________________ ર૬૮ સૌરાષ્ટ્રને ઇતિહાસ નુનાએ દીવના શહેરીઓ અને વેપારીઓની સભા ભરી તેમાં બહાદુરશાહે દગાથી તુર્ક લોકેને બેલાવી પોર્ટુગીઝેને નાશ કરવા ચલાવેલા પત્રવ્યવહારના કાગળ વાંચી બતાવ્યા. પિતાને દેષ ઢાંકવા ગુનેએ દેશ દેશમાં આ સભાને અહેવાલ મોકલ્ય, વેપારીઓને નિર્ભય રહેવા ખાતરી આપી, સુલતાનની મા મખદુમાં જહાનને દિલાસે મોકલી, આ બનાવ કમનસીબીને કારણે બનવા પામ્યું છે તેમ કહેવરાવી, પિતાની કંઈ મદદ જોઈતી હોય તે પિતે દેવા તૈયાર છે તેમ પણ સંદેશ મોકલે. - અને સાથે તહ : ઈ. સ. 1537 : નુએ તે પછી દેલવાડા મુકામે હમાયુના પિતરાઈ મીરઝાં મહમદને ઈ. સ. ૧૫૩૭ની ૨૭મી માર્ચે બોલાવી એક તહ કરી. તેમાં તેના નામને ખુબે પઢાવી તેને રાજા તરીકે સ્વીકાર્યો અને બદલામાં તેણે પિગીને માંગરોળ, દમણ અને અઢી ગાઉ પહેળે દરિયાકાંઠાને પ્રદેશ આવે. મીરઝાએ જનાનાની સહાય માંગી, પણ બેગમેએ તેમાં વચ્ચે પડવા ના પાડી. તેથી તેમના જ ધનથી સૈન્ય સજી તેણે ગુજરાતની ગાદી મેળવવા ધાર્યું. પણ ઈમાદ-ઉલ-મુલક મલેકજીની સરદારી નીચેના સૈન્ય તેને પરાભવ કર્યો અને ત્યાંથી તે સિંધ તરફ નાસી ગયે. હળવદ ઇ. સ. ૧૫ર૩ : આ સમયે હળવદની ગાદી ઉપર ઝાલા માનસિંહજી નામે વીર ક્ષત્રિય રાજા હતા. તેણે તેના પિતાને મારનાર દસાડાના મલેક ઉપર ચડાઈ કરી, મલેક બખ્ખનના પુત્રને માર્યો અને દસાડા તૂટયું. આ કૃત્ય માટે માનસિંહને શિક્ષા કરવા બહાદુરશાહે ખાનખાનાને ચડાઈ લઈ જવાને હુકમ કર્યો. ખાનખાનાની ચડાઇ : ખાનખાનામાં મોટું સૈન્ય સજી માનસિંહને કન્સે કરેલા દસાડા ઉપર ઘેરે ઘા. દસાડા પડયું અને માનસિંહ કચ્છ તરફ નાસી ગયે. માંડલ, વીરમગામ અને હળવદ સુધ્ધાં સુલતાનના હાથમાં પડયાં અને તેણે તે ખાલસા મુલકમાં રેડી દીધાં. માનસિંહે કચ્છમાં જઈ ભુજ પાસે માનકુવા નામે ગામ વસાવ્યું અને તેના બે ભાઈઓ તથા પ્રાગજી બકરાણીઓ સુલતાન સામે બહારવટે નીકળ્યા. બીકાનેરની 1. વહાઈટ ડેવલાણીતાઉબાને આધારે. 2. “મિરાતે સિકંદરી' આ ગામનું નામ નવાનગર આપે છે; પણ તે વખતે દેલવાડા તે નામે ઓળખાતું. 3. આ માંગરોળ સુરત પાસેનું માંગરોળ લેવું જોઈએ. 4. ખાનખાનાને ઝાલાવાડ જાગીરમાં મળેલું,