________________ 280 સૌરાષ્ટ્રને ઇતિહાસ હતું અને સૌરાષ્ટ્રના અન્ય રાજાઓ આ સમયને લાભ લેવાની વેતરણમાં જ હતા એટલે તે સંબંધી થેડી હકીકત જાણવી જરૂરી છે. અકબરની બીજી ચડાઈ ઇ. સ. 1573 : અકબરને સમાચાર મળ્યા કે તેણે જીતેલું ગુજરાતનું રાજ્ય તેના હાથમાંથી ખૂંચવાઈ રહ્યું છે. તે તેને બચાવવા માટે તેણે જાતે જ જવું જોઈએ તેમ વિચારી તે ઈ. સ. ૧૫૭૩ના ઓગસ્ટ માસની ૨૩મી તારીખે દિલ્હીથી રવાના થઈ સપ્ટેમ્બરની બીજી તારીખે એટલે નવ દિવસમાં 600 માઈલની મુસાફરી કરી સાબરમતીને કાંઠે આવી પહોંચે. સાબરમતીને કાંઠે એક ભયંકર રણસંગ્રામ ખેલાયે. અકબરે સૈન્યનું નેતૃત્વ લીધું. વિજયશ્રી અકબરને વરી. મીરઝાંઓનો સંપૂર્ણ પરાભવ . મહમદ હશેન મીરઝાં કેદ પકડાયે. શાહ મદદને અકબરે પિતે મારી નાંખે. શાહ મીરઝાં ભાગી છૂટ. ઈતીયાર તથા બીજા અમીરે પણ માર્યા ગયા. અબર અગ્યાર દિવસ અમદાવાદમાં રહ્યો અને દીલ્હીની હકૂમતથી સ્વતંત્ર થઈ મુઝફફર પહેલાએ 170 વર્ષ પહેલાં સ્થાપેલી ગુજરાતની સલ્તનતને અંત આર્યો. ગુજરાત ફરીથી દિલ્હીના સામ્રાજ્યનું અંગ બન્યું. મુઝફફર 3 જાનું પુનરાગમન : મુઝફફર દીલ્હીની કેદમાં હતું. ત્યાંથી તે ઈ. સ. ૧૫૭૮માં ભાગી છૂટયે. ગુજરાતને સૂબે તેનું શત્રુવટથી સ્વાગત કરવા તૈયાર થયે. સૌરાષ્ટ્ર-ગુજરાતના બાદશાહના સ્થપાયેલા સામ્રાજ્યના પાયા ફરી ડેલવા માંડયા. જામ રાવળનું મૃત્યુ : ઈ. સ. 1562 : મુસ્લિમોના વર્ચસ્વના સમયમાં બાહુબળથી એક નવું રાજ્ય પ્રાપ્ત કરી, તેને વિકસાવનાર જામ રાવળ ઈ. સ. ૧૫૬રમાં મૃત્યુ પામ્યા. તેણે તેના દીર્ધ રાજ્યકાળમાં હાલારના રાજ્યને મજબૂત અને શક્તિશાળી બનાવ્યું. જામ રાવળ પછી તેના કુંવર વિભાજી ગાદી ઉપર આવ્યા જામ રાવળ : જામ રાવળનું પાત્ર સૌરાષ્ટ્રના ઈતિહાસમાં એક અગત્યનું સ્થાન અવશ્ય રોકે છે. કચ્છમાંથી છેડા સેવકે અને સૈનિકે લઈ સૌરાષ્ટ્રમાં જામ રાવળ એવા સમયે આવ્યા કે જયારે જૂનાં જૂનાં રાજ્યકુળ નષ્ટ વા નિર્બળ થઈ ચૂક્યાં હતાં. મુસ્લિમોના ઊગતા સૂર્યના તેજમાં રજપૂત રાજાઓ અંજાઈ ગયા હતા. 1 1. પાટવી જીયાજી રોઝી પાસે ઘડી દોડાવતાં અકસ્માત ગુજરી ગએલા. તેના પુત્ર લાખાજી હેવા છતાં વિભાજીએ રાવળ જામ પાછળ સ્મશાને ન જતાં, રોકાઈ જઈ કિલ્લો બંધ કરી, નગર કબજે કર્યું. લાખાજીને ખલેશનું પરગણું આપ્યું અને જામ રાવળના પુત્ર ભારજીને જાંબુડા આપ્યું.