________________ ગુજરાતના સુલતાને કુંવરી માનસિંહની ઓરમાન મા થતી. તેની બહેન બહાદુરશાહને પરણી હતી. તેણે સમાધાન કરાવવા પ્રયત્ન કર્યો અને સુલતાનને શરણે જવા માનસિંહને સમજાવ્યું. પણ તે માન્ય નહિ અને તેણે ઘણું પરાક્રમે કર્યા, સુલતાનનાં ઘણું ગામ લૂંટયાં અને તેબા કિરાવી. છેવટે તેણે એક યુકિત શેધી. દીવની ચડાઈમાં ભાગ લેવા સુલતાન જતું હતું ત્યાં નખથી શિખ સુધી હથિયાર બાંધી તે છાવણીમાં પેસી ગયે. તેનું વીરતાભર્યું સ્વરૂપ જોઈ તેને કઈ રોકી શકયું નહિ. સુલતાનના તંબૂમાં જઈ તેની સામે તલવાર ધરી તેણે કહ્યું કે “હું ઝાલાવાડ રાજા છું. મારું રાજ લેવા આવ્યો છું.” સુલતાને તેના વીર વદન અને વીરતાથી પ્રસન્ન થઈ માંડલ અને વિરમગામ સિવાય તમામ પ્રદેશ તેને સ્વાધીન કર્યો. જામ રાવળ : આ સમયમાં સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર એક તેજસ્વી તારકને ઉદય થાય છે. મુસ્લિમોની તલવાર આગળ ઝૂકેલી રજપૂતની સત્તા જ્યારે નહિવત થઈ ગઈ હતી અને સૌરાષ્ટ્રને સમગ્ર પ્રદેશ મુસ્લિમ સુલતાનને ખાલસા પ્રદેશ થઈ ચૂકયું હતું, જ્યારે મંદિરે તુટતાં જતાં હતાં અને તે તે સ્થળે મો બનતી જતી હતી, જ્યારે હિંદુઓને મુસલમાન બનાવવાની, ગાયની કતલ કરવાની અને આર્ય સંસ્કૃતિને ભૂંસી નાખવાની પ્રવૃત્તિ એક રાજ્યનીતિ બની ગઈ હતી અને જ્યારે હિંદુત્વ ભયમાં હતું ત્યારે કચ્છના કિનારેથી વિ. સં. 1575 (ઈ. સ. ૧૫૧૯)માં જામ રાવળ સોરાષ્ટ્રમાં આવ્યા. 1. વોટ્સન (ગુ. ભાષાંતર) તેને વાંકાનેરની કુંવરી ગણે છે. પણ વાંકાનેર તે તે પછી ઘણાં વર્ષે વસ્યું. વળી હળવદની વાંકાનેર શાખા છે. અને ઝાલા રાજા ઝાલાની કન્યાને પરણે નહિ. તેથી તે બીકાનેર જ હોવું જોઈએ. બીકાનેરની એક કુંવરી અકબરને રાજ કલ્યાણસિંહે પરણાવી હતી, અને તેના પુત્ર રામસિહે સલીમને પરણાવી હતી. આ જ કાળમાં અકબરના સૈન્યમાં રામસિંહ સરદાર હતો અને તેણે અમદાવાદના મીરઝાંઓ પર સ્વારી પણ કરેલી. તેની બહેન બહાદુરશાહને પરણું હોય તો તે સંભવિત છે. અકબરના અંગત મિત્રો બહાદુરને પોતાની બહેન પરણવે તે બને નહિ. એટલે કોઈ બીજું વિકાનેર હશે અથવા કલ્પિત વાત હશે. 2. આ માનસિંહ બહારવટામાં ચમારડીમાં ફસાઈ ગયેલું. તેથી એક ઢઢે તેને મદદ કરી, તેથી તેની યાદગીરી રાખવા ચમારડી “ઢની ચમારડી” કહેવાય છે. પિતાને પ્રદેશ પાછા મળે તેથી તેણે તેના ચારણને આંબરડી, સુંદરી, રોણકી, ડોયા અને ખંઢેરી ગામ આપી દીધાં. વેટ્સન) 3. જામ રાવળના પિતા જામ લાખાજીની ગાદી બારી પાસે હતી, તથા પિતરાઈ જામ હમીરજીની ગાદી લાખીયાર વિઅરામાં હતી. હમીરજીની દીકરી મહમદ બેગડા વેરે પરણાવેલી. હમીરજીએ દેદા તમાચીને ચડાવી લાખાજીનું તેની પાસે ખૂન કરાવ્યું. તેથી જામ રાવળે એ જ રીતે હમીરજીનું દગાથી ખૂન કર્યું. તેથી તેના કુંવર ખેંગારજી અમદાવાદ જઇ સૈન્ય લઈ આવ્યા અને એટલી બધી ભીંસ થઈ કે જામ રાવળને કચ્છ છોડી સૌરાષ્ટ્રમાં આવવું પડયું. જામ રાવળ દુવંશી હતા તે હકીક્ત આગલા પાનામાં આવી ગઈ છે તથા આ પ્રતાપી પુરુષના વંશજોને ઈતિહાસ કમશઃ આવે છે.