________________ ર૭૪ સૌરાષ્ટ્રને ઈતિહાસ દીવની મરામત : ઈ. સ. ૧૫૩૯ના જાન્યુઆરીમાં ગારસીયા ગોવાથી નીકળી દીવ પહયે, ત્યાં તેણે તૂટેલા કિલ્લાની મરામત કરવા માંડી. તહઃ 1539 : તેપછી ગારસીયાએ અયાઝના મહેલમાં રહેતા ખ્વાજા સફર તથા આલમખાનને મળી તા. 25 ફેબ્રુઆરી, ઈ. સ. ૧૫૩ન્ના રેજ એક તહ કરી. તે પ્રમાણે ગુજરાતના સુલતાને કિલ્લાને શહેર વચમાં ચાર ફીટ પહોળી દીવાલ કરવા કબૂલ કર્યું. દીવ, ઘેઘલા, વણાક બારા વગેરેની જકાત અને મહેસૂલી આવક ભેળી કરી તેમાંથી 3 ભાગ પોર્ટુગીઝ સત્તા લે અને 3 ભાગ ગુજરાત લે અને ઘઘલાની દરિયાઈ દીવાલ પોર્ટુગીઝોએ પાછી ન બાંધવી તેમ કબૂલ કર્યું બીજી ચડાઈ : ઈ. સ. 1546. દીવનું મહત્ત્વ બહુ વધ્યું હતું. ત્યાં હજારે વેપારીઓ રહેતા અને વેપારનું તે અગત્યનું કેન્દ્ર બની ગયું હતું. તે સુલતાનના હાથમાંથી સરી ગયું હતું. તેથી તે પુનઃ પ્રાપ્ત કરવા માટે ગુજરાતના સત્તાધીશે પુરુષાર્થ તેમજ પ્રયત્ન કરવા ઉઘુક્ત થયા હતા. અમદાવાદની રાજખટપટ : સુલતાનના દરબારમાં તેની યુવાન વય તથા અનુભવના અભાવના કારણે અમીરે બળવાન થઈ પડયા. તેમાં પણ દેશી અને પરદેશી એવા બે પક્ષે પડી ગયા. દેશી પક્ષને નેતા અફઝલખાન બલાણી હતું અને પરદેશી પક્ષમાં ખુદાવંદખાન ઉર્ફે ખ્વાજા સફર હતે. તે ઉપરાંત મેરબીમાં જાગીર ધરાવતે દરિયાખાન અને જૂનાગઢમાં તેમજ પાલીતાણામાં જાગીર ધરાવતે મુજાહીદખાન બેલીમ પણ વગદાર થઈ પડ્યા હતા. તે સમયે પિોર્ટુગીઝે દાણ વસૂલ કર્યા સિવાય એક પણ વહાણને બીજે બંદરે જવા દેતા નહતા અને તેમની સત્તા વધાર્થે જતા હતા. તેથી બળવાન થઈ પડેલા ખુદાવંદખાનનું કાસળ કાઢવા વઝીર અફઝલખાને બહાદુરનું વેર લેવા અને 1. ડયુઆતે બારલેસાના આધારે પ્રો. કેમીસેરીયેટ. ૧૫૦૪માં આવેલ દટાલીયન મુસાફર યુવી કાડી પાર્થોમાં તથા ઇ. સ. ૧૫૧પમાં આવેલા ડયુઆતે બારબેસ એ વર્ણને આપ્યાં છે. અત્રે એ નેંધવું આવશ્યક છે કે દીવને ઇતિહાસ દીવના છે. રવિશંકર શિવલાલ મહેતા પાસેથી મેં ઇ. સ. ૧૯૩૫માં મેળવેલ તથા પોર્ટુગીઝ પુસ્તકોમાંથી ઘણી નોંધ લીધેલી. પરંતુ વિદ્વાન પ્રો. કેમીસેરીયે. દીવને જે ઇતિહાસ તેમના પુસ્તક “એ હીસ્ટ્રી ઓફ ગુજરાતમાં આલે. ખે છે તેની સહાય વગર આ પ્રકરણમાં આપેલી વિગતે આપવાનું કઠિન બની જાત, હું પ્રો. કેમીસરીયેટને ઋણી છું.