________________ ગુજરાતના સુલતાને 71 અંતની વાત સાંભળી. તેણે સુલેમાન પાશા નામના સરદારના નેતૃત્વ નીચે એક કાફલે ઈ. સ. ૧૫૩૮ના જુનની ૧૫મી તારીખે દીવ પ્રતિ મોકલ્યો. તુર્કથી કાફલો આવી રહ્યો છે અને તે ગુજરાતના કાફલાને મળશે તેવા કે સમાચાર ગુનેને ડયુઆટે કેટેબ્લે (Durte Catanho) નામના વેનીસિયનનું વહાણ હારમઝથી આવતું હતું તે દ્વારા મળેલ. વધારામાં દીવને હાકેમ બનેલ ખ્વાજા સફર પિતાના કુટુંબને ચૂપચાપ રવાના કરી પિતે પણ નાસી છૂટયો તે ઉપરથી નુનેને ખાતરી થઈ કે દીવ ઉપર ચડાઈ આવી રહી છે. તેથી તેણે પણ આવતા પૂરને ખાળવાની પૂરતી તૈયારી કરી લીધી. માર્ગમાં આદન લૂંટી, તેના શેખને મારી, માર માર કરતે સુલેમાન આગળ વધ્યું, અને સપ્ટેમ્બરની ૪થી તારીખે દીવ પહોંચ્યો. એન્ટોનિયે સીવેરાને આ હલ્લા સામે ટકવું મુશ્કેલ લાગ્યું. દીવની પ્રજા અને વેપારીઓ નાસભાગ કરવા માંડયા. તેઓના આગેવાનેને ફાંસી દઈને ડરાવવાની પણ કેશિશ નિષ્ફળ નીવડી. કાલે આવી પહોંચે તે પહેલાં સીલ્વરા કિલામાં ભરાયો અને સુલતાનની ફેજ દીવને કજો લઈ કિલાને ઘેરે ઘાલી બેઠી. પ્રથમ હમલો ઈ. સ. ૧૫૩૮ના જુનમાં ગુજરાતના સરદારે આલમખાન અને ખ્વાજા સફરની આગેવાની નીચે થયે. તેમાં 15000 સિપાઈઓ હતા, જ્યારે કિલ્લામાં 3000 પોર્ટુગીઝ હતા અને તેમની પાસે મજબૂત અને નવી ઢાળેલી ઘણી તોપો હતી. | દીવ અને ઘઘલાની વચ્ચે ખાડી છે. દીવમાં કિલ્લે છે તે જ એક નાનો કિલ્લે ઘોઘલામાં હતા. આ કિલ્લાને ફ્રાન્સીસ પેચકે (Francisco Pacheco) ચોસઠ સૈનિકે લઈ સંભાળી રહ્યા હતે. સફરે પ્રથમ ત્યાં હુમલો કર્યો. ટકવું મુશ્કેલ જણાતાં પેકેએ કિલ્લામાં જવા રજા આપે તે શર્ત કિલ્લે સેંપી દેવા શરત મૂકી. પણ “પ્રથમ સુલેમાન પાસે જઈ સલામ કરી, પછી વગર હથિયારે જાય તે જવા દે.” તેવી સુલેમાને આજ્ઞા કરી. તેથી પેચકે તથા તેના ચોસઠ પોર્ટુગીઝ સૈનિકે સુલે 1. આ સુલેમાન વ્યંઢળ હતો અને સુલતાન સલીમ સાથે ઈજીપ્તમાં ગયો હતો. આ ચડાઈ વખતે તે 70 વર્ષને હતો. તે શરીરમાં એટલે ભારે હતો કે તેને માણસો ઉપાડતા ત્યારે તે તે ઊભો થઈ શકતો. 2. નાસી છૂટેલે ખ્વાજા સફર અમદાવાદ ગયે ત્યાં તેને ખુદાવંદખાનનો ઇલકાબ આપી સુરતને ફેજદાર નીમવામાં આવ્યો.