________________ 270 સૌરાષ્ટ્રને ઇતિહાસ વર્તમાન નવલખી પાસેના વવાણિયા બંદર પાસે આવેલ મેરાણું ગામ જીતી લઈ ત્યાં તેણે પડાવ કર્યો અને તે પ્રદેશના રાજકર્તા અને જામ રાવળના પિતા જામ લાખાજીના ઘાતક દેદા તમાચી પાસે તેણે અનાજ મંગાવ્યું. તમાચીએ અને જના બદલે ધૂળ મેકલી. જામ રાવળના કાધને પાર રહ્યો નહિ; પણ “ઈસરા પરમેસરાનું બિરુદ પામનાર કવિ ઈસરદાને કહ્યું કે “આ તે ધરતી મોકલી એટલે સામી વસુંધરા આવી. તેને વધાવી લે.” જામ રાવળે તમાચી ઉપર ચડાઈ કરી ગાયનાં ધણ પાછળ ઘેડ નાખ્યાં. તમાચીની મદદે આવેલ કાઠીઓ ગાયે વાળવા કાયા. ત્યાં જામ રાવળે તમાચીને કાપી નાખે, તેના સૈન્યને હરાવ્યું અને આમરણ લીધું. બાપનું વેર ન લેવાય ત્યાં સુધી પાઘડી ન બાંધવા પતે પ્રતિજ્ઞા લીધી હતી તે પૂરી કરી ને આ પ્રદેશનું નામ પતના પૂર્વજ હાલાજીના નામ ઉપરથી હાલાવાડ વા હાલાર પાડી ત્યાં પિતાની હકૂમત સ્થાપી. - ત્યાંથી તેણે પિતાના સિન્યને લઈ વિજય પ્રસ્થાનને પ્રારંભ કર્યો. ધમલપુરના હરધમન ચાવડાને મારી, તે ગામ તેના ભાઈ હરધ્રોળજીને આપી, તેનું નામ ધ્રોળ પાડયું અને આગળ વધી ખીલેસ ગામ કજે કર્યું. ત્યાં દિવાળીના દિવસે નાગના બંદરના રાજા નાગ જેઠવા તથા રાણપુરના રામદેવજી વગેરેને મિજબાની માટે નેતરી, દારૂ પાઈ, તેઓને કતલ કર્યા અને તેના પ્રદેશ કજે કર્યા. તે પછી બેડ ગામે પિતે ગાદી રાખી; પણ પાછળથી ખંભાલીયા ગામે આશાપુરાની સ્થાપના કરી, ત્યાં ગાદી ફેરવી. કાળક્રમે જામ રાવળને પ્રદેશ ચારે દિશામાં એટલે વિસ્તાર પામે કે મધ્ય સ્થ સ્થાનની જરૂર પડી. તેથી વિ. સં. 156 (ઈ. સ. ૧૫૪૦)માં જામનગર વસાવી તેને પિતાનું પાટનગર બનાવ્યું. સુલતાન મહમદશાહ 3 : ઈ. સ. ૧૫૩૦થી 1554: મહમદશાહ 3 ગાદીએ આવ્યું ત્યારે તે માત્ર 13 વર્ષને હતે. એટલે ખરી સત્તા ઉમરાવની હતી. તેના પણ કમભાગ્યે પિર્ટુગીઝે હજી સલ્તનતને પીછો છોડતા ન હતા. અને જે ગુજરાતના સુલતાને રૂપી અવરોધ ન હેત તે ગુજરાત પર પોર્ટુગીઝની સત્તા હેત તે પણ નિવવાદ છે. તુર્કસ્તાનની દીવ ઉપર ચડાઈ : ઈ. સ. 1538: ઈ. સ. ૧૫૧૭માં તુકીના શહેનશાહે મિસરને પોતાના રાજ્યમાં મિલાવી દઈ, ઓસ્ટ્રિયા અને હંગેરી સુધી પિતાનાં સૈન્ય દર્યા. ઈ. સ. ૧૫૨માં મેહકાસના યુદ્ધમાં આ શાહ સુલેમાને ક્રિશ્ચિયન રાજ્ય પર સખત પ્રહાર કર્યો અને ફ્રાન્સ, જર્મની, ઈરાન અને હિંદ જીતવાના કેડ સેવવા માંડયા. ઈ. સ. ૧૫૩૫માં બહાદુરશાહના એલચીઓ તેના દરબારમાં ગયા અને તેમની પાસેથી ફિરંગીઓના ત્રાસની વાત સાંભળી, તેણે તેમની સામે જેહાદ કરવા કમર કસી. અગ્નિમાં ધૂત હેમાય તેમ તેણે બહાદુરના કરુણ