________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ હુમાયુ નીચે સૌરાષ્ટ: હુમાયુએ માળવા અને ગુજરાત જીત્યાં હતાં, પણ સૌરાષ્ટ્ર ઉપર તેણે આધિપત્ય મેળવ્યું ન હતું. તેથી હુમાયુનાં સે એ સૌરાષ્ટ્ર ઉપર વિજય મેળવ્યું હોવાનું ખોટું છે. દીવને કિલ્લે : જુના ડા કુન્હાને કિલ્લે બાંધવા રજા મળી કે તરત જ તેણે દીવને કિલ્લો બાંધવા માટે અને પાંચ માસમાં એટલે ઈ. સ. ૧૫૩૬ના માર્ચમાં તે કિલ્લે બંધાઈ પણ ગયે. કિલ્લાના એક બુરજનું નામ (સીઆગે) ગારસીઆ 3 સા નામના સૈન્યાધિપતિ કે જે પાછળથી ગવર્નર થયે તેના નામ ઉપરથી રાખવામાં આવ્યું અને મેન્યુઅલ ડીસુઝાને 900 પોર્ટુગીઝોના લશ્કર સાથે ત્યાં થાણદાર નીમ્યો. દીવનો કિલ્લે બંધાયા તેની વધામણી દેવા ડીએગો બેટહેલ નામનો સાહસિક પુરુષ નુનાને અંધારામાં રાખી એક હેડીમાં પિટુંગાલ ગયે. ત્યાં રાજાએ તેના પર વગર રજાએ હિંદ છોડવા માટે તથા હોડીમાં આવવા માટે ક્રોધ કર્યો અને તેને ઈનામ ન દેતાં ફરીવાર આવા લેકેને ઉત્તેજન ન મળે તે માટે તેની હોડી બળાવી નાખી. બહાદુરશાહે આવી ઝડપથી બંધાતા અને હથિયાર ભરાતા કિલ્લા પ્રત્યે ઈષ્યભરી આંખ ઊંચી કરી, તેની નિઃસહાય સ્થિતિમાં કરાવી લીધેલી શર્તે પલટાવી લેવા તેણે દીવમાં નેતાને મુકામ કરવા ધાર્યું અને હુમાયુ જેવા પ્રબળ શત્રુને ભય માથે ઝઝૂમતે હેવા છતાં ઈ. સ. ૧૫૩૬ના અંતમાં ચાંપાનેર છોડીને તે દીવ આવ્યો. બહાદુરશાહ દીવમાં : અહીં આવતાં તેણે જોયું કે પોર્ટુગીઝે એટલા બધા જામી ગયા છે કે તેમને ખસેડવા અશકય છે. તેથી તેણે ત્યાં જ રહી કળ વડે કામ લેવા વિચાર કર્યો. - તા. ૧૩મી નવેમ્બરે તે એકાએક કિલ્લામાં ગયે. તે વખતે રાતના આઠ વાગ્યા હતા. પિતાના મોભા પ્રમાણે તેણે અગાઉથી કેઈને ખબર પણ આપી ન હતી કે તેનું સ્વાગત કરવામાં આવે. બહાદુરે મદિરાપાન પણ કર્યું હતું તે પણ તેને આવતે જોઈ કેપ્ટન મેન્યુઅલ વસુઝાએ તેને સન્માન આપી કિલ્લે બતાવ્યો અને વિવેકમાં કહ્યું કે “આ બધું આપનું જ છે.” પણ બહાદુર તે મૂર્ખ ન હતું. તેણે - ઉત્તર આપ્યો, “સેગનપૂર્વક આ કિલ્લે તમારા રાજાને છે અને ઘર તમારાં છે.” આમ કહી બહાદુર ચાલ્યા ગયે. તેને જીવતે જવા દીધે તે માટે નુનાએ ડીસુઝાને ઠપકે આપે. 1-2, વહાઇટવેના આધારે પ્રો. કમસેરીયેટ.