________________ 272 સૌરાષ્ટ્રને ઇતિહાસ માન પાસે ગયા; પણ તેણે વચન તોડી તેઓને કેદ કર્યા. પ્રથમ વિજયથી પ્રેરાઈ સુલેમાને સીરાને શરણ થવા કહેણ મોકલ્યું; પણ સીલ્વર તેમ ડરે તે હવે નહિ. તેણે કહેણને નફફટ જવાબ આપે. તેથી સુલેમાને ઉશ્કેરાઈ જઈ કેટલાયે પિર્ટુગીઝ કેદીઓને કતલ કર્યા. તેમ છતાં સીલ્વરા નમે તેમ જણાતું નથી તેમ ખાતરી થતાં એકબરમાં ગારસીઆ 3 માસ (Garcia De sa's) અને સેંટ થેમસ (St. Thomas) નામના બુરજે ઉપર તપમારે કરી હુમલે શરૂ કર્યો. દીવને ઘેરે: સુલેમાને જાફરાબાદમાં ભાંગતુટ સમરાવવા રાખેલે કાફેલે પણ ૨૯મી સપ્ટેમ્બરે આવી પહોંચે અને તેમાંથી 130 તપની છ બેટરીઓ ઊભી કરીને ૬૦થી 100 રતલના ગોળા ફેંકવા માંડયા. કિલ્લામાં ગાબડાં પડવા માંડયાં. ફિરંગીઓ અંદર બીજી દીવાલે ચણ બચાવ કરવા માંડયા. તેઓએ મર્દાનગીભરી રીતે લડાઈ માંડી. પિોર્ટુગીઝ ઈતિહાસકારોએ આ ઘેરાનાં રસિક વર્ણને લખ્યાં છે. - ફેન્સેકા નામના સિપાહીએ જમણે હાથ કપાયા છતાં લડવું ચાલુ રાખ્યું. એક પેન્ટી ડે નામના સૈનિકે ઘવાયા છતાં લડયા કર્યું. સ્ત્રીઓએ પણ પુરુષ સાથે હાહાર રહી યુદ્ધમાં સહાય આપી અને ડેના ઈસાબેલ ડ વેગ (Veiga) અને એન ફરનાન્ડિીઝ નામની સ્ત્રીઓએ અભુત શૌર્ય, સ્વાર્થ ત્યાગ અને સ્વદેશપ્રેમની ભાવનાથી તેમનાં નામ અમર કર્યા. તુહીં કાલે પાછો ગયે : ઈ. સ. 1538. સુલેમાન પાશાની આ લડાઈ નિરર્થક છે. તેનાથી કોઈ ફાયદો નથી અને કદાચ તે વિજયી નીવડશે તે પણ તેથી ગુજરાતને કાંઈ મળવાનું નથી તેમ ધારી ખ્વાજા સફરે એક બનાવટી કાગળ લખી સુલેમાનને એ ડરાવ્યો કે ગવાથી જબરજસ્ત નૌકાસૈન્ય આવે છે, અને તેના સામું ટકવું મુશ્કેલ છે. એટલે સુલેમાન ઘેરે ઉઠાવી ઈ. સ. ૧૫૩૮ના નવેમ્બરની છઠ્ઠી તારીખે ચાલ્યો ગયો. '' કિલ્લાનું લશ્કર ખલાસ થઈ ગયું હતું. માત્ર 40 માણસે બાકી હતા, અને થોડા દિવસેમાં જ કિલે પડે એમ હતું. પણ ખ્વાજા સફરે ફરીથી દગો કર્યો. . ગુજરાતનું લશ્કર પણ ઉના તરફ ચાલ્યું આવ્યું અને વહાણે ખંભાત તરફ ગયાં. હાજી અદ દબીર નામના અરબ્બી તવારીખના કર્તાના કથન અનુસાર સુલેમાનની નીચ અને અસભ્ય વર્તણુકના કારણે વાજા સફરે તેને સહકાર બંધ કર્યો