________________ ગુજરાતના સુલતાનો અને સુલેમાન તો મકી ચાલ્યા ગયા. તે સમયે અમદાવાદથી આ યુદ્ધમાં સહાય આપવા મુજાહીદખાને બેલીમ ઉના આવે, પણ તેને તક જ મળી નહિ. નુના ડા કુહાનું મૃત્યુ : ઈ. સ. 1538. અહીં પોર્ટુગીઝ ગવર્નર તુને ડા કુન્ડાને ૧૫૩૮ના સપ્ટેમ્બરની ૧૧મી તારીખે છૂટે કરી નરેન્ડા (આબુકર્કને ભત્રીજે) ગવર્નર થયો. ડા કુન્ડાની છાતી બેસી ગઈ. તે કેચીનથી વહાણ ભાડે કરી જાન્યુઆરીમાં સ્વદેશ જવા નીકળ્યો; પણ કેપ ઓફ ગુડ હોપ પાસે તે મરી ગયો; અને તેની કબર સમુદ્રમાં થઈ. સુલેમાન પાશાને અંજામ : સુલેમાન પાશા ઈજીપ્ત જતાં માર્ગમાં મક્કા ગયો અને ત્યાં બહાદુરની બેગમને હિંદ જવા મનાઈ કરી તથા તેને ખજાને માંગ્યો. તેમની સાથે અશરફખાન હતા તેણે ના પાડી અને સુલતાનના વઝીર દરયાખાન હશેનને સુલેમાનની નાલાયકી વણવી. તેથી તુર્ક શહેનશાહ સુલેમાન પર ગુસ્સે થઈ કહ્યું કે “તને મેં ફિરંગીઓને કાઢી મૂકવા મોકલ્યો હતો કે મુસલમાનોને હેરાન કરવા ?" સુલેમાન જેવા નાલાયક માણસને મોકલી તુર્ક શાહે ભૂલ કરી હતી. તેને ગુજરાત જીતવાની ઈચ્છા છે તેવી પણ શંકા ગુજરાતના સરદારને થઈ અને તેનું નીચ વર્તન તેઓને ભારે પડી ગયું. અને તેથી જ આ ચડાઈ ભાંગી પડી. 1. આ પો પિકી બે તોપો જાનાગઢના ઉપરકેટમાં હજી પડેલી છે. આ તેપને ફીરંગીઓ હવાઈ કહેતા અને તેનાથી એટલા ડરતા કે ઈ. સ. ૧૫૬૨-૬૩માં જૂનાગઢના ફોજદાર શહાબુલ મુલક ઘેરીને મણ મણ સોનું તે ભાંગી નાખવા બદલ દેવા લાલચ આપેલી. આ તોપ સિવાય બીજી ઘણું તોપો ભાંગી ગઈ અને હાલ જેને નીલમ કહેવામાં આવે છે તે એક જ રહી છે. તે 17 ફીટ લાંબી છે. અને તેનો વ્યાસ 7 ફીટ છે. તેને વ્યાસ મુખ આગળ 9 ઇંચ છે. તેના પર નીચે મુજબને અરબ્બી લેખ છે. “આજમ (ઇરાન) અને અરબસ્તાનના શાહ સલીમખાનને પુત્ર સુલતાન સુલેમાને આ તોપ ખુદાના કામ માટે હીજરી સં. 937 (ઇ. સ. 1531) માં બનાવવા ફરમાન કર્યું હતું. રાજ્યના અને દીનના દુશ્મને કાફર પોર્ટુગીઝ કે જેઓ હિંદમાં આવવા માગે છે, તેને તાબે કરવામાં તે વિજયી નીવડે. આ હમઝાના પુત્ર મુહમદે બનાવી છે.” બીજી તપ કડાનાળ અથવા ચુડાનાળ છે, જે તપ ઉપર માત્ર અરબ્બીમાં “અલી બીન હમઝા” એટલું જ લખ્યું છે. તે બનાવનારનું નામ હશે. આ તોપ 13 ફીટ લાંબી છે અને મુખને પરિઘ 14 ઇંચ છે. 2, આ વાત વિરોધાભાસવાળી છે. આ ખજાને સુલેમાને લુંટી લીધો હતો તથા બેગમોને તુર્ક શહેનશાહના જનાનખાનામાં મોકલી દીધી હતી. માત્ર ઓટોમન શહેનશાહતનો ન્યાય કલંકિત ન થાય માટે આ વાત મુસ્લિમ ગ્રંથકારોએ લખી જણાય છે,