________________ 144 સૌરાષ્ટ્રને ઇતિહાસ . ઝાલાઓ : આ સમયમાં ઝાલાઓએ વર્તમાન ઝાલાવાડમાં પિતાની સત્તા સ્થિર કરી. ઝાલાએને મૂળપુરુષ હરપાળ કેરનિગઢના કેસર મકવાણાને પુત્ર હતું.' કેસરને સિંધના રાજાએ હરાવી મારી નાખતાં હરપાળ તેના માશિયાઈ ભાઈ પાટણપતિ કર્ણ સોલંકીને આશ્રયે આવ્યું. હરપાળની સ્ત્રી શક્તિસ્વરૂપ હતી અને હરપાળ મંત્રસાધના કરતે. કર્ણ રાજાની રાણીને બાબરે ભૂત વળગેલે. તેથી રાજાએ કહ્યું કે જે બાબરાને કાઢે તે એક રાતમાં જેટલાં ગામને તોરણ બાંધે તેટલાં ગામ તેને દઉં. હરપાળે તેની મંત્રસાધનાના પ્રતાપે રાણુને મુક્ત કરી અને શક્તિની સહાયથી બે હજાર ગામને એક 1. વર્તમાન સિંધ (પાકિસ્તાન)ના નગરપારકર પાસે હાલ થલા તાલુકે છે. તેમાં કેરનતિ આવ્યું. થલાના નામે ઝાલાવાડમાં પણ થલા વસાવેલું છે. કેસરનો પિતા વિહીયાસ મૃત્યુશગ્યા ઉપર સૂતો ત્યારે કેસરે પૂછયું, “પિતાજી! જીવ કેમ જતો નથી?” તેણે કહ્યું કે, સમૈયાને હમીર સુમરો મારો વેરી છે. તેના સવાસો દૂમમલ વછેરા લાવી મારા કારજમાં બ્રાહ્મ ણને આપવાનું પાણી મૂક તે હું ગતે જાઉં.” કેસરે કબૂલ્યું. કેસર આજાનબાહુ હતો અને સવા મણનું તે તેનું ભાલું હતું. તે એકલે સમવા ગયા અને પ્રતિજ્ઞા પુરી કરી. તે પછી જ્યોતિષીએ કહ્યું કે તમારું આયુષ્ય ઓછું છે. તેથી યુદ્ધભૂમિમાં મરવા ફરી હમીર ઉપર ચડી તેની 700 સાંઢણું લઈ આવ્યા. તોયે હમીરે લડાઈ કરી નહિ. તેથી તેણે તેને રણવાસની 125 સ્ત્રીઓનું હરણ કર્યું અને હમીરના સુલેહને કહેણને ઈન્કાર કરી સ્ત્રીઓ પાછી નહિ સેપતા ચાર પોતે રાખી અને બીજી ભાયાતને વહેચી દીધી. હમીરે કહેવરાવ્યું કે હું તારું રાજ ચપટીમાં ચાળી નાખું; પણ તારા પ્રદેશમાં મારાં ઊંટ ઘેડાને ચાર મળે નહિ.' તેથી કેસરે એક હજાર વીઘામાં ઘઉં વવરાવ્યા અને હમીરને આમંત્રણ મોકલ્યું. હમીર પ્રબળ સૈન્ય લઈ ચડે. યુદ્ધ ઘણું ભયંકર થયું. તેમાં અનેક મકવાણું રજપૂતે સાથે કેસર પણ મરાયે. જે સુમરી સ્ત્રીઓ કેસરે રાખી હતી તેનાથી તેને નવ પુત્ર થયા હતા. આ સ્ત્રીઓ કેસર સાથે સતી થઈ. રાસમાળા ભાષાંતરમાં આ સ્ત્રીઓમાં એક ચારણ હતી તેમ લખે છે. ચારણને પોતાની રખાત તરીકે ક્ષત્રિય રાખે નહિ તેથી તે વાત બંધબેસતી નથી. આ કરતિ માટે પણ રાસમાળા ભાષાંતરક્ત શ્રી. રણછોડભાઈ માને છે કે તે ભચાઉ પાસે કેરાકોટ છે તે હશે. કરછના રાજાઓએ સિધનો ઘણો ભાગ જીતી લીધેલ. કેરન્તિ કચ્છમાં નહિ પણુ કચ્છના રાજ્યમાં હોવાનું વિશેષ સંભવિત છે. હરપાળ કર્ણના નહિ પણ સિદ્ધરાજના સમયમાં થયો તેવી કેટલાએક લેખકે એ કલ્પના કરી છે. પણ તે ઈતિહાસનાં પ્રમાણેથી પેટી કરે છે. બાબરો ભૂત સિદ્ધરાજની રાણીને વળગે હતા તેમ પણ કહેવાય છે. પણ તે અન્ય હશે. તેને જગદેવ પરમારે કાઢયે. પણ તે એક કેયડા૨૫ છે. આ પ્રશ્નો ગુજરાતના ઇતિહાસના હાઈ વિશેષ વિગતે અત્રે ચર્ચવાનું ઉચિત નથી. વિગતો માટે રાસમાળા ભાષાંતર જેવું.