરી ગયા. તેની પાછળ રાયસિંહજી ગાદીએ બેઠા. રાયસિંહજી બલિષ્ઠ તેમજ બાહોશ હતા. તેમણે ઘણુ યુદ્ધો ખેલી તેમના પ્રદેશને વિસ્તાર વધાર્યો હતો. એક વખતે તેના મામા ધ્રોળના ઠાકોર જસાજી સાથે પાટ ખેલતા હતા. ત્યાં કે વાગ્યો. જસાજીએ પૂછયું કે, “હું અહીં બેઠે છું ત્યારે કેની મગદૂર છે કે પોતાને કે વગાડે છે? માણસોએ તપાસ કરી કહ્યું કે મકનભારથી નામને સાધુ મોટી જમાત લઈ દ્વારકા જાય છે. આ સાંભળી તે શાંત થયે; તેથી રાયસિંહજીએ પૂછ્યું કે, “કોઈ રાજા વગાડે તો શું કરો ?" જસાજીએ જવાબ આપ્યો કે, “ભાંગી નાખું” તેથી રાયસિંહજી પોતે કે વગાડવા આવે છે તેમ કહી ત્યાંથી ઊઠયા અને થોડા વખતમાં સૈન્ય સાથે ધોળને પાદર આવી જઇને નગારાં ફેડવા આહવાન આપ્યું. જસોજી તથા રાયસિંહજી વચ્ચે યુદ્ધ થયું. અને તેમાં જસાજી માર્યો ગયા. જસાજીનું વેર લેવા તે પછી કચ્છના રાહ ખેંગારજીના ભાઈ સાહેબજી હળવદ ઉપર ચડયા. બન્નેનાં સિને માળીયા (મીંયાણ) આગળ મળ્યાં. ભયંકર સંગ્રામ થયો. તેમાં સૂર્યાસ્ત સમયે રાયસિંહજી ઘવાયા. એ જ રાત્રે મકનભારથી ત્યાંથી પાછી વળ્યા અને રાયસિંહજીને સાથે દિલ્હી તેડતા ગયા. ત્યાં ઘાયલ રાયસિંહજી સારા થતાં બાદશાહ અકબરના પાણીના રક્ષણે મકનભારથીના સાધુઓને પહેરે ચડતે, તેમાં ફરજ ઉપર ગયા. ત્યાં બાદશાહના એક્કા મલ્લને એક મુકાથી મારી નાખતાં અકબરને તેની ખબર પડી; તેથી ગુજરાતના સૂબા ખાનખાનાનને હુકમ આપી તેનું રાજય પાછું સંપાવ્યું. રાયસિંહજી ગાદી ઉપર પાછી બેઠા; પણ રાણીઓએ તેને મરેલાં માની ચૂડાકર્મ કરી નાખેલું હોઈ તેને ત્યાગ કર્યો. માત્ર નાંદેલના ચૌહાણની કુંવરી હતાં તે રાણી તેની સાથે રહ્યાં. જસાજીએ મરતી વખતે તેને મિત્ર સાહેબજીને વેર લેવા સંદેશો મોકલ્યો હતો. રણુ ઢળતે જસરાજ, વચન સાહેબ શું કહ્યો, વેર લીયણ મમ કાજ, હોથણ જોધ હમીરકે. બીજી વાત એમ છે કે પોતે પ્રથમ સહાય માંગેલી. તેથી રાજય પ્રાપ્ત કર્યું. તે પછી